5 દિવસમાં 7 લાખ 86 હજાર 842 હેલ્થકેર વર્કર્સને અપાઈ રસી

શવિનારથી સમગ્ર ભારતમાં રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. તેમા સૌ પ્રથમ કોરોના વોરિયર્સ એવા ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ સહિત ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે દેશમાં હાલ વેક્સિનેશનનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે, જે અતર્ગત 7 લાખથી વધુ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

image source

આ પ્રથમ તબક્કામાં કોઈ ખાસ આડ અસર સામે આવી નથી. થોડા ઘણા કેસ સામે આવ્યા હતા જે લોકોને ઉલટી, ચક્કર, તાવ અને માથુ દુખવા જેવી સામાન્ય ફરિયાદ જોવા મળી હતી. તો બીજી તરફ એ પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોને ગંભીર બીમારી હોય અને દવા ચાલતી હોય તો તેમણે ડોક્ટરની સલાહ બાદ જ રસી લેવી.

પીએમ મોદી સહિતના મંત્રીઓ વેક્સિન લેશે

image soucre

પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ બીજો તબક્કો શરૂ થશે અને બીજા તબક્કામાં પીએમ મોદી અને અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ રસી લગાવશે. તમને જણાવી દઈએ કે રસીકરણના બીજા તબક્કામાં દેશના 75% સાંસદ, મુખ્યમંત્રી અને નેતાઓને રસી અપાશે જેમની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ છે. નોંધનવિય છે કે કોરોના રસીને લઈને ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સહિત વિપક્ષના અમુક નેતાઓએ કહ્યું હતું કે, વડાપ્રધાને પહેલા પોતે વેક્સિન લેવી જોઈતી હતી.

બીજો તબક્કો ક્યારે શરૂ થશે તે હજુ સ્પષ્ટ નથી

image source

તો બીજી તરફ આ બિજા તબક્કામાં સેના, અર્ધસૈનિક દળના જવાનો અને 50 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે હજી સુધી એ સ્પષ્ટ નથી કે બીજો તબક્કો ક્યારથી શરૂ થશે. પરંતુ બીજા તબક્કાની ગાઈડલાઈન નક્કી છે. આ તબક્કામાં પીએમ મોદી સહિત મોટાભાગના રાજ્યોના સીએમ, રાજ્યપાલ સહિત ઘણા વીવીઆઈપી લોકોને રસી આપવામાં આવશે.

7 લાખ 86 હજાર 842 હેલ્થકેર વર્કર્સને વેક્સિન અપાઈ

image source

તમને જણાવી દઈએ કે પહેલા તબક્કાનું વેક્સિનેશન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું. જેમાં 3 કરોડ ફ્રન્ટલાઈન વર્ક્સને વેક્સિન લાગે છે. ત્યારપછી 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બિમારીઓ ધરાવતા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન લગાવાશે. નોંધનિય છે કે કોરોના વેક્સિનેશનની શરૂઆત કરતા મોદીએ કહ્યું હતું કે, તમારે કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન દેવાની જરૂર નથી. દેશના વૈજ્ઞાનિકોની વિશ્વમાં બહુ વિશ્વસનીયતા છે. તમને જણાવી દઈએ કે સરકારી આંકડાના જણાવ્યા પ્રમાણે 5 દિવસમાં વેક્સિનેશનના 14,119 સેશન થયા. જેમાં 7 લાખ 86 હજાર 842 હેલ્થકેર વર્કર્સને વેક્સિન અપાઈ છે. નોંધનિય છે કે વિશ્વમાં વેક્સિનને લઈને ભારત વર્ષોથી અગ્રીમ સ્થાન ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ