દિવાલ પરના કલરને બગાડ્યા વગર આ રીતે દૂર કરી દો માર્કરના નિશાન

માર્કરની સફાઈ

image source

જો આપના નાના લાડલા કે લાડલીએ ઘરની દીવાર, સોફા, ટેબલ કે કોઈ અન્ય સ્થાન પર પરમનેન્ટ માર્કર ચલાવી દીધી છે તો આપને તેના નિશાનને આ સરળ ટીપ્સની મદદથી હટાવી શકો છો.

બાળકો સ્વભાવિક રીતે જ ખુબ ચંચળ અને ક્રિએટીવ હોય છે. બાળકો હંમેશા કઈકને કઈક કરવા માટે જોઇતું જ હોય છે. ખાસ કરીને, બાળકોનો ડ્રોઈંગ સાથે કઈક અલગ જ અને ઊંડો સંબંધ હોય છે. સામાન્ય રીતે બાળકો પોતાના શીખવાની શરુઆત પણ આ જ કળાથી કરે છે. એક નાનકડું બાળક પણ પેન, પેન્સિલ કે પછી કલર પેનનો ઉપયોગ કરીને ખુબ જ ખુશ થઈ જાય છે.

image source

સામાન્ય રીતે જોવા જઈએ તો જે ઘરોમાં નાના બાળકો હોય છે, તેઓના ઘરની દીવારો મોટાભાગે ખરાબ જોવા મળે છે. ખરેખરમાં બાળકો ના સમજ હોય છે અને જયારે તેમના નાના હાથમાં કઈપણ પેન, પેન્સિલ, કે કલર વગેરે બાળકના હાથમાં આવી જાય છે તો બાળક ખુશી ખુશી દીવાર પર, સોફા પર કે પછી ટેબલ પર પોતાનું મનપસંદ કઈપણ બનાવવામાં લાગી જાય છે.

પેન્સિલ અને ક્રેયોનના ડાઘ હટાવવા હજી પણ સરળતાથી દુર કરી શકાય છે, પરંતુ જો બાળકોના હાથમાં ભૂલથી પણ પરમનેન્ટ માર્કર પેન આવી ગઈ તો સમજી લેવું કે આપનુ આખું ઘર ખરાબ થઈ જાય છે.

image source

બાળકો પરમનેન્ટ માર્કરથી પણ જગ્યાએ જગ્યાએ નિશાન બનાવી દે છે. જો કે, નિશાન સામાન્ય માર્કરને બદલે પરમનેન્ટ માર્કરની મદદથી બનાવવામાં આવ્યા હોય છે, એટલા માટે આવા નિશાનને સાફ કરવા એટલા સરળ હોતા નથી. આવામાં ઘર પણ ખુબ જ ખરાબ લાગી રહ્યું હોય છે અને આપ બિલકુલ પણ સમજી નથી શકતા કે તેને કેવી રીતે સાફ કરશો. તો હવે આપને વધારે હેરાન થવાની જરૂર નથી કેમ કે, હવે અમે આપને આ પરમનેન્ટ માર્કરના નિશાનોને સાફ કરવા માટે કેટલીક સરળ ટીપ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના ઉપયોગ કરવાથી આપ સરળતાથી પરમનેન્ટ માર્કરના ડાઘને હટાવી શકશો.

દીવારોને સાફ કરો.:

image source

દીવારો પરથી પરમનેન્ટ માર્કરના નિશાનને હટાવવા માટે આપને કર્મશિયલ કલીનરની જરૂરિયાત રહેશે. આપ આવા ક્લીનરનો ઉપયોગ કરીને, જે ખાસ કરીને નોન-ગ્લોસી કે સેમી ગ્લોસી માટે બનાવેલ હોય છે. કલીનરની મદદથી ડાઘને હટાવી દીધા પછી આપે વાઈટ નોન-જેલ ટુથ પેસ્ટને દીવાર પર અપ્લાઈ કરો અને નરમ કપડાની મદદથી દીવારને સાફ કરી લો.

લાકડાની સફાઈ કરો.:

image source

ઘરમાં મોટાભાગે કેટલાક પ્રકારના લાકડાના સામાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સામાન પરથી માર્કરના નિશાન હટાવવા માટે આપે એક નોન-જેલ ટુથ પેસ્ટ લઈને લાકડાની ઉપર લગાવો અને ત્યાર પછી એક ચોખ્ખા અને નરમ કપડાની મદદથી લગાવેલ ટુથ પેસ્ટને રબ કરો. પછી તેને સાફ કરી લો. જો ડાઘ ખુબ જ જીદ્દી છે તો આપ તેને હટાવવા માટે રબીંગ આલ્કોહોલનો ઉપયોગ પણ કરી શકો છો.

આમ તો લાકડું ઘણા પ્રકારનું આવે છે અને તેને અલગ અલગ પ્રકારથી ફીનીશ કરવામાં આવે છે. એટલા માટે જો આપને ખ્યાલ નથી કે આપની પાસે કેવું ફીનીશ છે તો આ ઉપાયોને અપનાવતા પહેલા કોઈ પ્રોફેશનલની મદદ જરૂરથી લેવી.

લેધરનો સામાન.:

image source

લેધરના સામાનની ઉપર ખુબ વધારે ભીનાશ લેધરને નુકસાન પહોચાડી શકે છે, એટલા માટે આપે આવા લેધરની સફાઈ કરવામાં ખુબ જ સાવધાની રાખવાની હોઈ છે. લેધરના સામાનની ઉપરથી પરમનેન્ટ માર્કરના નિશાન હટાવવા માટે પહેલા આપે ડાઘ પે થોડો હેર સ્પ્રે લગાવો અને એક મિનીટ પછી ચોખ્ખા નરમ કપડાથી લુછી લો.

ફેબ્રિક ક્લીનિંગ.:

image source

જો બાળકે કોઈ ફેબ્રિકના સામાન પર પરમનેન્ટ માર્કર ચલાવી દીધી છે તો આપને તેની સફાઈ કરતા સમયે આ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે, આપનો સામાન ખરાબ થાય નહી. એના માટે આપે બે કપ પાણીમાં એક ટેબલ સ્પુન ડીશ વોશિંગ લીક્વીડ અને બે ટેબલ સ્પુન વાઈટ વિનેગર ભેળવવું. આ મિશ્રણમાં એક સ્પંજ પલળવું અને ડાઘ પર અપ્લાઈ કરો. ત્યાર પછી જો જરૂરિયાત હોય તો તેને ફરીથી પણ અપ્લાઈ કરી શકો છો.

image source

છેલ્લે હવે ઠંડા પાણીની મદદથી તે ફેબ્રિકને સાફ કરો. જો કે, જો આપ આ ફેબ્રિકને સામાનની ઉપરથી ઉતારી શકો છો તો આ સૌથી સારી રીત છે કે આપ તે ફેબ્રિકને કાઢીને સાફ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ