છોકરાઓને કેમ થાય છે ખીલ જાણો તમે પણ, આ સાથે કરો આવી રીતે સારવાર

છોકરાઓ પણ ખીલથી પરેશાન રહે છે. જાણો તેના પ્રકાર અને સારવાર વિશે.

image source

નખ અને પિમ્પલ્સ ઘણી વધારે તકલીફ આપે છે. આ અનિચ્છનીય મહેમાનો તમારા રંગરૂપને અસર કરે છે અને એ તમારા ચહેરા પર જ્યાં સુધી રહે ત્યાં સુધી તમને નુકસાન પહોંચાડે છે. વધુ પડતા પિમ્પલ્સવાળી ત્વચા સાથે કામ કરવું કે દૂર કરવા ખૂબ મુશ્કેલ છે અને આ માટે ત્વચાની વધારે અને વિશેષ કાળજી લેવી ખૂબ જરૂરી છે.

અફસોસની વાત એ છે કે મોટાભાગના પ્રસંગોએ આપણે આ સમસ્યાનું કારણ જાણતા હોતાં નથી. આ જ કારણથી આનો સામનો કરવો વધુ મુશ્કેલ બને છે. તંદુરસ્ત ખોરાક ન લેવો, પ્રદૂષણ, રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ વગેરે ખીલ થવા માટેના કેટલાક સામાન્ય કારણો છે.

image source

આ સિવાય પુરુષોમાં ઘણા પ્રકારનાં પિમ્પલ્સ હોઈ શકે છે, ફક્ત કોઈ એક જ પ્રકારના નહીં. એકવાર જો તમે તેના પ્રકાર સમજી લો છો તો, તે પછી તેનું નિદાન અને સારવાર કરવી વધુ સરળ બને છે. ઇન્ટરનેટ પર શોધ કર્યા પછી, અમને ખીલના છ પ્રકાર વિશે જાણવા મળ્યું.

બ્લેકહેડ્સ:-

ફક્ત પિમ્પલસનો અર્થ પરુથી ભરેલો લાલ પિમ્પલ્સ જ નહીં થતો પણ બ્લેકહેડ્સ પણ એક પ્રકારનો પિમ્પલસ જ છે. બ્લેકહેડ્સની રચના સીબમ, બેક્ટેરિયા અને ત્વચાના કોષોના સંગ્રહથી થાય છે. તે ચહેરા પર નાના કાળા ધબ્બા કે ફોલ્લી જેવું લાગે છે. તેને તબીબી ભાષામાં ઓપન કોમેડો કહેવામાં આવે છે.

image source

બ્લેકહેડ્સથી કેવી રીતે છૂટકારો મેળવવો:-

– દરરોજ ચહેરો અવશ્ય સાફ કરવો જ જોઇએ.

– અઠવાડિયામાં બે વાર નેચરલ સ્ક્રબથી ચહેરો સાફ કરો. તમે વોલનટ સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો.

– ફક્ત નોન-કોમેડોજેનિક ત્વચા સંભાળ ઉત્પાદનોનો ઉપયોગ કરો.

image source

– દર અઠવાડિયે માટીના માસ્કનો ઉપયોગ કરો.

વ્હાઇટહેડ્સ:-

તે બ્લેકહેડ્સ જેવા જ હોય છે પરંતુ દેખાતા નથી. આ નાના દાણા તમારી ત્વચાના મૃત કોષો અને ત્વચામાંથી છૂટેલા સીબમના બનેલા હોય છે. તેમને પણ ખીલ માનવામાં આવે છે અને જેની ત્વચા તૈલીય હોય છે તેઓમાં તેની સમસ્યા વધારે જોવા મળે છે. તબીબી રીતે વ્હાઇટહેડ્સને ક્લોઝડ કોમેડોઝ કહેવામાં આવે છે.

ઉપાય:-

– હર્બલ ક્લીંઝરથી દરરોજ ચહેરો સાફ કરો.

– અઠવાડિયામાં 2-3 વાર ચહેરો સ્ક્રબથી એક્સ્ફોલિયેટ કરો.

– તેલયુક્ત ખોરાક ન ખાવો.

image source

ફોલ્લો (સિસ્ટ):-

સિસ્ટ સામાન્ય રીતે ત્વચાના રોમ છિદ્રોના બંધ થવાના કારણે થાય છે. આ મુખ્યત્વે હોર્મોન્સમાં પરિવર્તન થવાના લીધે થાય છે અને તેની વૃદ્ધિ ત્વચાની નીચેની સપાટી હેઠળ થાય છે, જેના કારણે એમાં પીડા વધુ થાય છે. તેની પુનઃ પ્રાપ્તિ પ્રક્રિયા કે ઠીક થવું પણ ખૂબ ધીમી ગતિએ થાય છે. જો તેમની સારવાર લાંબા સમય સુધી કરવામાં ન આવે, તો ત્વચાના ચેપનું જોખમ રહે છે.

જો તમને આવો ફોલ્લો થયો છે તો, તમારે ડર્મેટોલોજિસ્ટ (ત્વચારોગ વિશેષજ્ઞ) ને અવશ્ય બતાવવું જ જોઇએ. તે ખૂબ નાજુક હોય છે. તેથી તેમની કાળજી લેવી ખૂબ જરૂરી છે કે જેથી ત્વચાની અન્ય કોઈ ગંભીર સમસ્યા ન આવે.

image source

પસટ્યુલ્સ (Pustules):-

પસટ્યુલસ પણ ઝીટ્સ જેવું દેખાય છે. તે ત્વચા પર પરપોટા જેવું દેખાય છે પરંતુ તેની અંદર પસ હોય છે. તેનાથી કોઈ નુકસાન નથી થતું પણ તે ત્વચા માટે સારું હોતું નથી. તમે પણ કોઈ છોકરી સામે આવી ત્વચા બતાવવા માંગતા હોતા નથી.

બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સથી વિપરીત, પસટ્યુલસ ખૂબ સરળતાથી નીકાળવામાં આવે છે. તેઓ સરળતાથી દૂર કરવામાં આવે છે અને તેની પાછળ કોઈ નિશાન કે ડાઘ પણ છોડતા નથી.

સારવાર કેવી રીતે કરવી:-

image source

– એક શુધ્ધ કપડાંને શુધ્ધ પાણીમાં પલાળો.

– આ ભીના કપડાને તે જગ્યાએ રાખો.

– હવે પસટ્યુલસને ફોડી નાખો.

– આમ કરવાથી ત્યાં કોઈ ચેપ પણ લાગશે નહીં.

પેપ્યુલ્સ (Papules) :-

image source

પેપ્યુલ્સ એ એક નાના લાલ સોજો જેવા હોય છે જે ખૂબ પીડાદાયક હોય છે અને તે ચેપનું કારણ પણ બની શકે છે. સામાન્ય રીતે, તે એકલા આવતા નથી, પરંતુ જૂથમાં આવીને ખલેલ પહોંચાડે છે જે ચેપ અથવા ખરજવું (રેસિઝ) જેમ કે, એક્ઝિમા, ત્વચાનો સોજો (ડર્મેટાઈટીસ) અથવા અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે.

ઉપાય:-

તમે સ્પોટ ટ્રીટમેન્ટ અને પેપ્યુલ ડ્રાયિંગ લોશન દ્વારા આ દુઃખદાયક ખીલથી છુટકારો મેળવી શકો છો. જો કે, કોઈપણ ઉત્પાદનનો ઉપયોગ ત્વચારોગ વિશેષજ્ઞની (ડર્મેટોલોજિસ્ટ) સલાહ પછી જ થવો જોઈએ.

નોડ્યુલ્સ (Nodules):-

image source

સિસ્ટની જેમ જ નોડ્યુલ્સ પણ ખીલનું એક આક્રમક સ્વરૂપ છે. સિસ્ટ અને નોડ્યુલ્સ વચ્ચેનો એક માત્ર ફરક એ છે કે નોડ્યુલ્સમાં પરુ નથી હોતું.

નોડ્યુલ્સ એ ત્વચાની સપાટી હેઠળ લાલ ફોલ્લી કે ધબ્બો બનાવે છે અને તેની પીડા ત્વચાની સપાટી પર અનુભવાય છે.

તેનાથી છૂટકારો મેળવવાનો ઉપાય:-

image source

આમાં ત્વચા વિશેષજ્ઞની યોગ્ય સલાહ લેવી જરૂરી છે કારણ કે આની સારવાર ખૂબ ગહન હોય છે જેમાં એન્ટિબાયોટિક્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ