ચહેરા પર પડતી કરચલીઓને રોકવા આ રીતે કરો બદામનો ઉપયોગ…

ચહેરા પરની કરચલી રોકવામા બદામ નો ફાળો.

image source

આરોગ્ય માટે બદામ ગુણકારી ગણાય છે.બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં બદામ નોંધનીય ફાળો છે. બદામ બ્રેઈન ફૂડ એટલે કે મગજ નો ખોરાક ગણાય છે.

આપણે યાદશક્તિ વધારવા માટે બદામ ખાવાનું કહેતા ઘણા વડીલો ને સાંભળ્યા હશે.પરંતુ બદામનો એક બીજો મહત્વપૂર્ણ ઉપયોગ છે ,જે અંગે બહુ ઓછા પ્રમાણમાં માહિતી છે.

image source

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસના તારણ મુજબ નિયમિત બદામ નો વપરાશ મહિલાઓમાં મેનોપોઝના સમયગાળા દરમિયાન અને ઉંમરને કારણે ચહેરા પર પડતી કરચલીઓ પણ ઓછી કરે છે.

સ્વસ્થ ત્વચા જાળવવા માટે નિયમિત યોગ્ય માત્રામાં બદામ ખાવી જોઈએ.

image source

બદામની ત્વચા પર થતી અસર અંગે અભ્યાસ કરવા માટે કેટલાક લોકોને ખાસ પસંદ કરીને તેમની ત્વચાની પહેલા ચકાસણી કરીને તેના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા, ત્યારબાદ તેમના બદામના ઉપયોગ બાદ ત્વચાની ચકાસણી કરવામાં આવી હતી.

બદામનો ઉપયોગ શરૂ કર્યાના ચાર અઠવાડિયે , ૮ અઠવાડિયે ,બાર અઠવાડિયે અને ૧૬ અઠવાડિયા બાદ પણ સ્કિનની ફરી ચકાસણી કરવામાં આવતા તેમની ત્વચા માં નોંધપાત્ર સુધારો જણાયો હતો.

image source

નિષ્ણાતો બદામને એન્ટી એજિંગ ખોરાક કહી રહ્યા છે.

બેંગ્લોરના ડર્મેટોલૉજિસ્ટ ડૉ જણાવે છે કે બદામ એન્ટી એજિંગ ફૂડ છે.

image source

 

બદામમાં રહેલા વિટામિન્સ, દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર, પ્રોટીન, ઓમેગા થ્રી ફેટી એસિડ, ઓમેગા 6 ફેટી એસિડ, ઝીંક કેલ્શિયમ મેગ્નેશિયમ અને વિટામિન ઈ ઉપરાંત બદામમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો નુકસાનકારક રેડિકલ્સ નો નાશ કરે છે જેને કારણે ત્વચા યુવાન રહે છે .

અન્ય એક ડર્મેટોલૉજિસ્ટ ડોક્ટર રજા શિવાના જણાવ્યા મુજબ બદામમાંથી વિપુલ માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ વિટામિન ઈ તથા અન્ય જરૂરી ફેટી એસિડ અને polyphenols મળી રહે છે જે પોસ્ટ મોનોપોઝ ના સમયગાળામાં પણ મહિલાઓ માટે ઉપયોગી સાબિત થાય છે.

image source

મેનોપોઝના સમય દરમિયાન હોર્મોન્સમાં બદલાવ આવે છે. અસંતુલિત હોર્મોન્સને કારણે ત્વચા ઉપર નકારાત્મક અસરો ઊભી થાય છે ત્યારે બદામ ત્વચાને સુરક્ષા કવચ પુરું પાડે છે એમ કહી શકાય. નિયમિત આહારમાં બદામ નો ઉપયોગ ત્વચાને ઉંમરલાયક થતાં રોકે છે.

image source

આંતરિક રીતે નુકસાન પામેલી ત્વચા ને પણ બદામમાં રહેલા પોષક તત્વો સુધારે છે, નવા સેલ બનાવવામાં પણ બદામમાં રહેલા પોષક તત્વો મદદરૂપ બને છે અને સ્કિનનું ટેક્સ્ચર પણ સુધારે છે. બદામમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ ત્વચાના કોષને મજબૂત બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ