14 વર્ષની ઉંમરે થયો હતો રેપ, 27 વર્ષ પછી પુત્રએ કરી અનોખી માંગણી, મહિલાએ કરી ડીએનએ ટેસ્ટની માંગ

ઘણા કાયદા અને ગુનેગારોને સજા પણ આપાઇ રહી છે છતા પણ દિવસેને દિવસે આવી ઘટનાઓમા સતત વધારો જ થઇ રહ્યો છે. આવી જ એક ઘટના તાજેતરમા ઉત્તર પ્રદેશના શાહજહાંપુર વિસ્તારમા સામે આવી છે. શાહજહાંપુરમાં એક મહિલાએ 27 વર્ષ પહેલાં થયેલા ગેંગરેપ અંગે કેસ દાખલ કર્યો હતો. ઉત્તર પ્રદેશની શાહજહાંપુર પોલીસે શુક્રવારે 27 વર્ષ પહેલા ગેંગરેપના કથિત બે ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સામુહિક બળાત્કાર બાદ 14 વર્ષીય પીડિતાએ તે સમયે એક છોકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ કોર્ટના નિર્દેશન પર આ કેસ નોંધવામાં આવ્યો હતો.

image source

આ મહિલાની ઉમર હવે લગભગ 40 વર્ષની છે અને તે લખનૌમાં રહે છે. મહિલાએ પોતાની અરજીમાં બંને આરોપીઓના ડીએનએ ટેસ્ટની માંગ કરી છે કે, જેના મદદથી તેના પુત્રના બાયોલોજીકલી પિતાની માહિતી સાબિત થઈ શકે. પીડિતાએ જણાવ્યું હતું કે, સામાજિક કલંકના ડરથી તેણે અગાઉ પોલીસનો સંપર્ક કર્યો ન હતો પરંતુ હવે તે તે તેના પુત્ર માટે આ કરી રહી છે. હવે તેનો પુત્ર તેના પિતા વિશે જાણવા માંગે છે.

image source

મહિલાએ આ બાબાતે વધારે વાત કરતા જણાવ્યુ હતુ કે, આ ઘટના બાદ તેના લગ્ન પણ થયા હતા પરંતુ તેના લગ્ન પહેલા પુત્ર હોવાની જાણ પતિને થતા તેણે મહિલાને છોડી દીધી હતી અને તે બન્ને અલગ રહેવા લગ્યા હતા. પોલીસ આરોપીના ડીએનએ ટેસ્ટ માટેની તૈયારી કરી રહી છે સિટી સર્કલ ઓફિસર પ્રવીણકુમાર યાદવે કહ્યું કે “બે ભાઈઓ વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધ્યો છે. જે બિજનેસ કરી રહ્યા છે તેવુ જાણવા મળી રહ્યુ છે અને ડીએનએ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છીએ.”

image source

પોલીસે આ બન્ને આરોપીની ઓળખ નાકી હસન અને ગુડ્ડુ તરીકે કરી હતી. કેસમા જોડાયેલ યાદવે આ બાબતે મળતી માહિતી આપતા કહ્યું કે, “અમારે હવે એ જોવાની જરૂર છે કે 27 વર્ષ પહેલા બનેલા કેસમાં શું ઘટના બની હતી અને કેવી રીતે પુરાવા એકત્રિત કરી શકાય છે.” પોલીસનું માનવું છે કે કથિત ઘટના 1994-95માં બની હતી અને જાણવા મળી રહ્યુ છે કે, આ બન્ને આરોપી ધમકી આપીને મહિલાને ચૂપ કરાવી રહ્યા હતા.

image source

સદર બજાર પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર, અશોક પાલસિંહે વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિલાના જણાવ્યા મુજબ તે શાહજહાંપુરના સદર બજાર વિસ્તારમાં તેની બહેન સાથે રહેવા આવી હતી. તેણે કહ્યું કે જ્યારે બે ભાઈઓએ બળાત્કાર ગુજાર્યો ત્યારે તે બન્નેની ઉમર 20 વર્ષની આસપાસ હતી અને તે બન્ને તેની બહેન રહેતી હતી ત્યા પડોશમાં જ રહેતા હતા. જ્યારે તેની બહેન અને જીજાજી ઘરે ન હતા ત્યારે આરોપીએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેને ચૂપ રહેવાની ધમકી આપી હતી.

image source

સિંહે સાહેબે કહ્યું કે, તેણે જે બન્યું છે તે વિશે કોઈને કહ્યું નથી અને તે અને તેની બહેન ઘટનાના થોડા દિવસ પછી લખનૌ ગયા હતા. જ્યારે તેને તેની ગર્ભાવસ્થા વિશે ખબર પડી, ત્યારે તેણે તેની બહેનને કહ્યું. મહિલાએ કહ્યું કે આ પછી આરોપીઓએ તેની બહેનને ધમકી પણ આપી હતી અને તેઓએ પોલીસમાં નોંધાવવાનો નિર્ણય કર્યો ન હતો. પુત્ર હવે તેના જૈવિક પિતા વિશે જાણવા માંગે છે. મહિલા 14 વર્ષની હોવાને કારણે ડોક્ટરોએ ગર્ભપાત કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે એક છોકરાને જન્મ આપ્યો અને તેઓએ તેને એક દંપતીને દત્તક આપ્યો, જેને તેઓ પહેલાથી જાણતા હતા. દંપતીએ તેની સારી સંભાળ લેવાનું વચન આપ્યું હતું અને જેથી બાદમાં આ મહિલાએ લગ્ન કર્યાં હતા.

પોલીસના કહ્યા અનુસાર પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, પુત્ર હવે મોટો થયો છે. તે થોડા મહિના પહેલા તેની પાસે આવ્યો હતો અને જૈવિક પિતા વિશે જાણવા માટે તેના પર દબાણ કર્યું હતું. તેથી તેણે કથિત જાતીય સતામણીના કેસમાં ડીએનએ ટેસ્ટ અને કાર્યવાહી માટે કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!