OMG! હોલિવૂડના એક પછી એક સુપરસ્ટાર્સ થઈ રહ્યા છે નગ્ન, કપડાં કાઢીને કરી આ વિનંતી, વીડિયો વાયરલ થતાં ખળભળાટ

OMG! હોલિવૂડના એક પછી એક સુપરસ્ટાર્સ થઈ રહ્યા છે નગ્ન, કપડાં કાઢીને કરી આ વિનંતી, વીડિયો વાયરલ થતાં ખળભળાટ

અમેરિકામાં થોડા સમયમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે, રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીથી જો બિડેન આમને સામને છે, ચૂંટણી માટેના પ્રચાર પડઘમ વાગી ચૂક્યા છે, જો કે આ બધી ચહલ પહલ વચ્ચે અમેરિકામાં એક વિડીયોએ ધૂમ મચાવી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણીજંગ વધારે વેગીલો અને આક્રમક બની રહ્યો છે. અનેક સેલિબ્રિટીઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે. સેલિબ્રિટીઓએ અમેરિકી નાગરિકોને નિયમો પ્રમાણે જ મતદાન કરવા અપીલ કરી છે.

image source

આ બધી જ બાબતો વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક પછી એક હોલીવુડ સેલેબ્સ આવતા જાય છે લોકોને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભગ લઈને મતદાન કરવા માટે જાગરુક કરી રહ્યા છે. આ અનોખી રીતે મતદાન કરવા વિશે વાત કરતા સારા સિલ્વરમેને કહ્યું, ” જેમ હું કહી રહી છું, તેમ જો તમે લોકો નથી કરતા તો તમારા બેલેટને બેકાર રીતે ફેંકી દેવામાં આવી શકે છે” હોલીવુડ સ્ટાર્સ માર્ક રફેલો , સારા સિલ્વરમેન, ક્રિસ રોક, ટિફની હૈડિશ અને એમી શૂમર સહિતના સ્ટાર્સ એક PSA અર્થાત પબ્લિક સર્વિસ એનાઉન્સમેન્ટ માટે નગ્ન થઈ ગયા.

image source

આ બધા સેલેબ્સ અમેરિકી લોકોને 2020 ની યુ.એસ. રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં મત આપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ સેલેબ્સે બધા જ નાગરિકોને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિનંતી કરી હતી. આ અનોખી રીતે મતદાન કરવા વિશે વાત કરતા સારા સિલ્વરમેને કહ્યું, ” જેમ હું કહી રહી છું, તેમ જો તમે લોકો નથી કરતા તો તમારા બેલેટને બેકાર રીતે ફેંકી દેવામાં આવી શકે છે” હકીકતે આ વીડિયો ક્રિસ રોકથી શરૂ થાય છે. તે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા કહે છે કે “હું નગ્ન છું”.

image source

ત્યારબાદ ત્યાંથી આ સિલસિલો શરૂ થાય છે. આ પછી અભિનેત્રી ટિફની હૈડિશ સ્ક્રીન પર દેખાય છે અને આ જ વાત ફરી કહે છે. થોડી ક્ષણો પછી, એવેન્જર્સ ફિલ્મમાં ‘હલ્ક’ નું પત્ર ભજવીને લોકપ્રિય થઈ ગયેલા અભિનેતા માર્ક રફેલો આવે છે અને કહે છે, ‘હું જાણું છું કે તમે શું વિચારી રહ્યા છો. તમે વિચારી રહ્યા છો કે રફેલો પોતાના કપડાં પહેરી લો”. આ પછી Chelsea Handler આવે છે અને કહે છે, ‘મારે મતદાન વિશે વાત કરવી છે’. પછી અભિનેત્રી Ryan Bathe આવે છે અને કહે છે, ‘તમે જાણો છો કે તમારું મતપત્ર નગ્ન છે? જ્યારે તમને મતપત્રક મળે છે, ત્યારે તેના પર લખેલા નિયમો કાળજીપૂર્વક વાંચો.” આ પછી, અન્ય કલાકારો પણ તે જ માહિતી આપે છે.

image source

નેકેડ બેલેટ એ ગેરહાજર મતપત્ર છે જે તેના પરબીડિયા અથવા કવરની ગુપ્તતા વગર પરત કરી દેવામાં આવે છે. આ પ્રથમ વખત છે જ્યારે આખા પેન્સિલવેનિયા રાજ્યને પોસ્ટ અર્થાત ટપાલ મોકલીને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગયા મહિને, પેન્સિલવેનિયા સુપ્રીમ કોર્ટે જાહેરાત કરી હતી કે જો કોઈનું બેલેટ અથવા મતપત્ર સીલ બંધ કવરમાં માં યોગ્ય રીતે આપવામાં નહીં આવે તો તે નામંજૂર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બિડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. તાજેતરમાં જ બંને વચ્ચે પહેલા રાઉન્ડની ડિબેટની ભારે ચર્ચા થઈ હતી. સોશિયલ મીડિયા પર બંનેની હાંસી પણ ઉડાવવામાં આવી હતી. આ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે તેના પર સૌકોઈની નજર ટકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ