જો ના બનવુ હોય આ બીમારીઓનો ભોગ, તો આજે બદલી નાખો તમારી આ ટેવોને

ભારતીય ટેવો

image source

ભારતમાં હાઈજિનને લઈને કેટલીક આદતો એવી છે જેને હવે નોવેલ કોરોના વાયરસ સામે લડવા માટે આખું વિશ્વ ફોલો કરવા ઈચ્છે છે. જાણો કઈ છે એવી ભારતીય આદતો જે હવે આખી દુનિયા અપનાવે છે.

નોવેલ કોરોના વાયરસના કારણે લોકો ખુબ જ તકલીફમાં છે અને તાજેતરમાં જે દુનિયાની પરિસ્થિતિ છે તે જોઇને લાગી રહ્યો છે કે ફક્ત સોશિયલ ડીસ્ટંટીંગ દ્વારા જ નોવેલ કોરોના વાયરસને ફેલાતા રોકી શકાય છે. દુનિયા ભરના કેટલાક દેશોમાં લોકો પોતપોતાના ઘરોમાં બંધ છે અને તેનું સૌથી મોટું કારણ છે નોવેલ કોરોના વાયરસ.

image source

આ દરમિયાન સ્વચ્છતાને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, આપણે એક-બીજાથી યોગ્ય અંતર બનાવી રાખવાનું છે જેથી કોઈ અન્ય વ્યક્તિને ભૂલથી પણ અડી ના જવાય. એવામાં તે ૫ જૂની ભારતીય આદતો જેને આખી દુનિયા ફોલો કરવા ઈચ્છે છે જે આજે અમે આપને જણાવીશું.

-મોઢું લગાવ્યા વગર બોટલથી પાણી પીવું.:

image source

નોવેલ કોરોના વાયરસને લઈને કરવામાં આવેલ એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, નોવેલ કોરોના વાયરસ પ્લાસ્ટિકની પરત પર ૨૪ કલાકથી પણ વધારે સમય સુધી જીવિત રહે છે. આવી પરિસ્થિતિમાં પ્લાસ્ટિકની બોટલને મો લગાવીને પાણી પીવું પણ ખતરનાક છે અને આ પાણી કોઈ અન્યને પીવા આપવું પણ એટલું જ ખતરનાક સાબિત થાય છે.

એટલા માટે મોઢું લગાવ્યા વગર પ્લાસ્ટીકની બોટલ માંથી પાણી પીવું જ યોગ્ય રીત છે જેથી આવા પાણીને શેર કરવામાં પણ કોઈ તકલીફ ના થાય. આખી દુનિયામાં આ રીત ફોલો કરવામાં નથી આવતી, પરંતુ ભારતમાં એક પ્લાસ્ટિકની બોટલને લોકો કેટલાય દિવસો સુધી ચલાવે છે અને વારંવાર એ જ બોટલમાં પાણી ભરે છે. ભારતમાં મોઢું લગાવ્યા વગર પાણી પીવાની આદત કેટલાક લોકોમાં છે જેને હવે વિદેશમાં પણ ફોલો કરવામાં આવી રહી છે.

-હેન્ડશેકના બદલે નમસ્તે કરો.:

image source

આ આદત જે ભારતીય પરંપરા છે જેને હાલના સમયમાં આખી દુનિયા અપનાવી રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને પણ કેટલાક દિવસો પહેલા નમસ્તે કરતા એક ફોટો ટ્વીટ કરી હતી. આ ફોટો દ્વારા લોકોને કહેવામાં આવી રહ્યું હતું કે, લોકો હેન્ડશેક ના કરે પરંતુ હાઈજીનીક નમસ્તે કરે. ભારત દેશની આ આદતને હવે આખી દુનિયા ફોલો કરી રહી છે.

-અંતિમ સંસ્કારની પ્રક્રિયા.:

ભારતમાં હંમેશાથી જ અંતિમ સંસ્કાર કરી લીધા પછી અંતિમ સંસ્કારમાં સામેલ થનાર દરેક વ્યક્તિઓને સ્નાન કરવું પડે છે. અહિયાં આ નિયમ છે કે, જો કોઈ વ્યક્તિ કોઈ એવા ઘરેથી આવી રહ્યા છે જ્યાં હાલમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે તો તેને પોતાના ઘરમાં જતા પહેલા સ્નાન કરવું પડે છે. ત્યાં સુધી કે તે વ્યક્તિ કોઈ વસ્તુને અડી પણ શકતા નથી અને ક્યાંય બેસી પણ નથી શકતા.

image source

કઈક આવું જ કરવામાં આવે છે જો કોઈ ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો તે ઘરને ધોવામાં આવે છે. આ પ્રક્રિયા ભારતના રીત-રિવાજોમાં સદીઓથી સામેલ છે, પરંતુ હાલના સમયમાં આ પ્રક્રિયાને સૌથી સારી માનવામાં આવી રહી છે. નોવેલ કોરોના વાયરસે જ્યાં દરેક જગ્યાએ પોતાનો આંતક મચાવી રહ્યો છે તો આવા પ્રકારની આદતોથી કેટલાક લોકો પોતાની સ્વચ્છતામાં સુધારો લાવી શકે છે. વિદેશોમાં પણ હવે હવે આવી જ સલાહ આપવામાં આવી રહી છે કે જો લોકો આવી કોઈ જગ્યાએથી પાછા આવે છે તો તેઓએ તરત સ્નાન કરી લેવું જોઈએ.

-જૂતાં-ચપ્પલ ઉતાર્યા પછી હાથ-પગ ધોવા.:

image source

આજે પણ કેટલાક ભારતીય ઘરોમાં આ નિયમ છે કે ઘરની બહાર જતા સમયે પહેરવામાં આવતા જૂતા-ચપ્પલને ઘરની બહાર જ રાખવામાં આવે છે અને ઘરની અંદર આવીને હાથ-પગ ધોવામાં આવે છે. યુનીવર્સીટી ઓફ એરિજોનાના માઈક્રોબાયોલોજીસ્ટ ચાર્લ્સ ગેર્બાના અભ્યાસ મુજબ આપણા જૂતા-ચપ્પલમાં ઘણા બધા બેક્ટેરિયા હોય છે અને આ હાથ અને પગ દ્વારા આખા ઘરમાં ફેલાઈ શકે છે.

એવામાં આ ભારતીય આદત ખુબ જ કારગત નીવડી શકે છે.ભારતમાં મોટાભાગના ગુરુદ્વારા, મંદિરો ઉપરાંત ધાર્મિક સ્થળોએ જૂતા-ચપ્પલ ઉતાર્યા પછી પાણી અને સાબુથી હાથ-પગ ધોવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

-ઈમ્યુનીટી વધારતા ભોજનનો ઉપયોગ.:

image source

જો આપ ઈમ્યુનીટી વધારનાર સુપર ફૂડસ પર રીસર્ચ કરશો તો આપ જોઈ શકશો કે ભારતીય કલ્ચરમાં ઘણા બધા ઈમ્યુનીટી બુસ્ટીંગ સ્વાદિષ્ટ ભોજનનો સમાવેશ કરાયો છે. આની સાથે જ કેટલાક મસાલાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

image source

આ સાથે જ ભારતીય સભ્યતામાં ભોજનને પણ પૂરી રીતે બનાવીને ખાવામાં આવે છે. નોવેલ કોરોના વાયરસના પ્રકોપની પરિસ્થિતિમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે અડધું કાચું ભોજન ખાવાથી આપણને નુકસાન થઈ શકે છે. હવે આખી દુનિયા ભારતીય ભોજન, મસાલાઓને અપનાવી રહી છે અને ભારતની જેમ આખા ભોજનને બનાવીને ખાવાની આદતને પણ હવે આખી દુનિયા અપનાવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ