શુ આપને ખબર છે કે સમાચાર પત્રમાં ખાવાનું ખાવાથી કેન્સર થઈ શકે છે?….

સમાચાર પત્રમાં ખાવાનું ખાવુંએ આપણા દેશમાં ખૂબ સામાન્ય બાબત છે. આપણે મોટાભાગે જોઈએ છીએ કે લોકો ઓફિસમાં સમાચાર પત્રમાં જમવાનું પેક કરીને લઈ જાય છે કે પછી ફૂટપાથ પર વેચવામાં આવતું ખાવાનું સમાચાર પત્રમાં આપવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે આવી રીતે સમાચાર પત્રમાં વિટેલું ખાવાનું ખાવું કેટલું ખતરનાક હોય છે? આમ કરવાથી આપને કેટલીક ખતરનાક બીમારીઓ પણ થઈ શકે છે.
થઈ શકે છે તબિયત ખરાબ

જી હા સમાચાર પત્રમાં ખાવાનું ખાવુએ સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક છે. જોવા જઈએ તો આ વાતથી મોટાભાગના લોકો અજાણ છે કે સમાચાર પત્રમાં રાખેલું ખાવાનું ખાવુ તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ચાલો આજે આપને જણાવીએ કે સમાચાર પત્રમાં કેમ ખાવાનું ખાવું જોઈએ નહીં.
અસલી કારણ:

ખરેખર તો સમાચાર પત્ર છાપવામાં જે શાહીનો ઉપયોગ થાય છે તે શાહી શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. એવામાં જ્યારે આપણે કોઈ સમાચાર પત્રમાં ખાવાનું વીંટીએ છીએ તો તે સમાચાર પત્રની શાહી ખાવાની વસ્તુને લાગી જાય છે. ત્યાંજ જ્યા એ ખાવાનું પેટમાં જાય છે તો આ ખાવાના લીધે પેટમાં ઘણી તકલીફો ઉભી થાય છે, આ વાતથી ઘણા લોકો અજાણ હોય છે.
કેન્સર જેવી ખતરનાક બીમારીઓ પણ થઈ શકે છે.

સમાચાર પત્રમાં રાખેલું ખાવાનું ખાવાથી પેટ તો ખરાબ થાય છે ઉપરાંત ઇન્ફેક્શનની શકયતા પણ વધી જાય છે. આ રીતની બીમારીઓ થવાથી શરીરનો વિકાસ પણ અટકી જાય છે. ખાસ કરીને ગરમ ખાવાનું સમાચાર પત્રમાં રાખીને ખાવું જોઈએ નહીં.

આપને જણાવીએ કે વર્ષ ૨૦૧૬માં દેશમાં થયેલ ખાદ્ય સુરક્ષા નિયામક એફએસએસએઆઈના સર્વે મુજબ સમાચાર પત્રમાં રાખેલ ખાવાની વસ્તુને ઝેરી પદાર્થ દર્શાવવામાં આવી હતી. આ રીતે સમાચાર પત્રમાં ખાવાની વસ્તુઓ ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ