પીરાણા અગ્નિકાંડની કાળજું કંપાવનારી ઘટના, 7 વર્ષના દીકરાની કહાની સાંભળી આંખમાંથી દડદડ આંસુ વહી જશે

ગુજરાતમાં અને એમાં પણ અમદાવાદમાં છેલ્લા 3 વર્ષથી અગ્નિકાંડની ઘટનાઓ વધતી જાય છે. હજુ સુરત અગ્નિકાંડના દિવસો લોકોને ભૂલાયા નથી. જો કે સુરત અગ્નિકાંડ બાદ પણ તંત્રએ કોઈપણ પ્રકારનો બોધપાઠ ન લીધો હોવાથી રાજ્યમાં એક બાદ એક અગ્નિકાંડ થઈ રહ્યાં છે. એ જ અરસામાં 4 નવેમ્બરે અમદાવાદના પિરાણા-પીપળજ રોડ પર આવેલા રેવાકાકા એસ્ટેટમાં ત્રણ વર્ષથી ગેરકાયદે ચાલી રહેલા સાહિલ એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં કેમિકલ પ્રોસેસ સમયે બ્લાસ્ટ થયા હતા. આ પ્રચંડ વિસ્ફોટને કારણે આસપાસના 4 ગોડાઉનોના અંદાજે 100 ટનથી વધુ આરસીસીનું બાંધકામ તૂટી પડ્યું હતું અને 12 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જેના કારણે 12 વ્યક્તિઓનાં પરિવારજનોનાં જીવન અસ્તવ્યસ્ત કરી દીધા છે.

image source

આ બધાની વચ્ચે પીરાણા અગ્નિકાંડની દિલને હચમચાવી દે તેવી ઈમોશનલ વાત સામે આવી છે. પીરાણા અગ્નિકાંડમાં માથુર અને એન્જિલના (પતિ-પત્ની)નાં મોત નિપજ્યાં છે. અને તેઓનાં બે બાળકો હવે નોંધારા બની ગયા છે. હવે આ બાળકોનું કોણ અને કેવી રીતે તેમનું જીવન ચાલશે. મજૂરી કરી પેટિયું રળતાં આ બાળકોનું શું ભવિષ્ય હશે તેની ચિંતા હવે સ્વજનોને સતાવી રહી છે. 7મી નવેમ્બરે નાના દીકરાની બર્થ ડે માટે તેઓ ગિફ્ટ લઈને પણ આવ્યા હતા. પણ હવે ગિફ્ટ લાવનાર માતા-પિતાનો છાયો જ આ બાળકો પરથી ઉઠી ગયો છે. પીરાણામાં ગેરકાયદે કેમિકલ ફેક્ટરી ચલાવી ફેક્ટરી માલિકે ગાડી-બંગલા તો ખરીદી લીધા હશે. પણ તેના આ ગેરકાયદે કામને કારણે આજે 12 શ્રમિકોનાં પરિવારને હાડમારી ભોગાવવાનો વારો આવ્યો છે.

image source

કેટલી કરુણતના વાત છે કે, મજૂરી કરીને પેટિયું રળતાં 12 મૃતકોનાં પરિવારજનો માટે આ દુર્ઘટનાએ તેમનું બધું છીનવી લીધું છે. ખાસ કરીને 7 વર્ષના એલેક્સ માટે. 7 વર્ષનો એલેક્સ પોતાની પિતા માથુરભાઈ, માતા એન્જેલિના અને મોટી બહેન સાથે નારોલની કોજી હોટલ નજીક રાણીવાળામાં રહે છે. માથુરભાઈ અને એન્જેલિના બ્લાસ્ટ થયો તે જગ્યાએ પાસેના ગોડાઉનમાં કામ કરે છે. 7 નવેમ્બરે એલેક્સનો બર્થ ડે પણ હતો. બંને જણા ભલે મજૂરી કરીને નાની રકમની નોકરી કરતા હતા. પણ તેઓ હંમેશા પોતાના બાળકોની ખુશી માટે શક્ય તેટલાં તમામ પ્રયાસો કરતાં હતા.

image source

એ જ રીતે આ વખતે પણ એલેક્સના બર્થ ડે માટે પણ તેઓએ ખાસ પ્લાનિંગ કર્યું હતું. 7 નવેમ્બરે બર્થ ડે હોય તેઓએ એલેક્સ માટે પરસેવાની કમાણી બચાવી તેના માટે નાની એવી ગિફ્ટ લાવ્યા હતા. જે એલેક્સને અપાર ખુશીઓ આપવાની હતી. પણ બુધવારે કેમિકલ ફેક્ટરી બ્લાસ્ટમાં એલેક્સના પરિવારના તમામ સપનાઓ ચકનાચૂર કરી લીધા. ગેરકાયદે ફેક્ટરી ચલાવનાર વ્યક્તિને કારણે એલેક્સનો પરિવાર વેરવિખેર થઈ ગયો.

image source

માથુર અને એન્જેલિનાનું આ દુર્ઘટનામાં મોત થયું. ખુશીઓની આશા સેવતો પરિવાર આજે પડી ભાંગ્યો. હવે 1 દિવસ બાદ એલેક્સ માટે લાવેલી ગિફ્ટ તો ઘરમાં છે. પણ તેને આપનાર માતા પિતા હવે એલેક્સ પાસે નથી. 7 વર્ષના એલેક્સનું હવે ભવિષ્ય શું હશે. તેના માતા પિતાએ એલેક્સ માટે કેટલાં સપનાંઓ જોયા હશે. એ સપનાંઓને પૂરા કરવા માટે તેઓ મજૂરી કામે જતાં હતા. પણ પૈસા કમાવવાની લાલચ ધરાવતાં ફેક્ટરીમાલિકે તમામ લોકોનાં જીવન બરબાદ કરી દીધા.

image source

એક તરફ આટલો હોબાળો મચી ગયો અને 12 લોકોના જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છતાં બીજી તરફ અમદાવાદના મેયર બિજલ પટેલ આ ઘટનાને સામાન્ય ગણાવે છે. 7 વર્ષના માસુમની જિંદગી બરબાદ થવી એક સામાન્ય ઘટના છે. સીએમ રૂપાણીએ 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. પણ 4 લાખ રૂપિયામાં એલેક્સ અને તેની મોટી બહેનનું જીવન ચાલી જશે? ચાર લાખ રૂપિયામાં તેઓ ભણી ગણી મોટા થઈ શકશે. તંત્ર શું કરતું હતું.

image source

ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમી રહી છે. નિર્દોષોનાં જીવ લઈ રહી છે. સરકારી બાબુઓ પોતાની એસી કેબિનમાં બેસી આરામ ફરમાવવા સિવાય શું કરતા હતા. કેમ કોઈએ ફેક્ટરી કે ગોડાઈનમાં ઈન્સ્પેક્શન ન કર્યું. પહેલેથી જ ગેરકાયદે કેમિકલ ફેક્ટરીને બંધ કરી દીધી હોત તો આજે આ દિવસ ન જોવા પડત. આ દુર્ઘટનામાં સરકારી બાબુઓ પણ તેટલાં જ જવાબદાર છે. અને તેઓની સામે પણ એકાદ કેસ તો થવો જ જોઈએ. જો ફેક્ટરી માલિક સહિત 3 લોકો સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધાય તો સરકારી બાબુઓની બેદરકારી સામે કયો ગુનો નોંધાવો જોઈએ? જો એલેક્સના માતા પિતાની વાત કરીએ તો હાલ બન્નેના મૃતદેહો વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં છે. તેમના બાળકો હવે કોના સહારે જીવન વિતાવશે તે પણ પીડાદાયક પ્રશ્ન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ