કમળા પર થયો સૌથી મોટો સર્વે, બાળકોમા કમળો 15-20% માનસિક વિકાસને રુંધી રાખે છે, જાણો સમગ્ર માહિતી

આપણે અવારનવાર નવજાત શિશુમાં કમળો સામાન્ય રીતે થતો હોવાનુ જાણતાં હોઇએ છીએ. નવજાતને કમળો સિવાય લગભગ વધુ કોઇ રોગો જોવા મળતા હોતા નથી અને જો તેની માત્રા વધારે ન હોય તો ચિંતા કરવાની કંઈ ખાસ વાત જરૂર હોતી નથી. ડોક્ટરો પણ માને છે કે, આ બાળકોને કમળામાં 15 થી 20 ટકા (મિલિગ્રામ/ડીએલ)ની સમસ્યા હોતી નથી અને તે એક અઠવાડિયામાં સામાન્ય રીતે મટી જતો હોય છે.

image source

ફક્ત ફોટોથેરપી (બાળકોને તડકામા રાખવાની જરૂર હોય છે અથવા તો ગરમી આપવાની) અથવા સૂર્યપ્રકાશ જરૂરી છે, પરંતુ ગાંધી મેડિકલ કોલેજ (જીએમસી) ભોપાલ ખાતે કરવામાં આવેલા એક અધ્યયનમાં બહાર આવ્યું છે કે, કમળો પણ માનસિક વિકાસને 15-22 ટકા અસર કરે છે. આ તબક્કે જ્યારે કમળો પહોચે છે ત્યારે બાળકોનો માનસિક વિકાસ પર 19 ટકા અસર કરે છે. કમળા સિવાય પણ અમુક બીજા પણ એવા રોગ છે જેના કારણે પણ બાળકોનો માનસિક વિકાસ રૂંધાય છે.

image source

જીએમસીના બાળરોગ વિભાગના અધ્યક્ષ ડો.જ્યોત્સના શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અત્યાર સુધી એવું જાણવા મળ્યું હતું કે કમળો 20થી વધુ અથવા તેથી ઓછા કમળો ધરાવતા બાળકોમા જ આવુ જોવા મળે છે પણ આ સિવાય સમય પહેલા જન્મેલા બાળકોના માનસિક વિકાસમા પણ ઘટડો જોવામા આવી રહ્યો છે અને તેમા પણ ઓછું વજન અથવા અન્ય રોગ જોવા મળે તો તેમા પણ આવુ જ થાવાની શક્યતાઓ હોય છે. એક રિપોર્ટ મુજબ જાણવામા મળ્યુ હતુ છે કે, જે બાળકોને જન્મતા સાથે કોઇ જ સમસ્યા નથી હોતી તેવા કેસમા પણ 15થી 20 ટકા કમળો થવાની સમસ્યાના કેસો સામે આવતા હોય છે.

image source

આ બાબતે શ્રીવાસ્તવની દેખરેખ હેઠળ એક સર્વે તૈયાર કરવામા આવ્યો હતો, જેમા ભારતી ચૌબે અને ડો. પ્રજ્ઞા દુબે દ્વારા આ અભ્યાસમા સામેલ હતા. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થમાં આ વર્ષે જાન્યુઆરીમાં ‘નિયોનેટલ પેરીનેલ મેડિસિનના જર્નલ’માં પ્રકાશિત કરવામાં આવ્યો છે, ‘સીરમ બિલીરૂબિનથી 15 મિલીગ્રામ/દૈનિક શીર્ષકમા આ આખો લેખ જોવા મળી રહ્યો છે. વર્ષ 2018-19માં 108 નવજાત બાળકોમાં આવી મુશ્કેલી હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી, 13 ટકામાં ચાલવા માટે માનસિક વિકાસની સમસ્યા જોવા મળી છે. આને લોમોશન વિલંબ કહેવામાં આવે છે. નાના બાળકોને કોઇ વસ્તુ કેવી રીતે ઉંચકવી અને કેવી રીતે, ક્યા રાખવી તે સમજવા માટે છ ટકા બાળકોમાં જરૂરી માનસિક વિકાસ થયો નથી. તેને મેનીપ્યુલેશન વિલંબ કહે છે.

image source

સંશોધન સાથે સંકળાયેલા આ નવજાત શિશુઓનું મૂલ્યાંકન ત્રણ, છ, નવ અને બાર મહિનાના આધારે સ્કેલ પર કરવામાં આવ્યું હતું. નવજાત શિશુમાં હિમોગ્લોબિન વધારે હોય છે. તે જન્મ પછી તૂટી જાય છે, પરંતુ યકૃત તેની કેટબોલિઝમના કારણે સંપૂર્ણ પરિપક્વ થતું નથી. આને કારણે, લોહીમાં બિલીરૂબિનનું પ્રમાણ વધે છે. બિલરૂબિન જન્મ પછી બે દિવસ થતા વધવા માંડે છે. મોટાભાગના નવજાતમાં આવુ થવાની શરૂઆત છ દિવસ પછી જ થાય છે.

image source

જે બાળકોમા આવુ નથી થતુ તેને ફોટોથેરપી આપવામાં આવે છે (બાળકોને પ્રકાશમાં ગરમ રાખવામાં આવે છે). કેટલીકવાર કેટલાક ચેપને લીધે પણ નવજાત શિશુમાં કમળો થાય છે. એઈમ્સ ભોપાલના ન્યુરોલોજી વિભાગના એડિશનલ પ્રોફેસર ડો.નિરેન્દ્રકુમાર રાયે કહ્યું કે, કમળો મટાડ્યા પછી પણ નવજાતને ડોક્ટર પાસે જોવાની જરૂર રહેતી હોય છે. કમળાથી પીડાતા બાળકના માનસિક વિકાસમાં થતી કોઈપણ સમસ્યાઓ મોટા પ્રમાણમાં સુધારી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ