વિરાટ-અનુષ્કા બાળકીના ચેકઅપ માટે પહોંચ્યા હોસ્પિટલ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ થોડા દિવસો પહેલા જ સ્વસ્થ પુત્રીને જન્મ આપ્યો છે. અનુષ્કા માતા બન્યા બાદ પહેલી વાર તેના પતિ વિરાટ કોહલી સાથે જાહેરમાં જોવા મળી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા એક સાથે બાંદ્રામાં જોવા મળ્યા હતા. વિરાટ કોહલી અને અનુષ્કાની દીકરીની એક ઝલક જોવા માટે લોકો તલપાપડ છે તેવામાં આ બંનેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જો કે દીકરીના જન્મ બાદ જાહેરમાં જોવા મળેલા વિરાટ અને અનુષ્કાએ ફોટોગ્રાફર્સને જોતાની સાથે જ બંનેએ પોઝ આપ્યા હતા.

image source

માતા બન્યા બાદ પહેલીવાર અનુષ્કા જાહેરમાં જોવા મળી હતી. આ ફોટોમાં જોઈ શકાય છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો લુક પણ ખાસ હતો. અનુષ્કા શર્મા ડેનિમ જિન્સ અને શર્ટમાં જોવા મળી રહી છે, જ્યારે વિરાટ બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. બંનેએ માસ્ક પણ પહેર્યા છે.

image source

વાયરલ થયેલા ફોટોમાં અનુષ્કા શર્મા પહેલાની જેમ જ ફીટ અને સ્ટાઇલિશ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી અનુષ્કા શર્માએ 10 દિવસ પહેલા એક પુત્રીને જન્મ આપ્યો છે. આ પાવર કપલ તેમની પુત્રીના ચેકઅપ માટે બ્રાંદ્રાની ક્લિનિક ખાતે પહોંચ્યા હતા. જો કે તેમણે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે તેમની દીકરીને કેમેરામાં ક્લિક કરવામાં ન આવે.

image source

ઉલ્લેખનીય છે કે ગત 11 જાન્યુઆરીના દિવસે અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને પોતાના ચાહકો સાથે પિતા બનવાની ખુશી શેર કરી હતી. તેમણે લખ્યું હતુ કે, આજે બપોરે અનુષ્કાએ એક સ્વસ્થ પુત્રીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને પુત્રી બંને સ્વસ્થ છે. પ્રેમ અને શુભેચ્છા માટે આભાર. આ સમયે અમને પ્રાઈવસીની જરૂર છે. આશા છે આ વાત તમે સમજશો.

image source

જણાવી દઈએ કે જન્મ પછીથી વિરાટ કોહલી અને અનુષ્કાએ તેમની દીકરીના ફોટો જાહેર કર્યા નથી. દીકરીના જન્મ પછીથી સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરો અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે અનુષ્કા શર્માની દીકરીની તસવીરો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ