પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના રસ્તાઓ પર જોવા મળ્યા અખંડ ભારતના પોસ્ટર !

પાંચ ઓગસ્ટે જ્યારથી ભારતના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા અનુચ્છેદ 370ને નાબુદ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી સમગ્ર દેશમાં તો એક હલચલ મચી જ છે પણ સાથે સાથે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ હલચલ મચી ગઈ છે.


તાજેતરમાં સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 5 ઓગસ્ટે 370 અનુચ્છેદની નાબુદીની જાહેરાત બાદ પાકિસ્તાનના રસ્તાઓ પર બેનરો જોવા મળી રહ્યા છે જેની ખાસ વાત એ છે કે આ બેનરમાં મોટા અક્ષરોમાં “મહા ભારત તરફ એક કદમ” લખવામાં આવ્યું છે અને તેના ઉપર અખંડ ભારતનો નકશો મુકવામાં આવ્યો છે જેમાં ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન બધાને એક બતાવવામાં આવ્યા છે.


આ પોસ્ટરમાં શિવસેનાના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાવતનું અખંડ ભારતનું નિવદેન છાપવામાં આવ્યું છે. જે આ પ્રમાણે છે. “આજે જમ્મુ-કાશ્મીર લીધા છે, કાલે બલૂચિસ્તાન, પીઓકે લઈશું. મને વિશ્વાસ છે કે દેશના પ્રધાનમંત્રી અખંડ હિન્દુસ્તાનનું સપનું પુરુ કરશે.”

આ વિડિયો સોશિયલ મિડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. વિડિયો ઉતારનાર વ્યક્તિ જણાવે છે કે આવા પોસ્ટર ઇસ્લામાબાદ પ્રેસ ક્લબના રોડ પરના દરેક થાંભલાઓ પર લગાવવામાં આવ્યા છે.


વિડિયોમાં આ વ્યક્તિ જણાવે છે કે “ભારત અહીં આવીને આ પોસ્ટર લગાવી શકે છે, પણ શું આપણે દીલ્લી કે મુંબઈ જઈને આવા પોસ્ટર લગાવી શકીએ છે. આપણા પીએમ ઇમરાન ખાન અને આર્મી સેના આવું ક્યારેય નથી કહેતી, જો આપણે નથી કરી શકતા તો ઓછામાં ઓછું તેમને તો ના કરવા દે.”


જોકે શરૂઆતમા આ વિડિયો જ્યારે વાયરલ થયો ત્યારે તેને ફેક એટલે કે નકલી માનવામાં આવી રહ્યો હતો. પણ તાજેતરમાં જ ભાજપાના દિલ્લીના પ્રવક્તા તજિંદર પાલે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ વિડિયો શેયર કર્યો. માટે એટલું તો પાક્કું જ છે કે આ વિડિયો ફેક નહોતો.

બીજી બાજુ બીજો પણ એક વિડિયો વાયરલ થયો હતો જેમાં પાકિસ્તાનની પોલીસ રસ્તાઓના થાંભલા પરથી આ પોસ્ટર ઉતારતી દેખાઈ રહી છે. તેઓ કેટલા પોસ્ટર છે તેની ગણતરી કરી રહ્યા છે. પોસ્ટરો હટાવ્યા બાદ પોલીસે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે.


તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં 370 કલમને નાબુદ કર્યા બાદ પાકિસ્તાને તેની ચર્ચા કરવા માટે સંસદમાં એક બેઠક બોલાવી હતી જેમાં તેમના વડાપ્રધાન ઇમરાનખાન હાજર નહોતા રહ્યા જેને લઈને પાક સંસંદમાં ઘણો વિવાદ થયો હતો.

પાકિસ્તાને પોતાના સંસદીય સત્રની શરુઆત પાકિસ્તાનના સંસદીય મામલાના સંઘીય મંત્રી આજમ ખાન સ્વાતીએ કાશ્મીર ખીણમાં ભારતીય પગલાની નીંદા કરતા એક પ્રસ્તાવ રજુ કર્યો હતો.


આ સત્રના એજંડામાં અનુચ્છેદ 370માં સંશોધન સાથે સંબંધીત એક ખંડને ન જોડવાને લઈને વિપક્ષ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેના કારણે 20 મીનીટ માટે સત્રને સ્થગિત કરવું પડ્યું હતું. આ ઉપરાંત સંસદમાં ઇમરાનખાન ચોર હૈના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ભારત સરકારના આ પગલાએ યુદ્ધ કર્યા વગર જ પાકિસ્તાનને હચમચાવી દીધું છે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ