પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા ‘હીરાબા’એ પણ લીધી કોરોના વેક્સિન, જાણો પછી PM મોદીએ શું કર્યુ ટ્વિટ અને શું કરી લોકોને અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ લીધી કોરોનાની રસી, મોદીએ ટ્વિટ કરીને આપી જાણકારી ને દરેકને વેક્સિન લેવા અપીલ કરી

image source

હીરાબા એટલે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને આ અંગેની જાણકારી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને હતી.

આ સાથે જ મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે હું આગ્રહ રાખું છું કે તમે આસપાસના લોકોની મદદ કરો અને રસીકરણ માટે પ્રેરિત કરો.

image source

તમને જણાવી દઈએ કે આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ પણ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો અને આજે એમની માતા હીરાબાએ કોરોના વેકસીનનો પહેલો ડોઝ લીધો છે.

દેશમાં કોરોના રસીકરણની ઝુંબેશ જોર શોરમાં ચાલી રહી છે. દેશમાં કોરોના વેક્સિનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારી ધરાવતા લોકોને વેક્સિનનો ડોઝ આપવામા આવી રહ્યો છે.

image source

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને અપીલ કરી છે કે જે લોકો હાલ વેક્સિન લેવા પાત્ર છે તેવા લોકોને વેક્સિનનો ડોઝ લેવા માટે મદદ અને પ્રોત્સાહિત કરવાનું કામ કરો.’

પહેલી માર્ચે દિલ્હી એમ્સ ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. નરેન્દ્ર મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા હતા અને ત્યાં તેમનેકોરોનાની રસી મૂકાવી હતી. આ સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી હતી.

image source

એ સમયે મોદીએ ટ્વીટ કરીને જાણ કરી હતી કે તેમણે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે. તેમણે આગળ કહ્યું હતું કે ‘મે એઈમ્સમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. એ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડતને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. આ સાથે જ હું એ તમામ લોકોને અપીલ કરું છું જે લોકો આ રસી લેવા પાત્ર છે. બધા ભેગા મળીને આપણે ભારતને કોરોના મુક્ત કરીએ.’

image source

ગુજરાતમાં પણ રસીકરણની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. પણ રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લામાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવામાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.

ગુજરાત રાજ્ય સરકારના 7 માર્ચ સુધીના વેક્સિનેશનના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં રાજ્યમાં 17,50,803 લોકોએ રસી મુકાવી છે. આમાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વોરિયર્સ અને 45થી વધુ ઉંમરના લોકો સામેલ છે.

વેક્સિન મુકાવનારાના કુલ આંકડા પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનની હદમાં આવતા 1,59,465 લોકો કોરોના વેક્સિન મુકાવી છે. આ આંક રાજ્યભરમાં સૌથી વધુ છે. અમદાવાદ શહેરને બાદ કરતા જિલ્લાના બાકીના વિસ્તારોમાંથી 51256 લોકોએ રસી લીધી છે. અમદાવાદ શહેરમાં 45 થી 60 વર્ષના 44,751 લોકોએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, જે કોઈ પણ વયજૂથમાં સૌથી ઊંચો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!