ઇવાન્કાની ફોટોશોપ કરેલી તસવીર સોશિયલ મીડિયામાં થઇ ખૂબ જ વાયરલ, જાણો શું જવાબ આપ્યો

દિલજીત દોસાંજ સાથેની પોતાની તસ્વીર જોઈ ઇવાંકા ટ્રમ્પે કહ્યું થેંક યુ

image source

અમેરિકન પ્રેસિડેન્ટ ડેનાલ્ડ ટ્રંપ પોતાના કુટુંબ સાથે થોડા દિવસ પહેલાં ભારતની મુલાકાતે આવ્યા હતાં. તે વખતે આખોએ દેશ ઘણો ચર્ચામાં રહ્યો હતો. તેમની મુલાકાત દરમાયન બન્ને દેશો વચ્ચે ઘણી બધી મહત્ત્વની સમજૂતીઓ થઈ.

તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ભવ્ય રીતે ટ્રમ્પ અને તેના કુટુંબનું ભારતમાં સ્વાગત કર્યું હતું તે નજારો જોવા જેવો હતો. અમદાવાદની મુલાકાત લીધા બાદ ટ્રમ્પની સાથે તેની દીકરીએ પણ આગરાના તાજમહેલની મુલાકાત લીધી હતી. તેની આ મુલાકાત બાદ સોશિયલ મિડિયા પર તેની મુલાકાતની કેટલીક તસ્વીરો વાયરલ થઈ હતી. અને ત્યાર બાદ તે તસ્વીરને લઈને અસંખ્ય મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા હતા.

image source

પણ આ બધામાં ખાસ મીમ જો કોઈનું હોય તો તે હતું પંજાબી સિંગ દિલજીત દોસાંજનું. આપણે બધા સારી રીતે જાણીએ છે કે પંજાબી સિંગર દિલજીત દોસાંજ અવારનવાર વિવિધ જાતના મિમ્સ શેર કરતાં રહે છે. અને આ વખતે તેમણે ઇવાંકા સાથેનું એક મિમ શેર કરતાં લખ્યું, ‘ઇવાંકા પાછળ જ પડી ગઈ હતી અને કહી રહી હતી કે તાજમહેલ જોવા જવો છે. પછી હું લઈને ગયો, બીજું શું કરતો ?’

પણ તમને જણાવી દઈએ કે દીલજીતનું આ ટ્વીટ કરેલું મીમ છેવટે ઇવાંકા સુધી પહોંચી જ ગયું અને કેમ ન પહોંચે દીલજીતના ચર્ચા માત્ર ભારત સુધી જ થોડી સિમિત છે વિદેશમાં પણ તેના ઘણા ફેન્સ છે. દિલજીતનું આ ટ્વીટ ઇવાંકાએ જોઈ લીધું અને સુંદર પ્રતિક્રિયા પણ આપી, ‘આભાર મને સુંદર તાજમહેલ દેખવા લઈ જવા માટે. આ અનુભવ હું ક્યારેય નહીં ભૂલું.’ આ ટ્વીટ સાથે ઇવાંકાએ આંખ મિચકારતું એટલે કે મજાક કરતું એક ઇમોજી પણ શેર કર્યું છે.

માત્ર આટલું જ નહી પણ ઇવાંકાને લઈને બનેલા અન્ય મિમ્સ પર પણ ઇવાંકાએ પ્રતિક્રિયાઓ આપી હતી. દીલજીત દોસાંજના આ મિમ્સ પર કેટલાકે ટ્વીટ કરતાં લખ્યું છે કે પાજી તમે મોડા પડ્યા. અને તેમ કરીને ઇવાંકા સાથે તાજમહેલની મુલાકાત લેતા બીજા એક યુવકની તેમજ મનોજ બાજપાઈની તસ્વીર પણ મિમ્સ તરીકે શેર કરી હતી. તો વળી એક તસ્વીરમાં ઇવાંકા કોઈ સાઇકલવાળાની પાછળની સીટ પર પણ જોવા મળી છે.

ઇવાંકાએ આ બધા જ મિમ્સ વિષેની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે હું ભારતીયોના હુંફાળા સ્વાગતની સરાહના કરું છું. મેં ઘણા નવા મિત્રો બનાવ્યા છે. આમ ઇવાંકના મજાકિયા સ્વભાવનો પણ આપણને ખ્યાલ આવી જાય છે. ઇવાંકાની આ પ્રક્રિયા ઘણા બધા ભારતીય ટ્વીટર યુઝર દ્વાર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અને તેણીના તેના માટે ખૂબ વખાણ પણ થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ