કોરોના દેશમાં: આ વર્ષે પહેલીવાર 22 હજાર કેસ, ગુજરાત સહિત આ રાજ્યોમાં કોરોનાનો હાહાકાર, વધુ માહિતી જાણીને ફાટી જશે આંખો

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો કહેર વરસવાનો શરુ: નવા વર્ષમાં પ્રથમવાર ૨૨ હજાર કેસ નોંધાયા, ગુજરાત રાજ્યમાં સ્થિતિ ચિંતાજનક.

image source

-દેશમાં ૨૨ હજાર કરતા વધારે કેસ સામે આવ્યા.

-૬ રાજ્યોની ચિંતામાં થયો વધારો.

-ગુજરાત રાજ્યની સ્થિતિ ગંભીર.

image source

દેશમાં ગત વર્ષે માર્ચ મહિના દરમિયાન કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો હતો ત્યારે આ વર્ષે પણ માર્ચ મહિનામાં જ કોરોના વાયરસની ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ છે ત્યારે કોરોના વાયરસ દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આજ રોજ અઢી મહિના પછી દેશમાં પ્રથમવાર ૨૨ હજાર કરતા વધારે કેસ નોંધવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૧માં કોરોના વાયરસ સંક્રમણના દૈનિક કેસમાં સૌથી વધારે પ્રમાણમાં ઉછળો જોવા મળ્યો છે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં જ ૨૨, ૮૫૪ કેસ પ્રકાશમાં આવ્યા છે.

કોરોના કેસ અપડેટ.

image source

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૨, ૮૫૪ હજાર કેસ સામે આવ્યા છે. એટલું જ નહી, ૧૨૬ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. ત્યાં જ ૨૪ કલાક દરમિયાન ૧૮, ૧૦૦ દર્દીઓએ કોરોના વાયરસને હરાવીને સ્વસ્થ થઈને ઘરે ગયા છે. ત્યાં જ કોરોના વાયરસ સંક્રમણના સક્રિય કેસની સંખ્યામાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે. અત્યારના સમયમાં ૧,૮૯,૨૨૬ દર્દીઓ કોરોના વાયરસની સામે લડાઈ લડી રહ્યા છે.

દેશના ૬ રાજ્યોના લીધે થયો કેસમાં વધારો.

image source

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ મહારાષ્ટ્ર રાજ્ય, પંજાબ રાજ્ય, કર્ણાટક રાજ્ય, ગુજરાત
રાજ્ય, તમિલનાડુ અને કેરળ રાજ્ય આવી રીતે ૬ રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ ૬ રાજ્યો માંથી ત્રણ રાજ્યો ગુજરાત રાજ્ય, તમિલનાડુ અને પંજાબ રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ ઘણી ચિંતાજનક સ્તરે પહોચી ગઈ છે. ઉપરાંત કેરળ રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ ભયજનક સ્તરે પહોચી ગઈ છે. દેશમાં નોંધવામાં આવતા કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ માંથી ૮૬% કેસ આ રાજ્યો મહતી જ સામે આવી રહ્યા છે.

સૌથી વધારે કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં સામે આવ્યા છે.

image source

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જ ૧૩ હજાર કરતા વધારે કેસ ફક્ત મહારાષ્ટ્ર રાજ્યમાં જ સામે આવ્યા છે જયારે મહારાષ્ટ્ર રાજ્ય પછી કેરળ રાજ્યમાં ૨૩૧૬ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત નવા કેસ નોંધવામાં આવ્યા છે. આમ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!