લાલુ યાદવને ચાઈબાસા કેસમાં મળ્યા જામીન, છતાં પણ નહીં આવી શકે જેલમાંથી બહાર, જાણો કારણ…

બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડી માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને ચાઈબાસા ટ્રેઝરી કેસમાં જામીન મળી ગયા છે. જો કે આ કેસમાં જામીન મેળવી ચુકેલા લાલુજી હજુ પણ જેલમાંથી બહાર આવી શકશે નહીં. કારણ કે તેમના પર ચાલતાં વધુ એક દુમકા ટ્રેઝરી કેસની સુનાવણી બાકી છે. મહત્ત્વની વાત એ છે કે લાલુને આજે જામીન એ કેસમાં મળ્યા જે કેસની અડધી સજા તે પૂર્ણ કરી ચુક્યા છે.

image source

લાલુ યાદવને જામીન મળવા પર આરજેડીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘લાલુ પ્રસાદજીને તેમની અડધી સજાની અવધિ પૂરી થવા પર ચોથા કેસમાં જામીન મળી ગયા છે. અત્યારે એક કેસ બાકી છે જેની અડધી સજાની અવધિ 9 નવેમ્બરના રોજ પૂર્ણ થશે, ત્યારબાદ તેઓ જેલમાંથી બહાર આવી શકશે. ઘણા રોગો અને મોટી વય હોવા છતાં નીતિશ-બીજેપી સરકારે તેમને તિકડમ કરી અને બહાર આવવા દીધા નથી.’

image source

નોંધપાત્ર વાત એ છે કે ચાઈબાસા ટ્રેઝરી કેસમાં લાલુ યાદવે અડધી સજા પુરી કરીને જામીન માટે અરજી કરી હતી. છેલ્લી સુનાવણીમાં સીબીઆઈએ કહ્યું હતું કે અડધી સજા પૂરી કરવામાં હજુ 26 દિવસ બાકી છે. આ પછી કેસની સુનાવણી 9 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી હતી. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં લાલુ યાદવને ચાઈબાસા કેસમાં જામીન મળી ગયા છે.

image source

ચાઈબાસા કેસમાં જામીન મળ્યા પછી પણ લાલુ યાદવને જેલમાં રહેવું પડશે તેનું કારણ ઘાસચારા કૌભાંડના દુમકા કેસમાં પણ તેઓ દોષિત છે અને આ કેસમાં તેમને હજુ સુધી જામીન મળ્યા નથી. દુમકા કેસમાં લાલુ યાદવની અડધી સજા નવેમ્બરમાં પૂર્ણ થશે. લાલુ યાદવના વકીલો આશા રાખી રહ્યા છે કે નવેમ્બર પછી તેઓ જેલમાંથી બહાર આવી શકે છે.

image source

નોંધપાત્ર વાત એ છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન લાલુ યાદવને જામીન મળવા તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ ઘાસચારા કૌભાંડના ત્રણ કેસમાં લાલુ યાદવને જામીન મળી ચૂક્યા છે. લાલુ યાદવ હાલમાં રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ છે. અગાઉ તે રિમ્સના પેઈંગ વોર્ડમાં રહેતા હતા, પરંતુ કોરોનાને પગલે તેમને ડિરેક્ટરના બંગલામાં રાખવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ