ગીરના જંગલમાં ક્યારેય ન બન્યું હોય એવું દ્રશ્ય જોવા મળ્યું, સિંહણ પાછળ દોડી તો ઝાડ પર ચઢી ગયો દીપડો અને પછી…

ગીરનું જંગલ તેમાં વસવાટ કરતા વિવિધ જંગલી પ્રાણીઓ માટે પ્રખ્યાત છે. ખાસ કરીને સિંહને જોવા માટે દુર દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે. ઘણી વાર જંગલમાં એવી ઘટના બને છે જે લોકોને વિચારતા કરી મુકે છે. આવો જ વીડિયો સામે આવ્યો છે જેમા દીપડો પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયો. હાલમાં આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ગીર જંગલમાં ઝાડ પર ઉભેલા દીપડા અને નીચે ઉભેલા સિંહ એકબીજા સામે જોઇને ઘૂરકિયાં કરતા હોય એવો ફોટો અને સાથે એક ઝાડ પરથી નીચે ઉતરીને ભાગતા દીપડાનો પીછો કરતા સિંહનો એક વીડિયો વાયરલ થયા છે. તાજેતરમાં જ બનેલી આ ઘટના ત્રણેક દિવસથી સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે. જેને જોઈને લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

સિંહ આવી જતાં દીપડાએ મેદાન છોડવું પડ્યું

image source

આ વાયરલ થયેલાવાયરલ થયેલા ફોટો અને વીડિયો એકજ બનાવના છે કે જુદા જુદા એ કહેવુ જોકે મુશ્કેલ છે. પણ વીડિયો માંડ ત્રણેક દિવસ પહેલાં જ કમલેશ્વર ડેમ નજીક સવારના સમયનો હોવાની ચર્ચાઓ ઉઠી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો, એક દીપડાએ હરણનું મારણ કર્યા બાદ તેને આરોગે એ પહેલાં સિંહ આવી જતાં તેણે મેદાન છોડવું પડ્યું હતું. ત્યાર બાદ દીપડો એક ઝાડ પર ચઢી જાય છે. દિપડો ઝાડ પર છે અને નીચે સિંહ ઉભો છે. સિંહ દીપડાના નીચે ઉતરવાની રાહ જોઈ રહ્યો છે. જેથી તે હુમલો કરી શકે. જેના બાદ વૃક્ષ પરથી નીચે ઉતરીને ભાગતાં દીપડા પાછળ સિંહ દોટ મૂકતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે જોવાની લોકોને મજા પડી રહી છે. વાયરલ વીડિયોમાં સિંહથી બચવા દીપડો ઝાડ પર ચઢી જાય છે અને પછી છલાંગ મારી ભાગી છુટે છે અને સિંહ તેનો પીછો કરતાં નજરે પડે છે.

આ વીડિયો કમલેશ્વર ડેમનો હોવાનું અનુમાન

image source

આ વીડિયો ત્રણેક દિવસ પહેલા કમલેશ્વર ડેમ નજીક સવારના સમયનો હોવાનું કહેવાઈ રહ્યું છે. તો સાથે જ સિંહ દર્શન માટેના રૂટ નં. 1, 3, 4 અને 7 નજીકનો આ વિસ્તાર હોવાનું જાણકારોનું માનવું છે. જોકે, વાયરલ થયેલા ફોટો અને વીડિયો એક જ ઘટનાના છે કે અલગ અલગ ઘટનાના તે અંગે અવઢવ છે. વાયરલ વીડિયો ગીરના જંગલનો હોવાનું પ્રાથમિક તારણ છે, પરંતુ ચોક્કસ રીતે ક્યાં વિસ્તારનો છે તે અંગે અસમંજસ છે.

સિંહ અને દિપડા વચ્ચેના ઘર્ષણનો વીડિયો વાયરલ

image source

સોશિયલ મીડિયામાં સિંહ અને દિપડા વચ્ચેના ઘર્ષણનો વીડિયો વાયરલ થયો છે. અને ખૂબ જોવાઈ પણ રહ્યો છે. વન્ય પ્રાણીઓ વચ્ચેના આ પ્રકારના વીડિયો ભાગ્યે જ કેમેરામાં કેદ થાય છે. સામાન્ય સંજોગોમાં વાઈલ્ડ લાઈફ ચેનલો પર આફ્રિકાના જંગલોમાં આવા દ્રશ્યો જોવા મળતા હોય છે. પરંતુ પહેલી વખત ગીરના જંગલનો આ પ્રકારનો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. આમ તો દીપડો લોકોને ભગાવતો હોય છે પરંતુ આ કિસ્સામાં ખુદ દીપડો પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ