700 કરોડની જમીન પચાવી પાડનાર આ બિલ્ડર ગ્રુપ પર કાર્યવાહી થતાં જ બિલ્ડરોમાં હાહાકાર, જાણો શું મામલો હતો

હાલમાં અમદાવાદમા જમીન માફિયાઓનો ક્રેઝ વધી રહ્યો છે. જાણે સરકારનો કોઈ ડર જ ન હોય એ રીતે આ શખ્સો જમીન પચાવી પાડી રહ્યા છે. આવો જ એક મોટો કેસ સામે આવી રહ્યો છે અને તેની જમીનને પણ હવે તો સરકારશ્રી કરી દેવામાં આવી ગઈ છે. આ પહેલાં જ રૂપાણી સરકારે કહ્યું હતું કે હવે ભૂમાફિયાઓની ખેરલ નથી. ત્યારે આવો જાણીએ આ કેસ વિશે. પોપ્યુલર બિલ્ડર્સની ગોધાવીની જમીન સરકાર શ્રી સાણંદ મામલતદાર દ્વારા કરી દેવાઈ છે. વર્ષ 1995માં પોપ્યુલર બિલ્ડર્સ દ્વારા ગોધાવી ગામમાં 18 હેકટર કરતા વધુ જમીન કૃષિ મંડળી બનાવીને ખેડૂતો પાસે ખરીદી કરવામાં આવી હતી. અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડર્સની 700 કરોડની જમીન તંત્ર દ્વારા કાર્યવાહી કરાતા સરકારશ્રી કરી દેવાતા બિલ્ડરજગતમાં ખળભળાટ મચી ગયો છે.

image source

જો વિગતે વાત કરવામાં આવે તો ગેરકાયદેસર રીતે પોપ્યુલર બિલ્ડરે ખેતીની જમીન ખેડૂતો પાસેથી ખરીદીને તેના વેચાણ અર્થે ઉપયોગમાં લીધી હતી. આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટતા તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી અને તેમના સામે ફરિયાદ કર્યા બાદ 18 હેક્ટર જમીન સરકારે લઈ લીધી છે. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે પોપ્યુલર્સ બિલ્ડરના રમણ પટેલ અને દશરથ પટેલ નિયમ મુજબ જમીન ખરીદી શકે નહીં. તેઓ એ કૃષિ મંડળીના જમીન ખરીદીને કંપનીના નામે ટ્રાન્સફર કરીને પ્લોટિંગ કરીને વેચતા હતા.

image source

પણ આ બધામાં મહત્વની વાત એ છે કે રાજ્ય સરકારને જમીનનું પ્રીમિયમ ના ભરવું પડે તે માટે તેઓએ આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી અપનાવી હતી જેની પણ હાલમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં ભષ્ટ અધિકારીઓની મહેરબાનીથી આ પ્રકારે તેઓ આ પ્રકારે સરકારી તિજોરીને ચુનો લગાડવામાં સફળ થયા હતા. જો કે આ બાબતે જિલ્લા કલેક્ટરમાં ફરિયાદ થતા તેનો કેસ ચાલતા વર્ષ 2020 માં સાણંદ મામલતદારે ચુકાદો આપતા પોપ્યુલર બિલ્ડર્સની વિરોધમાં ચુકાદો આપતા 700 કરોડથી વધુ જમીન સરકારશ્રી કરી દેતા બિલ્ડરબંધુઓને મોટો આંચકો લાગ્યો છે. આ સમગ્ર ઘટના કઈ રીતે સામે આવી એના વિશે જો વાત કરીએ તો અમદાવાદમાં વહુને ત્રાસ આપવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોપ્યુલર બિલ્ડરના માલિકની મુશ્કેલીઓ હતી.

image source

ત્યાં આઈટીના દરોડા પડ્યા હતા અને આ આઈટીના દરોડોમાં બેનામી સંપત્તિ મળ્યા બાદ હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર બિલ્ડર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. થલતેજ ગામમાં કરોડોની જમીન પચાવી પાડવા અંગે પોપ્યુલર બિલ્ડર સામે ફરિયાદ થઈ હતી. બનાવટી પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચાવી પાડવામાં આવી હતી તેવા આરોપો લાગ્યા હતાં. અલગ અલગ 6 સહકારી મંડળીના નામે જમીન ટ્રાન્સફર કરાવીને જમીન પચાવાઈ છે. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને પરિવારના 9 સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર જમીન પચાવી પાડવાની ભૂમાફિયાની પ્રવૃત્તિઓ ડામી દેવા સંકલ્પબદ્ધ છે તેથી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ અંગેનો પ્રસ્તાવ કરી તાત્કાલિક પગલાં લઇ વિધાનસભાનું સત્ર હાલ ચાલુ ન હોય તે સ્થિતીમાં વટહુકમ જારી કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

image source

આ એક્ટથી ભૂમાફિયા-અસામાજીક તત્વો પર સકંજો કસવા માટે સરકાર સજ્જ છે. આ કાયદાની જોગવાઇથી માત્ર સરકારી કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનોને જ નહીં પરંતુ ધાર્મિક સખાવતી સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલું રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે અને દોષીત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ