જોઇ લો તસવીરોમાં રિયલ લાઇફમાં ‘બબીતાજી’ એટલે કે મૂનમૂન દત્તા કેવી બિંદાસ લાઇફ એન્જોય કરે છે.

‘બબીતાજી’ એટલે કે મૂનમૂન દત્તા છે રિયલ લાઈફમાં કંઈક આવી – ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ વિરુદ્ધ કરી હતી પોલીસ કમ્પ્લેઇન

image source

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિઝ છેલ્લા 12 વર્ષથી સમગ્ર દેશવાસીઓને મનોરંજન પૂરું પાડી રહી છે. આ સીરીયલના દરેકે દરેક પાત્રો ફિલ્મ શોલેના પાત્રોની જેમ જાણીતા બની ગયા છે. લોકોને જકડી રાખવા અને ભરપૂર મનોરંજન પુરુ પાડવા માટે શોમાં વિવિધ પ્લોટ રચવામાં આવે છે. હાલ સિરિયલમાં એક રસપ્રદ પ્લોટ ચાલી રહ્યો છે. હાલ શોમાં દરેક પાત્ર પોતાની માતૃભાષામાં વાત કરતું જોવા મળી રહ્યું છે. પણ આ દરમિયાન જેઠા લાલ, બબીતા અને ઐયર વચ્ચે ગેરસમજ ઉભી થઈ જાય છે. ત્યાર બાદ જેઠાલાલ, બબીતાજીને મનાવવાના પ્રયાસમાં લાગી પડ્યા છે. અને ચોક્કસ આ પ્લોટ પણ તમને ભરપૂર મનોરંજન મળી રહેશે.

image source

જેઠાલાલ બબીતાજીને મનાવવા માટે તેણીના ઘરે ગુલદસ્તો લઈને પહોંચી જાય છે અને બબીતાને રીક્વેસ્ટ કરે છે કે તેણી બંગાળીમાં ન બોલે તેમ થશે તો જેઠા લાલ તેમને સમજી નહીં શકે અને તેમની વચ્ચે વાત નહીં થઈ શકે તો બબીતા જવાબ આપે છે કે જેઠાલાલે પણ બંગાળી શીખી લેવું જોઈએ. તો જેઠા લાલ જણાવે છે કે તમે મને બંગાળી શીખવો. ત્યાર બાદ જેઠાલાલ બબીતાજીને જણાવે છે કે તેમને બંગાળીની એક લાઈન આવડે છે જે બચ્ચનજીએ તેમની એક ફીલ્મમાં બોલી હતી.

image source

જે છે આમી તોમાકે ભાલોબાશી. આ લાઈન બોલતાં જ ઐયર ઘરમાં પ્રવેશે છે અને તે આ આંભળી લે છે. આ સાંભળીને તે જેઠાલાલ પર ભારે ગુસ્સે થાય છે. અને ઐયર જેઠાલાલને જણાવે છે કે તેનો અર્થ આઈ લવ યુ થાય છે ત્યારે જેઠાલાલ ભોંઠા પડી જાય છે અને સાથે સાથે ચોંકી પણ ઉઠે છે. હવે આ લોકો વચ્ચેની ગેરસમજ ક્યારે અને કેવી રીતે દૂર થશે તે તો શોને જોવાથી જ ખબર પડશે પણ તેમાં પણ તમને ભરપૂર મનોરંજન મળી રહેશે.

image source

2008થી સતત આ શો ટીઆરપીમાં પોતાનુ સ્થાન બનાવતો આવ્યો છે. જેઠા લાલ એટલે કે દીલીપ જોશી આ સીરીયલ સાથે પહેલેથી જ જોડાયેલા છે તો બબીતાનું પાત્ર ભજવી રહેલી મુનમુન સેન પણ પહેલાં દીવસથી આ શો સાથે જોડાયેલી છે. આમ તો શોમાં બબીતાજીને સિમ્પલ બતાવામાં આવ્યા છે પણ વાસ્તવમાં તેણી અત્યંત ગ્લેમરસ જીવન જીવી રહી છે અને સોશિયલ મિડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

image source

મુનમુન દત્તા સિરિયલોમાં આવ્યા પહેલાં મોડેલિંગ પણ કરતી હતી. તેણી અત્યાર સુધીમાં ઘણી બધી ટીવી ચેનલો તેમજ મેગેઝીન્સના કવર પર જોવા મળી છે. અને તેણીને દરેક જગ્યાએ સફળતા મળી છે. તેણીએ મોડેલીંગ બાદ એક્ટિંગમાં પોતાની કિસ્મત અજમાવી અને તેણી જેઠા લાલ એટલે કે દીલીપ જોશી સાથે જ તારક મેહતા… પહેલાં હમ સબ બારાતીમાં પણ કામ કરી ચૂકી છે. અને તારક મહેતા માટે પણ દીલીપ જોશીએ જ મૂનમૂનનું નામ સજેસ કર્યું હતું. 2005માં તેણી કમલ હાસન સાથે મુંબઈ એક્સપ્રેસમાં પણ જોવા મળી હતી. ત્યાર બાદ તેણી 2006માં આવેલી ફિલ્મ હોલીડેમાં પણ જોવા મળી હતી.

image source

મુનમુન દત્તાનો જન્મ પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લામાં થયો હતો. મુનમુને પૂણે ખાતે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણીએ અંગ્રેજી વિષમાં પોસ્ટગ્રેજ્યુએશન કર્યું છે. અને ત્યાર બાદ તેણી મુંબઈ આવી હતી. તેણીએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેણી ક્યારેય એક્ટિંગમાં કેરિયર નહોતી બનાવવા માગતી પણ તેણી તો ડૉક્ટર બનવા માગતી હતી. તેને સમય મળે ત્યારે તેણી અભ્યાસ કરવાનું છોડતી નથી તેણીના ફોનમાં પણ અભ્યાસને લગતી એપ્લીકેશનો ડાઉનલોડ કરેલી છે.

મુનમુનની લવ લાઇફ

image source

એક અહેવાલ પ્રમાણે 2008માં મુનમુન અને અરમાન એકબીજાની નજીક આવ્યા હતા અને તે જ વર્ષે તેમનું બ્રેકઅપ પણ થઈ ગયું હતું. તે બન્ને વચ્ચે વેલેન્ટાઇન ડેના દિવસે જ ઝઘડો થયો હતો. અને તે દરમિયાન અરમાને મુનમુન પર હાથ ઉઠાવી દીધો હતો. તેને લઈને મુનમુને અરમાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નેંધાવી હતી અને અરમાને દંડ પણ ભરવો પડ્યો હતો.

image source

મુનમુન ફિલિઝકલ ટચ બીલકુલ પસંદ નથી કરતી અને માટે તેણી સિરિયલમાં પણ આવો કોઈ સિન હોય તો તેને બને ત્યાં સુધી ટાળે છે. તેની આ આદતના કારણે ડીરેક્ટર ઘણા બધા એપિસેડમાંથી આઉટ પણ કરી દે છે કારણ કે મુનમુન આ બાબતે ડીરેક્ટરની એક પણ વાત નથી સાંભળતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ