રિયાલીટી શો હોસ્ટ કરતા આ એંકરો વસૂલે છે એક એપિસોડના લાખો રૂપિયા ! તેમાંના એકની ફી તો એક કરોડ ઉપર છે !

છેલ્લા એક દોઢ દાયકાથી ટેલિવિઝન પર રિયાલીટી શોનું પ્રભુત્વ વધી રહ્યું છે. આજે દરેક મુખ્ય ચેનલો પર કોઈને કોઈ રિયાલીટી શો ચાલતો હોય છે અને એક શો બંધ થાય કે તરત જ બીજો શો શરૂ કરી દેવામાં આવે છે. બે અઢી દાયકા પહેલાંનો કોઈ રિયાલીટી શો યાદ કરો તો તમને બૂગીવૂગી કે પછી સારેગામાપા યાદ આવશે અને તે વખતે આપણને એ પણ નહોતી ખબર કે તેને રિયાલીટી શો કહેવાય છે.

આજે આ રિયાલીટી શોમાં ભાગ લેનારા કન્ટેસ્ટન્ટ તો પ્રસિદ્ધ થઈ જાય છે પણ તેમને પ્રેઝેન્ટ કરનારા શોના હોસ્ટ પણ દર્શકોને ભરપુર મનોરંજન પુરુ પાડે છે. પણ તેમને આ મનોરંજન પુરુ પાડવા માટે અઢળક રૂપિયો મળે છે તે તો તમને ખબર જ હશે પણ કેટલા મળે છે તે નહીં ખબર હોય તો તે જાણવા આગળ વાંચો.

ડાંસીંગ સુપર સ્ટાર હોસ્ટ કરતો રાઘવ જુએલ

રાઘવ જુએલ ડાંસીંગ સુપર સ્ટાર ઉપરાંત દિલ હૈ હિન્દુસ્તાની સિરિયને પણ હોસ્ટ કરી રહ્યો છે. તેના સ્લોમોશન સાથે સાથે તેની મનોરંજક યજમાની પણ પ્રેક્ષકોને ખુબ હસાવે છે. રાઘવ એક એપિસોડ હોસ્ટ કરવાના 2 લાખથી 4 લાખ રૂપિયા ચાર્જ કરે છે

ડાન્સ ઇન્ડિયા ડાન્સ હોસ્ટ – જય ભાનુશાળી

હીન્દી સીરીયલ તેમજ હીન્દી ફિલ્મોમાં કામ કરનાર જય ભાનુશાળી રીયાલીટી ટીવી હોસ્ટ કરવાનું કામ પણ ખુબ સારી રીતે કરી જાણે છે. તે પર એપિસોડ રૂપિયા 4લાખ સુધીનો ચાર્જ કરે છે.

સુપર ડાન્સર હોસ્ટ – રિત્વિક ધનંજાની

સિરિયલ પવિત્ર રિશ્તા સાથે સફળ કારકીર્દીની શરૂઆત કરનાર રિત્વિક ધનંજાની હવે એક અભિનેતાની જગ્યાએ ફુલ ટાઈમ હોસ્ટ બની ગયો છે તેણે અત્યાર સુધીમાં સુપર ડાન્સર, ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ અને નચ બલિયે જેવા રિયાલીટી શોને હોસ્ટ કર્યા છે જે માટે તે દર એપિસોડે રૂપિયા 4થી 5 લાખ ચાર્જ કરે છે.

દિલ હૈ હિન્દુસ્તાની હોસ્ટ કરતી સીંગર મુક્તિ મોહન

મુક્તિ મોહન એક સુંદર અવાજ ધરાવે છે. જો તમે કદાચ પદ્માવત ફિલ્મનું ગીત નેનો વાલેને… સાંભળ્યું હશે તો તમને ખ્યાલ હશે કે તેણી વાસ્તવમાં ખુબ જ મધૂર અવાજ ધરાવે છે. મુક્તિ એક શોમાં હોસ્ટ કરવા માટે દર એપિસોડે 1થી 2 લાખ રૂપિયાચાર્જ કરે છે.

જઝબાત શોના હોસ્ટ રાજીવ ખંડેલવાલ

રાજીવ ખંડેલવાલે હીન્દી ટીવી સીરીયલથી પોતાની એક્ટીંગ કેરિયરની શરૂઆત કરી હતી અને તેમને તેમાં ખુબ જ સફળતા મળી હતી ત્યાર બાદ તેમણે ફિલ્મોની વાટ પકડી જેમાં તેમને કંઈ ખાસ સફળતા ન મળી પણ હાલ તેઓ જઝબાત શોને હોસ્ટ કરી રહ્યો છે જેના તેને 4થી 5 લાક રૂપિયા મળે છે.

જીંદગી કે ક્રોસ રોડ હોસ્ટ – રામ કપૂર

રામ કપૂર છેલ્લા અઢી દાયકાથી મનોરંજન જગતમાં છે. તેમણે નેવુના દાયકામાં હીન્દી સીરીયલમાં અભિનય કરી કેરિયરની શરુઆત કરી હતી. હાલ પણ તેઓ બીગ બજેટ મૂવીઝમાં અવારનવાર જોવા મળે છે. તે હાલ જિંદગી કે ક્રોસ રોડ શોને હોસ્ટ કરી રહ્યો છે જેના તેને દર એપિસોડે 10થી 12 લાખ રૂપિયા મળે છે.

સબસે સ્માર્ટ કૌન હોસ્ટ – રવિ દૂબે

રવિ દૂબે છેલ્લા એક દાયકાથી મનોરંજન જગત સાથે જોડાયેલા છે તેમણે ઝી ટીવી પર આવતી જમાઈ રાજા સિરિયલમાં પણ લીડ રોલ કર્યો છે. હાલ તેઓ સબસે સ્માર્ટ કૌન હોસ્ટ કરી રહ્યો છે જેના તે દર એપિસોડે 7થી 8 લાખ રૂપિયા વસુલે છે.

ઇન્ડિયન આઇડલ શો હોસ્ટ – મનીષ પૌલ

મનોરંજન જગતના સૌથી મોંઘા હોસ્ટમાં મનીષ પૌલનું નામ આવે છે. તે એક સાથે ઘણા બધા શો હોસ્ટ કરવાની આવડત ધરાવે છે. તેમજ તેમની સ્ટેજ પરની રમૂજો લોકોને ખુબ જમનોરંજન પુરુ પાડે છે તેમની આ જ આવડતના કારણે તે આજે એક સફળ હોસ્ટ છે. તે એક શોને હોસ્ટ કરવાના 1 કરોડ રૂપિયાથી પણ વધારે ચાર્જ કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ