આ ઘર્મના લોકો મૂછને માને છે ખૂબ જ પવિત્ર, જાણો તેની પાછળ શું છે કારણ…

આ ધર્મના લોકો માટે મૂંછ હોય છે પવિત્ર, અનુયાયી જીવે ત્યાં સુધી નથી અડાડતા કાતર

image source

શરાબી ફિલ્મનો એ પ્રખ્યાત ડાયલોગ આજે પણ લોકોના મોઢે છે જેમાં અમિતાભ બચ્ચન બોલે છે કે મૂંછે હોય તો નથ્થુલાલ જેસી હોય વરના ના હોય.

આ વાત તો થઈ ફિલ્મોની હવે વાત કરીએ વાસ્તવિક જીવનની તો દુનિયામાં એક એવો ધર્મ પાડતા લોકો પણ છે શોખ માટે નહીં પણ ધાર્મિક માન્યતાના કારણે મૂંછ રાખે છે.

image source

આ ધર્મના અનુયાયી જીવે ત્યાં સુધી મૂંછ કાપતા નથી. આ ધર્મના લોકો અન્ય કેટલીક પરંપરાઓનું પાલન કરે છે જે અન્ય કરતાં તેમને અલગ પાડે છે.

તો ચાલો જાણીએ યારસાન ધર્મની કેટલીક અનોખી પરંપરા વિશે

ઇરાનના પ્રાચીન ધર્મોમાંથી એક યારસાન પણ અલગ ધર્મ છે. તેની માન્યતાઓ, પરંપરાઓ, ભક્તિ અને પૂજા સ્થળ અન્ય ધર્મોથી અલગ છે.

image source

યારસાન ધર્મમાં ઘણી વાતો એવી છે જે અન્ય ધર્મોમાંથી લેવામાં આવી છે. તેના અનુયાયીઓને ‘અહલે હક’ કહેવામાં આવે છે. આ ધર્મના સ્થાપકનું નામ સુલ્તાન સહાક હતું, જેમણે 14 મી સદીમાં તેનો પાયો નાખ્યો હતો.

યારસાન સમુદાયના લોકો સુલ્તાન સહાકને ભગવાનની સાત નિશાનીઓમાંથી એક માને છે. આ ધર્મના અનુયાયીઓ પણ હિન્દુ ધર્મના લોકોની જેમ પુનર્જન્મમાં વિશ્વાસ છે.

image source

તેઓ માને છે કે આત્માનું ચક્ર ચાલતું જ રહે છે અને પછી જ તેઓ શુદ્ધતા પ્રાપ્ત કરે છે અને ભગવાન પાસે જાય છે. યારસાની સૂર્ય અને અગ્નિને પવિત્ર માને છે. તેમના ધર્મમાં ધાર્મિક વિધિઓ અને અનુષ્ઠાનને ગુપ્ત રીતે કરવાની પરંપરા છે.

યારસાણી એક ખાસ પ્રકારનું વાદ્ય યંત્ર વગાડે છે જેને ‘તંબૂર’ કહેવાય છે. ભગવાન સાથે તેમનો સંબંધ દર્શાવવા માટે યારસાણી ઓક્ટોબર અને નવેમ્બરમાં ત્રણ દિવસ ઉપવાસ કરે છે. આ દરમિયાન તેઓ તેમના વિસ્તારોમાં સૂર્યના ડૂબ્યા પછી એક સાથે વ્રતના પારણા કરે છે.

image source

યારસાણીએ ખાસ પ્રકારની રોટલી ખાય અને જ વ્રત તોડે છે. ફળમાં યારસાણી દાડમને પવિત્ર માને છે. તેનો ઉપયોગ ધાર્મિક કાર્યક્રમોમાં આસ્થા સાથે કરવામાં આવે છે. તેમના પ્રાર્થનાના સ્થળને ‘જામ ખાના’ કહેવામાં આવે છે. જ્યાં દર મહિને લોકો એકત્ર થાય છે અને સાથે મળી ભગવાનની પૂજા કરે છે.

જામખાનમાં જતાં પહેલા યારસાનીઓએ માથા પર ખાસ પ્રકારની ટોપી પહેરવી પડે છે. આ અનોખી પરંપરાઓ સાથે અન્ય એક પરંપરા પણ આ ધર્મના પુરુષો પાળે છે. જે અનુસાર યારસાન ધર્મના પુરુષ અનુયાયીઓ ક્યારેય તેમની મૂછો કપાવતા નથી. પુરુષો મૂછોને તેમના ધર્મના પવિત્ર પ્રતીક તરીકે માને છે.

image source

યારસાનીઓની સંખ્યા કેટલી છે તે કહેવું તો મુશ્કેલ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તેમની જનસંખ્યા અંદાજે 10 લાખ આસપાસ છે.

યારસાનીઓની મોટાભાગની વસ્તી કુર્દ બહુલ્ય ધરાવતા પશ્ચિમી ઈરાનમાં વસવાટ કરે છે. હુકૂમત ઈરાન નજીક તેમની ઓળખ સૂફી મતમાં વિશ્વાસ રાખતા શિયા મુસલમાન તરીકે થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ