15 વર્ષથી આ ખેડૂત પરિવાર નિ:સંતાન હતો, આખરે દંપતીએ ગાયના વાછરડાંને દત્તક લઈ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

ઘણા સમય પહેલાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં માતૃપ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો હતો. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ ખાતે માનવ પણ રડવા પર મજબૂર કરે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યાં વાછરડાને જન્મ આપીને ગાય માતાએ મૃત્યુ પામી હતી. ત્યાર બાદ તાજા જન્મેલા વાછરડાએ ગાય માતાના મૃતદેહને લઇ જતા ટેમ્પો અટકાવ્યો હતો. છેવટે પાલિકા કર્મચારીઓએ વાછરડા હટાવીને ગાયની અંતિમ ક્રિયા કરવી પડી હતી. ત્યારે હવે ઉત્તરપ્રદેશના એક ખેડૂતે અનોખું ઉદાહરણ પૂરુ પાડ્યૂં છે. આપણે ગાયને માતા માનીએ છીએ તો એના વાછરડાને પુત્ર ગણીને દત્તક કેમ ન લઈ શકાય એવું માનતાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતાં વિજયપાલ અને રાજેશ્વરીદેવીનાં લગ્નને 15 વર્ષ વીત્યા છતાં કોઈ સંતાન ન થતાં તેમણે ઘરની ગાયના વાછરડા લાલટુબાબાને દત્તક લઈ બુધવારે એના મુંડન-સમારોહનું આયોજન કર્યું હતું.

image source

જો મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો મુંડન માટે લાલટુબાબાને ગોમતી નદીને કિનારે લઈ જવાયો હતો, જ્યાં પૂજારીએ શાસ્ત્રોક્ત વિધિથી તેની મુંડનવિધિ કરી લાલટુબાબા અને એનાં માતા-પિતાને આશીર્વાદ આપ્યા હતા. આ મુંડન-સમારોહમાં આસપાસના ગામના લોકોએ હાજરી આપી લાલટુબાબાને ભેટ અને આશીર્વાદ આપ્યા હતા. વિજયપાલ જણાવે છે કે મેં હંમેશાં લાલટુબાબાનો ઉછેર મારા દીકરાની જેમ જ કર્યો હતો. મારા પિતાના મૃત્યુ અને બહેનોનાં લગ્ન પછી હું ખૂબ એકલતા અનુભવી રહ્યો હતો. મા પિતાએ પાળેલી ગાયના વાછરડા લાલટુબાબાને મેં એના જન્મથી જ ખૂબ પ્રેમથી ઉછેર્યો હતો એથી ગાય મૃત્યુ પામતાં અમે એના વાછરડાને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હવે આ ખેડૂતની ચારેકોર ચર્ચા થઈ રહી છે અને લોકો વખાણી વધાવી રહ્યા છે.

image source

પણ વાછરડામાં કેટલી ભાવના અને લાગણી હોય એની વાત જો અંકલેશ્વરના કિસ્સા પરથી જ કરીએ તો અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સૌના કાળજા પીગળાવી દીધા હતા. વાછરડાને જન્મ આપ્યા બાદ તુરંત જ ગાય માતાનું મૃત્યુ થયું હતું. ગાયના મૃતદેહને જયારે અંતિમ ક્રિયા માટે લઇ જવાતો હતો, ત્યારે વાછરડાએ વાહનની વચ્ચે આવી વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો. માત્ર માનવીઓમાં જ સંવેદના હોય તેવું નથી. પ્રાણીઓમાં પણ સંવેદના હોય છે અને આવો જ એક અનોખો કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો હતો. તાજુ જન્મેલું વાછરડું માતાના વિયોગમાં તેના મૃતદેહની આસપાસ આટા ફેરા મારી રહ્યું હતું.

image source

ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલા લોકોએ ગાયના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વાહનમાં ચઢાવ્યું હતું. વાહનને જ્યારે ચાલુ કરવામાં આવ્યું, ત્યારે વાછરડાએ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. માતાના વિયોગમાં વાછરડાએ સૌ-કોઇની આંખો ભીની કરી દીધી હતી. માં વિહોણા બનેલા વાછરડાને નગરપાલિકાના એક કર્મચારીએ દત્તક લઇને તેનું ભરણ પોષણ કરવાનો નિર્ણય લીધો છે. આ અનોખી ઘટનાથી સ્થાનિક રહીશોમાં પણ સંવેદનાથી આંખો ભરાઈ આવી હતી અને લોકોમાં વાછરડાના માતૃ વિયોગનો કલ્પાંત અનુભવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ