જેંતીલાલની પઝલ ધમાલ નંબર – 1

જેંતીલાલ વેબસાઈટના માધ્યમથી અમે તમારા મગજને થોડી કસરત આપીને મજબૂત કરવા માટે એક પ્રયત્ન કરી રહ્યા છીએ. આશા છે કે આ પ્રયત્નને તમે લાઈક્સ, કોમેન્ટ્સ અને શેર આપીને બિરદાવશો.

આવો, નીચેના કોયડાને સાથે મળીને ઊકેલીએ.

આ ચિત્રમાં તમે જોઈ શક્શો કે પ્રથમ લાઈનમાં રહેલી ત્રણેય ઈયળના માથા પર ફૂલ છે. તથા તેના શરીર પર ૫ ટપકા છે. એટલે કે ફૂલ વાળી અને ૫ ટપકા વાળી ઈયળ = ૭

હવે, એ જ ઈયળ બીજી લાઈનમાં પણ છે અને ઘડિયાળમાં ૬ વાગ્યા છે. એટલે કે જેટલા વાગ્યા એનો એક અંક. ૬ વાગ્યાના ૬ અંક. માટે, ૬ + ૬ + ૭ = ૧૯! ખરું ને?

તે મુજબ, ત્રીજી લાઈન માં ફૂલની કિંમત = ૧૫ – ૬ – ૭ = ૨. આનાથી એ પણ ખ્યાલ આવે છે કે ૫ ટપકા વાળી અને ફૂલ વાળી ઈયળ ના ૭ થાય અને ફૂલના ૨ થયા, તો ઈયળના શરીર પર ૧ ટપકાની કિંમત ૧ થાય.

હવે, આખરી એટલે કે છેલ્લી લાઈન જોઈએઃ ઈયળના શરીર ઉપર ૬ ટપકા છે પણ માથા પર ફૂલ નથી. એટલે કે, ૬. ઘડિયાળમાં ૫ વાગ્યા છે એટલે ૫. ૨ ફૂલ છે – ૧ ફૂલની કિંમત ૨. માટે ૨ ફૂલની કિંમત ૪.

હવે, ગણિતના નિયમ મુજબ પહેલા ગુણાકાર થશે અને પછી સરવાળો. માટે, ૪ * ૫ = ૨૦ અને ૬ + ૨૦ = ૨૬.

સાચો જવાબઃ ૨૬

મજા આવી? આવી જ મજા કરતા રહેવા અમારી સાથે જોડાયેલા રહો. તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ