હું એ જ તું – જેવું કરો તેવું પામો એવું તમે સાંભળ્યું હશે આજે તેનો નમૂનો એટલે આ વાર્તા વાંચી પણ લો, અંત ચુકતા નહિ…

“ઝાંઝવા થઇ જળ અહીંથી ત્યાં સુધી, ઝળહળે છે છળ અહીંથી ત્યાં સુધી…”

કેદાર બાઈક પાર્ક કરીને હર્ષિતના ઘરમાં ગયો. જોયું તો હર્ષિતની પત્ની અનુશા મોઢું ચડાવીને બેઠી હતી, અને હર્ષિત તેને મનાવવાનો પ્રયત્ન કરતો હતો. કેદારને જોઇને હર્ષિતની આંખમાં ચમક આવી પણ અનુષા ભડકી ગઇ. મોઢું બગાડીને કહ્યું “આવી ગયા મિત્રની વકીલાત કરવા ? આજે તો તમે કંઇ બોલતા જ નહી. આ વખતે હું હર્ષિતને જવા નહીં દઉ.”

image source

“પણ ભાભી શું થયું ? મને કંઇ ખબર નથી. તમે મારા પર ગુસ્સે ન થાવ ” કેદારે અનુશાના ગુસ્સાથી છોભીલા પડતાં કહ્યું. “શું થયું ? કેવા અજાણ્યા બની ગયા છો ? જાણે કંઇ ખબર જ નથી.. પૂછો તમારા મિત્રને..” અનુશાના શબ્દે શબ્દે ગુસ્સો ફૂટતો હતો. કેદારે હર્ષિત સામે જોયું. હર્ષિત લાચારીથી બોલ્યો, “યાર… ઓફિસના કામથી મારે બોમ્બે જવાનું છે, પાંચ દિવસનું કામ છે, પણ અનુશા ના પાડે છે, તું સમજાવને … યાર ઓફિસના કામમાં ના કેમ પડાય ?”

“અને પત્નીને ના પડાય એમને ? પત્નીને ચાર-પાંચ દિવસ એકલી મૂકીને જવાય એમને ? દર બે મહિને તમારૂં કામ ઊભું જ હોય… દર વખતે મને પટાવીને બહારગામ જતા રહો છો, તમનૈ ખબર જ છે કે પત્ની કયાં જવાની છે એટલે આવું કરો છો ? અનુશાના શબ્દો ધાણીફૂટે તેમ ફૂટી રહ્યા હતાં.

image source

કેદારે બાજી હાથમાં લીઘી. અનુશાને કેટલી સમજાવી. હર્ષિતનું જવું કેટલું જરૂરી હતું તે સમજાવ્યું. હર્ષિતના પ્રમોશન વખતે આવા ઓફિસના કરેલા કામ ઉપયોગી થાય તે કહ્યું. લગભગ બે કલાક સુઘી હર્ષિત અને કેદાર અનુશાને સમજાવતા રહ્યાં. પછી અનુશા ઠંડી પડી અને હર્ષિતને જવાની રજા આપી. પણ સાથે શરત મૂકી કે ગમે તેટલું કામ હોય પણ મારા માટે બોમ્બેથી શોપીંગ કર્યા વગર આવશો તો બીજીવાર નહીં જવા દઉ.

હર્ષિત માની ગયો. હર્ષમાં આવીને અનુશાને ગળે લગાડી દીઘી. કેદાર બોલ્યો…, “હવે રોમાન્સ પછી કરજો.. બે કલાકથી મગજ વાપરું છું.. હવે કંઇક ખાવાનું મળે તો સારું… ” કેદારની વાત સાંભળીને અનુશા હર્ષિતથી છૂટી પડી અને કહ્યું… “બસ..બસ.. હવે બહું સંભળાવો નહી.. બન્ને થોડીવાર બહાર ગાર્ડનમાં બેસો.. હું હમણાં કંઇક બનાવીને લાઉ છું.” અને તે રસોડામાં ગઇ. હર્ષિત અને કેદારને “હાશ” કરીને ગાર્ડનમાં બેઠા.

image source

અનુશા રસોડાના કામમાં પરોવાઇ, તે જોઇને કેદારે આંખ મિંચકારતા હર્ષિતને પૂછયું, “યાર હવે બોલ, કોની સાથે બોમ્બે જાય છે..?”

“અરે.. તેં જોઇ નથી, તેને ઓફિસમાં નવી સેક્રેટરી આવી છે તે ડોલી સાથે…. શું ચીજ છે યાર… ટૂંકા તંગ વસ્ત્રો પહેરીને આવે ત્યારે લાગે કે તેની જવાની તેના વસ્ત્રોમાં માંડ માંડ સમાય છે. હાઇ હિલ્સ સેન્ડલ પહેરીને ટપટપ ચાલે ત્યારે ટાઇટ ટીશર્ટમાં ઉછળતા તેના યૌવનને જોઇને હું છટપટી જાઉ છું. કેટલા વખતથી તેને પટાવતો હતો. માંડ માંડ મોકો મળ્યો છે.. ઓફિસનું કામ તો એક જ દિવસનું છે પછી તેની સાથે લોનાવાલા-ખંડાલા જઇ આવીશ.. યાર હું અત્યારથી રોમાંચ અનુભવું છું… ” હર્ષિત બોલતો રહ્યો. .

image source

“ઓહોહો… તો એમ વાત છે… યાર જલસા તારે કરવા અને આ બે કલાકની માથાકુટ મારે કરવાની ? તું મને કયારેક ફસાવી ન દેતો.. ભાભીને તારા કામની ખબર પડશે તો તારી સાથે મને પણ મારશે..” કેદારે મજાકના મૂડમાં કહ્યું. ” ના.. ના… હવે અનુશાને કયારેય ખબર ન પડે… તું છો ને… બધું સંભાળી લે છે ને… તારી વાત તે માને છે એટલે તો તને બોલાવું છું… બસ યાર હવે તો મારૂં મન બોમ્બે પહોંચી ગયું છે… ડોલી સાથે…” રસોડામાંથી અનુશામાંથી અનુશાને આવતી જોઇને તેનું વાકય અધુરૂં રહી ગયું.

બે દિવસ પછી હર્ષિત ગયો. અનુશાને ઢગલાબંધ શોપીંગનું વચન આપતો ગયો. બોમ્બે એક દિવસનું કામ પતાવીને હર્ષિત ડોલીને જોઇને લોનાવાલા ગયો. લોનાવાલાની હોટલના રૂમમાં એક રજાઇ નીચે એકમેકને વળગીને સુતેલા હર્ષિતે ડોલીના સુંવાળા યૌવનને પોતાની છાતી સાથે ભીંસતા પૂછયું, “ડાર્લીગ કેવું રહ્યું મારૂ આયોજન ??”

image source

“અરે… સર તમે તો જીનીયસ છો” ડોલી મસ્તીમાં બોલી અને રાત ઉન્માદ બની ગઇ. આખી રાત બન્ને શરાબના નશાની જેમ એકમેકને માણતારહ્યાં. એકબીજા પર વરસાદ બનીને અનરાધાર વરસતા રહ્યાં. સવારે બન્ને તૃપ્ત હતાં. ડોલીએ અનાયસે પૂછયું, “સર… તમારા પત્ની તો ખૂબસુરત છે તો પછી..?”

ડોલીના સવાલે રાતના નશામાં આનંદમાં ઉઠતા હર્ષિતને ધરતી પર લાવી દીધો. તે કંઇ બોલ્યા નહીં પણ તેની આંખ સામે અનુશાનો ભોળો ચહેરો આવી ગયો. તેને વિચાર આવ્યો કે, “કેટલી ભોળી છે અનુશા.. મને કેટલો પ્રેમ કરે છે… મારા વગર રહી શકતી નથી એટલે મારે કયાંય જવાનું હોય તો ઝઘડો કરે છે. હું તેને છેતરૂં છું તે વાતનો તેને ખ્યાલ જ નથી તે મને ચાહે છે, મારો વિશ્ર્વાસ કરે છે અને હું.. ઘરના સ્વાદિષ્ટ ભોજનને મૂકીને બહારના ભોજન પર નજર દોડાવું છું, અનુશાને છેતરૂં છું… ” આવા વિચાર આવતા તેના મનમાં ગિલ્ટની લાગણી થઇ.

image source

આખો દિવસ મૂડ વગર લોનાવાલામાં ફર્યો. ડોલીને પણ નવાઇ લાગી. સાંજે હર્ષિતે નિર્ણય કરી લીઘો અને ડોલીને સમજાવીને લોનાવાલા છોડી દીધું. ડોલીને ટ્રેનમાં બેસાડી દીધી અને પોતે બોમ્બે ઉતરી ગયો. બોમ્બેથી અનુશા માટે ઢગલાબંધ શોપીંગ કરી, બપોર સુઘી બોમ્બે છોડી દીધું. તેણે વિચાર્યુ, બસમાં જવા કરતા કાર ભાડે કરી લઉ તો રાત સુઘીમાં પહોંચી જવાય તે ડોલીને ભૂલીને અનુશાના વિચાર કરતો રહ્યો. તેણે નકકી કરી લીઘું કે હવે તે અનુશાને દગો નહીં કરે.

પાંચ દિવસને બદલે ત્રીજા જ દિવસે ઘરે પહોંચી ગયો. અનુશા પોતાને જોઇને કેટલી ખુશ થશે.. વળગી પડશે.. રડી પડશે… ગિફટ જોઇને ખુશીથી ઉછળી પડશે તેવા વિચારમાં હરખાતો ઘરે પહોંચ્યો. અનુશાને સરપ્રાઇઝ આપવા બેલ મારવાને બદલે પોતાની પાસેની ચાવીથી બારણું ખોલ્યું.

image source

ઘરમાં શાંતિ જણાતી હતી. અનુશા બેડરૂમમાં હશે તેમ વિચારી તે બેડરૂમ તરફ ગયો અને બારણામાં જ ફ્રીજ થઇ ગયો. બેડરૂમમાં અર્ધનગ્ન હાલતમાં અનુશા અને કેદાર એકમેકને વળગીને સુતા હતા. કેદાર અનુશાના શરીર પર હાથ ફેરવતા બોલતો હતો, “ડાર્લિંગ આ વખતે તો તે બહું વધારે એકટીંગ કરી, મને તો બીક લાગી કે કયાંક તારી ના .. ના.. થી હર્ષિત બોમ્બે જવાનું કેન્સલ ન કરી દે..”

ખડખડાટ હસીને કેદારને વળગી પડતા અનુશા બોલી, “કયાં અટકવું, એ મને આવડે છે.. તે ના પાડી દેશે તેવું લાગ્યું એટલે મેં માની જવાનું નાટક કર્યું… ચલ હવે વાતમાં સમય ન બગાડ…” અને કેદાર તેના પર…. હર્ષિતના હાથમાંથી શોપીંગ બેગ્સ પડી ગઇ.

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ