બ્રેન બુસ્ટર હેલ્ધી અને ટેસ્ટી અખરોટનો હલવો બનાવવાની એકદમ યુનિક રેસિપી

આજે આપણે બનાવીશું બ્રેન બૂસ્ટર હેલ્ધી અને ટેસ્ટી અખરોટ નો હલવો બનાવવાની એકદમ યુનિક રેસિપી. YouTube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

સામગ્રી

  • ફોલેલા અખરોટ
  • દૂધ
  • મિલ્ક પાવડર
  • ખાંડ
  • ઘી

રીત

1- સૌથી પહેલા આપણે સો ગ્રામ અખરોટ ને મિક્સર માં પીસી લઈશું. હવે પીસાય ગયું છે.હવે તેને સાઈડ માં મૂકી દઈશું.હવે એક બાઉલ લઈશું.હવે તેમાં બે ચમચી મિલ્ક પાવડર લઈશું.તેમાં આપણે એક વાડકી દૂધ નાખીશું.દૂધ ને આપણે ધીમે ધીમે નાખતા જઈશું.અને હલાવતા રહીશું.હવે તે રેડી થઈ ગયું છે.

2- હવે એક પેન લઈશું.તેમાં થોડું ઘી નાખીશું.ઘી વધારે નથી લેવાનું કારણ કે અખરોટ માં પોતાનું તેલ હોય છે તે છૂટું પડે છે. પછી વધારે તેલ લાગશે.હવે ઘી ગરમ થઇ ગયું છે.હવે જે પીસેલા અખરોટ ને એડ કરીશું.

3- હવે તેને થોડી વાર શેકી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે વધારે ઘી ની જરૂર નથી.આ હલવો બધા માટે બહુ બેનીફીટ છે. સ્પેશ્યિલ નાના બાળકો માટે તો ખૂબ જ બેનીફીટ છે.હવે આ શેકાઈ ગયું છે.હલકી સુગંધ આવે છે.

4- હવે જે મિક્સર રેડી કર્યું હતું તે એડ કરીશું.અને હલાવતા રહીશું.તેને ધીમા તાપે હલાવતા રહેવું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સાઈડ પરથી ઘી છુટુ પડવા માંડ્યું છે.અને જે દૂધ નાખ્યું હતું તે પીવાય ગયું છે.હવે આ સ્ટેજ પર ખાંડ નાખીશું.આપણે લગભગ એક મોટી ચમચી ખાંડ નાખીશું.

5- હવે ખાંડ ને ઓગળવા દઈશું. અને આ ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે.અને નાના બાળકો ને તો બવ જ ભાવે છે.હવે ઘી છૂટુ પડી ગયું છે.તો હવે ગેસ બંધ કરી દઈશું.તો ચાલો હવે તેને સર્વે કરીશું.હવે ગરમા ગરમ અખરોટ નો હલવો તૈયાર થઈ ગયો છે.તેને તમે જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

YouTube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.