જાપાનના લોકો આ તહેવારમાં નથી પહેરતા કપડા, જાણો કેમ અને જોઇ લો તસવીરો

જાપાનના આ વિચિત્ર તહેવારમાં પુરુષો નગ્ન થઈને ફરે છે, તેને ઉજવવાનું કારણ જાણો.

image source

જાપાનના ટાપુ હોંશુ પર એક અજીબોગરીબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હજારો યુવાનો કપડાં પહેર્યા વિના ભાગ લે છે. આ અનોખી ઘટનાને નેકેડ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. જાપાનમાં દર વર્ષે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે નેકેડ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નેકેડ ફેસ્ટિવલને Hadaka Matsuri તરીકે ઓળખવામાં આવે છે. નેકેડ ફેસ્ટિવલ જાપાનની એક વિશેષ પરંપરા છે, આ વિશેષ પરંપરામાં બધા પુરુષો મંદિરની આસપાસ દોડે છે અને ઠંડા પાણીથી સ્નાન કરીને પોતાને શુદ્ધ કરે છે. આ પછી, મંદિરમાં જઈને પૂજા કરે છે.

image source

નેકેડ ફેસ્ટિવલમાં હજારોની સંખ્યામાં પુરુષો ભાગ લે છે. આ કાર્યક્રમ દરમિયાન પુરુષો ઓછામાં ઓછા વસ્ત્રોમાં જોવા મળે છે. મોટાભાગના પુરુષો જાપાની લંગોટી અને સફેદ રંગની જુરાબ પહેરેલા જોવા મળે છે. નેકેડ ફેસ્ટિવલના દિવસે જાપાનના યુવકો પોતાને શુદ્ધ કરે છે. નેકેડ ફેસ્ટિવલ દરમિયાન અનોખી રમતો રમવામાં આવે છે. પુરુષોએ કાર્યક્રમના અંતે ભાગ્યશાળી કે લકી લાકડીઓ શોધવાની હોય છે.

આ લાકડીઓ મંદિરના પૂજારી 100 બંડલ સાથે ફેંકે છે. છે. હજારો યુવાનોમાં 2 લકી લાકડીઓ શોધવાની હરીફાઈ હોય છે. કહેવામાં આવે છે કે બે લકી લાકડીઓ જેને મળે છે તેનું આવનારું વર્ષ તેમના માટે નસીબદાર સાબિત થાય છે. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ પણ થાય છે. કહેવામાં આવે છે કે, દેશ- વિદેશના અસંખ્ય લોકો નેકેડ ફેસ્ટિવલમાં ભાગ લેવા સામેલ થાય છે.

 

image source

શું છે નેકેડ ફેસ્ટિવલ:-

નેકેડ ફેસ્ટિવલ એ કૃષિ સંબંધિત મહોત્સવ હોય છે. આ ઉત્સવનો હેતુ યુવાનોને કૃષિ માટે પ્રેરણા આપવાનો હોય છે. નેકેડ ફેસ્ટિવલ એ એક જાપાની પરંપરા છે, જેની જાળવણી માટે સરકાર આ તહેવારનું આયોજન કરતી હોય છે.

નેકેડ ફેસ્ટિવલની ઉજવણી ક્યાં કરવામાં આવે છે?

image source

આ વિશેષ પરંપરા દર વર્ષે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે જાપાનના હોન્શુ આઇલેન્ડ પર રાખવામાં આવે છે. દુનિયાભરમાંથી અસંખ્ય પર્યટકો નેકેડ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવે છે.

નેકેડ ફેસ્ટિવલનો પરંપરાગત ડ્રેસ:-

નેકેડ ફેસ્ટિવલ પર પુરુષો જાપાની લંગોટી અને સફેદ રંગની જુરાબ પહેરેલા જોવા મળે છે. સ્ત્રીઓ શરીર પર સફેદ અને લાલ રંગના કપડાં બાંધે છે.

નસીબદાર કે લકી લાકડી:-

image source

નેકેડ ફેસ્ટિવલમાં મંદિરના પુજારી 100 બંડલ્સમાં બે નસીબદાર લાકડીઓ ભેળવી દે છે અને પછી ફેંકી દે છે. નસીબદાર લાકડી શોધવા હજારો યુવાનો વચ્ચે હરીફાઈ થાય છે. જેના કારણે અનેક લોકો ઘાયલ પણ થાય છે. એવું કહેવામાં આવે છે કે જેમને એ નસીબદાર લાકડીઓ મળે છે, તેમનું આવનારું વર્ષ તેમના માટે ખૂબ ફાયદાકારક હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ