અમદાવાદમાં PM મોદીના આગમન પહેલા તૈયારીઓનો ધમધમાટ શરૂ, એરપોર્ટથી આશ્રમ રોડ સુધી લાઇટિંગથી ડેકોરેશન, જાણો સમગ્ર કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાતથી ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની શરૂઆત કરશે. તો ભાજપ શાસિત રાજ્યોના CM દાંડી યાત્રામાં જોડાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ દેશની આઝાદીના
75 વર્ષ થવાના ઉપલક્ષ્યમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પ્રધાનમંત્રી સાબરમતી આશ્રમથી 21 દિવસીય દાંડી માર્ચને પણ લીલી ઝંડી આપીને રવાના કરશે.

image source

ભાજપ શાસિત રાજ્યોના CM દાંડી યાત્રામાં જોડાશે

PM મોદી 12 માર્ચે ફરી અમદાવાદ આવશે. આ દરમિયાન તેઓ ગાંધી આશ્રમથી 21 દિવસીય દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવશે. ભાજપ શાસિત રાજ્યોના CM દાંડી યાત્રામાં જોડાશે. કેન્દ્રીય મંત્રીઓ પણ દાંડી યાત્રામાં જોડાશે. દાંડી યાત્રાને ગ્લોબલ સ્વરૂપ આપવામાં આવશે.

1000 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો કરાશે વિકાસ

image source

આ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમનો વિકાસ કરાશે. સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. રૂ.1000 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો વિકાસ કરવામાં આવશે. PM મોદી અને રાજ્ય સરકાર વચ્ચે પ્રોજેક્ટ મુદ્દે ચર્ચા કરાશે.

1930માં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી દાંડી માર્ચ યોજાઇ હતી

image source

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 1930માં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી દાંડી માર્ચ કે સાલ્ટ માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચ બ્રિટિશ સરકારના મીઠા પર એકાધિકાર વિરૂદ્ધ અહિંસક પ્રદર્શન હતું. આ માર્ચ 12 માર્ચથી 6 એપ્રિલ 1930 સુધી ચાલ્યું હતું.

ગત અઠવાડિયે જ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય રાષ્ટ્રીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું જે દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત નારા કાર્યક્રમોની દેખરેખ કરશે અને પોતાની સલાહ આપશે.

અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ થશે, PM મોદી મહોત્સવમાં રહેશે ઉપસ્થિત

image source

અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગાંધીઆશ્રમ ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. એરપોર્ટથી આશ્રમ રોડ સુધી લાઇટિંગથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. તેમજ રંગબેરંગી લાઈટોથી રિવરફ્રન્ટ અને દાંડીબ્રીજ ઝગમગી ઉઠ્યું છે. બાપુના નિવાસ સ્થાન હૃદયકુંજ સહિત સમગ્ર
આશ્રમમાં રંગરોગાન પણ કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ પર પણ લાઇટિંગ કરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ થશે. 12મી માર્ચે  દાંડીયાત્રાના મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત રહેશે.

image source

ગાંધી દાંડી યાત્રાના દિવસે PM મોદીના કાર્યક્રમની યાદી 12 માર્ચે આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ થશે

PM મોદી મહોત્સવમાં રહેશે ઉપસ્થિત

સાબરમતી આશ્રમથી પસાર થતા રસ્તાઓ બંધ રહેશે

સામાન્ય લોકોને અવરજવર માટે વૈકલ્પિક માર્ગ

સુભાષબ્રીજથી સાબરમતી આશ્રમનો રસ્તો બંધ રહેશે

image source

પ્રબોધરાવલ સર્કલથી ટી-સર્કલ વાળા માર્ગ ખુલ્લો રહેશે

ગીતા મંદિરથી દાણીલીમડા ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે

એક બાજુનો માર્ગ દાંડી યાત્રા પસાર થાય ત્યાં સુધી બંધ રહેશે

વાડજ સર્કલથી પાલડી ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે

પાલડી સર્કલથી NIDlથી જમાલપુર બ્રીજનો માર્ગ બંધ રહેશે

જમાલપુર બ્રીજ નીચેથી બહેરામપુરા પોલીસ ચોકી સુધી રસ્તો બંધ રહેશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!