રામાયણનો બોધપાઠ: સ્ત્રીઓએ આવા કામ કરનાર વ્યક્તિઓથી રહેવું જોઇએ સાવધાન, નહિં તો ભયંકર મુશ્કેલીઓ…

આજના સમયમાં મહિલાઓ માટે એકલા રહેવું કે એકલા બહાર જવું હોય તો તેને સો વાર વિચાર કરવો પડે છે. ઘણા લોકો મહિલાઓ પર ખરાબ દ્રષ્ટિ રાખે છે તેનાથી મહિલાઓને તે ઘણી વાર ઘણું નુકશાન પણ પહોંચાડી શકે છે તેથી આપણને હમેશા શીખવામાં આવે છે મહિલાઓને હમેશા સાવચેત રહેવું જોઈએ જ્યારે પણ તમારી આસપાસ કોઈ ખરાબ દ્રષ્ટી વાળો વ્યક્તિ હોય ત્યારે તમારે તેને પારખીને તેમનું સમાધાન કરી લેવું જોઈએ.

image source

ઘણી વાર અપરાધી પ્રવૃતિમાં કોઈ નાની બેદરકારી પણ કરે છે ત્યારે મહિલાઓ માટે તે સમસ્યા ખૂબ મોટી થઈ જાય છે. આ વાત આજની નહીં પરંતુ ઘણા યુગો પહેલાથી ચાલી આવે છે. આને માતા સીતાને યાદ કરીએ ત્યારે આપણને સમજમાં આવે કે ત્યારે પણ કોઈ મહિલા માટે આટલી જ મુશ્કેલી પડતી હતી. આપણે રામાયણમાં સીતા હરણ પ્રસંગને સમજી શકાય છે.

image source

આપણે બધા રામાયણ વિષે તો જાણીએ જ છીએ તેમાં શ્રી રામ લક્ષ્મણ અને માતા સીતા પંચવટીમાં રહેતા હતા તે સમયે એક દિવસ માતા સિતાએ સોનનું હરણ જોયું. તેમણે આવું હરણ પહેલા ક્યારેય પણ જોયું ન હતું. ત્યારે તે તેમના પર મોહિત થઈને તેમણે શ્રીરામને કહ્યું કે તેમણે તે હરણ લાવીને આપે. ત્યારે શ્રી રામ સીતાની ઇચ્છાને પૂર્ણ કરવા માટે તે હરણ પાછળ દોડ્યા.

image source

સીતાજીએ જે હરણ જોયું તે હરણ હતું જ નહિ તે રાવણના મામા મારિયા હતા તે રાવણના કહેવાથી તેમણે હરણનું રૂપ લીધું હતું તેથી તે માતા સીતાનું હરણ કરી શકે. ભગવાન રામ સીતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે હરણ પાછળ ગયા ત્યારે લક્ષ્મણને સીતાજીની રક્ષા માટે ત્યાં છોડીને ગયા હતા. હરણ ને મારવા માટે શ્રીરામે જ્યારે બાણ છોડયું અને હરણને લાગ્યું ત્યારે મારિચે ભગવાન રામના અવાજમાં લક્ષ્મણને બોલાવ્યા. આ અવાજ સાંભળતાની સાથે જ સિતાએ લક્ષ્મણને તેના ભાઈ સંકટમાં ચે તેવું કહીને ત્યાં તેને બચાવવા માટે કહ્યું.

image source

ત્યારે લક્ષ્મણે માતા સીતાને ઘણા સમજાવ્યા કે શ્રી રામને ક્યારેય પણ કશું નહીં થશે. પરંતુ સીતા ન માન્યા અને તેમણે શ્રી રામને શોધવ માટે મોકલ્યા અને લક્ષ્મણ જતાં રહ્યા. તે ગયા પછી ત્યાં રાવણ સાધુનું રૂપ ધારણ કરીને આવ્યા.  સાધુના રૂપમાં રાવણે માતા સીતાને કહ્યું કે તમારે દાન આપવા માટે આશ્રમની સીમા બહાર આવવું પડશે. તો જ હું ડાંલઈશ. ત્યારે સીતા લક્ષ્મણ રેખા માથી બહાર આવ્યા ત્યારે રાવણે તેનું અસલી રૂપ ધારણ કરીને તેમનું હરણ કરી લીધું.

image source

સીતા રાવનમાં છળને ન સમજી શક્યા અને રાવણે માતા સીતાનું હરણ કરી લીધું ત્યાર પછી રાવણે માતા સીતાને અશોકવાટિકામાં બંદી બનાવીને રાખ્યા. ત્યારબાદ શ્રી રામ વાનર સેના સાથે પહોંચ્યા અને રાવણનો વધ કરીને સીતાને બંદી માથી છોડાવ્યા.

આ પ્રસંગ પરથી તમને જાણવા મળે ચે કે સ્ત્રોએ અપરાધીની કોઈ પ્રવૃત્તિના બળવાન લોકો સાથે જ છળ કરનાર લોકોથી પણ વધારે સાવધાન રહેવું જોઈએ. તેના પ્રત્યે તમે નાની બેદરકારી કરશો તો તેનું પરિણામ તમને ભયંકર મળી શકે છે તેથી તમારે હમેશા સાવચેત રહેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!