જાણો સાપ અને અજગર વિશેના આ તથ્યો, જાણીને નવાઇ લાગશે તમને પણ

સાપનું નામ સાંભળતા જ ઘણા ખરા લોકોના રૂંવાડા ઉભા થઇ જાય છે તો ક્યારેક નજરો નજર સાપને નિહાળીએ ત્યારે બે – ત્રણ દિવસ સુધી સાપના વિચારો મગજમાં જ ઘુમતા રહે છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયામાં લગભગ 2500 થી વધુ સાપની જાતો જોવા મળે છે પરંતુ સાપ વિશેની એવી અનેક જાણકારીઓ અને તથ્યો છે જેના વિષે બહુધા લોકો નથી જાણતા.

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપણે સાપ વિષે થોડા અજબ ગજબ પ્રકારના તથ્યો અંગે જણાવવાના છીએ જેના વિષે જાણીએ તમને નવાઈ લાગ્યા વિના નહિ રહે.

image source

આ બધા સાપો જીવલેણ નથી હોતા. 2500 જાતોમાંથી લગભગ 20 ટકા જાતો એવી હોય છે જે જાતના સાપો ઝેરીલામાનવામાં આવે છે અને તેના કરડવાથી માણસનું મૃત્યુ થવાનો ભય છે. એવું મનાય છે કે પૃથ્વી પર સાંપોનુ અસ્તિત્વ લગભગ ડાયનાસોર યુગના સમયથી છે એટલે કે અંદાજિત 13 કરોડ વર્ષ જેટલા સમયથી સાપો પૃથ્વી પર છે.

image source

એ વિષે તો લગભગ દરેક માણસ જાણે છે કે અમુક સમય બાદ સાપ પોતાના શરીરની ઉપરની ત્વચા એટલે કે કાંચળી ઉતારી દે છે. પણ તમે એ નહિ જાણતા હોય કે એક વર્ષમાં એક સાપ કેટલી વખત કાંચળી ઉતારે છે. તો તેનો જવાબ એ છે કે સાપ વર્ષમાં ત્રણ વખત પોતાના શરીરની કાંચળી બદલે છે. ઉલ્લખનીય છે કે એક વખત કાંચળી કાઢી નાખ્યા બાદ સાપ પોતાને પહેલા કરતા વધુ સ્ફૂર્તિલો અને ફ્રેશ અનુભવે છે.

image source

આપણા ભારત દેશની વાત કરીએ તો આ દેશમાં દર વર્ષે લગભગ અઢી લાખ જેટલા લોકોને સાપ કરડવાની ઘટના બને છે. જે પૈકી અંદાજિત 50 હજાર લોકો જેટલા લોકો પોતાનો જીવ ખોઈ બેસે છે.

સાપ વિષે એક અન્ય જાણવા જેવી માહિતી એ પણ છે કે સાપ પરિવારના જ સભ્ય એવા અજગર પોતાના શિકારને ક્યારેય ચાવતા નથી પરંતુ સીધે સીધા ગળી જ જાય છે એટલું જ નહિ પરંતુ પોતાના કરતા મોટા કદ ધરાવતા પ્રાણીનો શિકાર કરવાની હિંમ્મત પણ કરી નાખે છે.

image source

ખાસ કરીને દુનિયાના સૌથી વજનદાર સાપ તરીકે ઓળખાતા એવા એનાકોન્ડા અજગરની શિકાર કરવાની રીત સૌથી અલગ અને ગ્રીપવાળી હોય છે જેના મોં માંથી બચીને નીકળવું લગભગ કોઈપણ જીવ માટે અતિ મુશ્કેલ છે. તે નીલગાય અને હરણ જેવા પ્રાણીઓને પણ આખેઆખા ગળી જવાની ક્ષમતા ધરાવે છે.

એ પણ જાણવા જેવું છે કે એનાકોંડા સાપનું વજન 550 પાઉન્ડ સુધીનું હોય છે. એ સિવાય કિંગ કોબ્રા તરીકે ઓળખાતા સાપને દુનિયાનો સૌથી લાંબો સાપ ગણવામાં આવે છે જેની લંબાઈ લગભગ 18 ફૂટ જેટલી હોય છે.

image source

એ ઉપરાંત જે સાપો પાણીમાં રહે છે તે સાપો વિષે એવું કહેવાય છે કે તે શ્વાસ લેવા માટે પોતાના શરીરની ત્વચાનો ઉપયોગ કરે છે. પાણીમાં જીવન વિતાવનાર સાપો એન્ટાર્કટિકા સિવાય દુનિયાભરના અનેક સમુદ્રો અને નદીઓમાં જોવા મળે છે.

image source

દુનિયાના સૌથી ઝેરીલા સાપની વાત કરવામાં આવે તો બ્લેક મામ્બા તેમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે જે આફ્રિકાના ટાપુઓ પર રહે છે. દુનિયાના પ્રાપ્ત કુલ સાપોની સંખ્યાના 70 ટકા જેટલા સાપો ઈંડા આપીને 30 ટકા જેટલા બચ્ચાને જન્મ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ