બજારમાં ધૂમ પ્રમાણમાં મળી રહ્યા છે ડુપ્લીકેટ સેનેટાઇઝર, આ ટ્રીકથી ઓળખી લો તમે પણ

કોરોનાની મહામારીનો ફાયદો ઉઠાવવા – વેચાઈ રહ્યા છે ડુપ્લીકેટ સેનેટાઈઝર – આ રીતે ઓળખો તેને

સમગ્ર વિશ્વ આજે કોરોનાના હાહાકારથી ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે. વિશ્વના મોટા મોટા દેશો તેને ડામવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે, તેના કારણે સમગ્ર વિશ્વના સ્ટોકએક્ચેન્જ પણ ઉંધામાથે પટકાયા છે. ઇનવેસ્ટર્સના લાખો કરોડો રૂપિયા ધૂળધાણી થઈ ગયા છે તેવા સંજોગોમાં લેભાગુઓ પણ આ તકનો લાભ ઉઠાવવા તત્પર બન્યા છે.

image source

માર્કેટમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લોકો હેન્ડ સેનીટાઇઝરની ખરીદી પર ટુટી પડ્યા છે. કારણ કે કોરોનાનાથી પોતાની જાતને બચાવવાના સૂચનોમાં સૌ પ્રથમ સૂચન હાથને સેનેટાઇઝર અથવા તો હેન્ડવોશ અથવા તો સાબુથી સાફ કરવાની સલાહ આપવામા આવી છે અને તેના કારણે બજારમાં સેનેટાઇઝર્સની માંગ ખૂબ વધી ગઈ છે.

અને આ તકનો લાભ લેવા નફાખોરો અને કાળા બજારીયાઓ રાહ જોઈને બેઠા છે. અને બજારમાં નકલી સેનેટાઇઝર્સે પણ પ્રવેશ કર્યો છે.

આ રીતે છેતરવામાં આવે છે લોકોને

image source

કોઈ બ્રાન્ડેડ સેનેટાઇઝર જે રીતે બજારમાં મળતું હોય તે જ રીતે આ ડુપ્લીકેટ સેનેટાઇઝરનું પેકિંગ કરવામાં આવે છે. માટે પહેલી નજરે તમને લાગશે જ નહીં કે તે નકલી સેનેટાઇઝર છે. આ પ્રકારના સેનેટાઇઝર મેડિકલ સ્ટોરમાં વધારે જોવા મળે છે પણ તેને તમારે ધ્યાનથી જોઈ વાંચીને ખરીદવાનું છે.

તાજેતરમાં મુંબઈ ખાતે આવેલા વાકોલ વિસ્તારની એક ફેક્ટરીમાં ડુપ્લીકેટ સેનેટડાઇઝર્સનું વેચાણ થઈ રહ્યું હતું અને તેના પર ફુડ એન્ડ ડ્રગ્સ ઓથોરીએ છાપો મારીને સીલ મારી દીધું છે અને તમામ માલ પણ જપ્ત કરી લીધો છે.

આવી રીતે બનાવવામાં આવી રહ્યું છે નકલી સેનેટાઇઝર

image source

આવા સેનેટાઇઝરમાં કોઈ જ પ્રકારની ગુણવત્તા નથી હોતી. તેને સામાન્ય સાબુના પાણી તેમજ કેટલાક કેમિકલ મિક્સ કરીને તેનું સેનેટાઇઝરની બોટલોમાં પેકિંગ કરવામાં આવે છે. અને ખરી કરામત તેના પેકિંગમાં હોય છે તે એટલું આકર્ષક હોય છે કે તેને જોતાં તે કોઈ અસલી (સારી કંપનીનું) સેનેટાઇઝર જ લાગે.

મુંબઈ-પૂણેમાં ડુપ્લીકેટ સેનેટાઇઝર બનાવતી ટોળકીની અટકાયત

image source

મુંબઈ ઉપરાંત પૂણેમાં પણ નકલી સેનેટાઇઝર બનાવનારી એક ટોળકીને પોલીસે પકડી પાડી છે. પૂણે પોલીસે આ ટોળકીના એક સભ્ય એવા અજય ગાંધીની ધરપકડ કરી છે જે ઘરમાં જ નકલી સેનેટાઇઝર બનાવીને માર્કેટમાં તેનું વેચાણ કરી રહ્યો હતો. અને સેનેટાઇઝરની ગુણવત્તા પર શંકા ન જાય તે માટે તે બ્રાન્ડેડ બોટલના સ્ટીકર્સ પણ પોતાની બોટલ પર લગાવતો હતો. પોલીસે તેની પાસેથી લગભગ સવાલાખ રૂપિયાનુ સેનેટાઇઝર કબજે કર્યું છે.
આ રીતે ઓળખો નકલી સેનેટાઇઝરને

image source

આમ જોવા જઈએ તો તમે પહેલી નજરે તો નકલી સેનેટાઇઝરને ઓળખી શકશો નહીં. પણ તમે છેતરાઓ નહીં કે પછી તમારા રૂપિયા વેડફાઈ નહીં તે માટે તમે જ્યાં ક્યાંયથી પણ સેનેટાઇઝર કે માસ્ક ખરીદો ત્યાંથી તમારે તેનું બિલ ચોક્કસ લેવું પછી તે મેડિકલ સ્ટોર હોય, કરિયાણા સ્ટોર હોય કે પછી કોઈ પણ વેચાણ સ્થળ હોય. આ સિવાય તમે સેનેટાઇઝરના પેકિંગ પરના નામ સરનામા, લાયસન્સ, ઇનગ્રેડીયન્ટ વિગેરેને પણ ચેક કરી શકો છો. તેમ જ તેના પરની સંપર્ક માટેની માહિતી પર પણ ક્રોસ ચેકિંગ કરી શકો છો. અને સૌથી મોટો ઉપાય તો એ જ રહેશે કે તમે જાણીતી કંપનીના સેનેટાઇઝરનો ઉપયોગ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ