સોળે શણગાર સજીને હિરલની અંતિમ વિદાય, પરિવાર રડ્યો ધ્રુસકે-ધ્રુસકે, તસવીરો છે એકદમ કરુણ

હીરલની અંતિમ વિદાયઃ પરિવાર રડ્યો ધ્રૂસકે ધ્રૂસકે દીકરીને ડોલીમાં વિદાય કરવાની જગ્યાએ ઠાઠડી પર કરી વિદાય

જામનગરની હીરલે ગઈ કાલે અમદાવાદ સિવિલમાં પોતાના અંતિમ શ્વાલ લીધા. તેણીના શવને પોતાના ગામ જામનગરના ડબાસંગ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં જ તેણીના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. હીરલના કરુણ જીવનાંતે આખાએ ગામ અને કહો કે આખાએ ગુજરાતને દુઃખદ આંચકો પહોંચાડ્યો હતો.

image source

પણ જો હીરલના મૃત્યુથી જો કોઈ સૌથી વધારે દુઃખી થયું હોય તો તે હતો તેનો મંગેતર ચિરાગ. હીરલની અંતિમ વિદાયમાં આખુંએ ગામ તેમજ સમાજના આગેવાન જોડાયા હતા. આખુએ ગામ જાણે કોઈ ઉંડી ગમગીનીમાં સરી પડ્યું હતું. પણ પરિવારે હીરલની અંતિમ વિદાયમાં કોઈ જ કચાસ નહોતી છોડી તેણીને એક દુલ્હનની જેમ શોળે શણગાર સજાવવામાં આવ્યા હતા.

image source

સામાન્ય રીતે કોઈ મૃત્યુ પામે, તે પછી અકસ્માતે હોય કે પછી બીજી કોઈ કરુણ ઘટના હોય લોકો થોડા જ દિવસમાં વિસરી જતાં હોય છે પણ હીરલનું મૃત્યુ એમ થોડા સમયમાં ભુલાઈ જવાય તેવું નથી.

હીરલ કોઈ પણ સામાન્ય યુવતિની જેમ સ્વસ્થ સુંદર જીવી રહી હતી. ઉંમર થતાં ઘરના વડિલોએ તેણીના લગ્ન ચિરાગ સાથે નક્કી કરી દીધા. બન્નેની સગાઈ પણ થઈ ગઈ. પણ કુદરતને કંઈ ઓર જ મંજૂર હશે અને સગાઈના થોડાંક જ દિવસમાં હિરલને એક જીવલેણ વિજ કરંટ લાગ્યો જેનાથી તેણીના હાથ અને પગ અત્યંત ગંભીર રીતે પ્રભાવિત થયા.

image source

તાબડ તોડ હીરલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેણીનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેના પર પાંચ-પાંચ સર્જરી કરાવી છતાં તેણીને બચાવી ન શક્યા. સર્જરી દરમિયાન તેણીના બન્ને હાથ તેમજ પગને ઢીચણ સુધી કાપવા પડ્યા હતાં. દીકરીની આવી સ્થિતિ જોઈ માતાપિતા પર આભ ફાટી પડ્યું. હવે તેમને ચિંતા સતાવતી હતી કે આ સ્થિતિમાં દીકરીનો મંગેતર તેનો હાથ જાલી રાખશે !

image source

પણ હીરલનો મંગેતર કોઈ સામાન્ય હૃદયનો યુવાન નહોતો પણ એક સાચો પ્રેમી હતો. તેણે કોઈ પણ સંજોગોમાં હીરલની સાથે રહેવાનો નિર્ધાર કરી લીધો હતો. તેણે કહ્યું હતું કે શું લગ્ન બાદ હીરલ સાથે આવું કંઈ થયું હોત તો હું તેને છોડી દેત ? તેણે હીરલને કોઈ પણ સંજોગોમાં અપનાવવાનું વચન આપ્યું અને સતત તેની સાથે ઉભો રહ્યો. અને ચિરાગના માતાપિતાએ પણ તેના આ નિર્ણયમાં તેને સંપુર્ણ સહકાર આપ્યો હતો.

image source

સારવાર દરમિયાન તેણે પ્રેમથી હીરલની સંભાળ લીધી હતી અને હીરલમાં પણ જીવવાની આસ જગાવી રાખી હતી. પણ કૂદરત સામે કોનું ચાલ્યું છે ? ડોક્ટર્સ પણ હીરલને ન બચાવી શક્યા અને હીરલે આ દુનિયામાંથી વિદાય લેવી પડી. હીરલની અંતિમ વિદાયનું દ્રશ્ય પથ્થર કાળજાની વ્યક્તિની આંખોમાં પાણી પણ લાવી દે તેવું હતું. હીરલ-ચિરાગની પ્રેમકહાની હંમેશા આપણા મનના એક ખૂણામાં પ્રજ્વલિત રહેશે. ભગવાને પ્રાર્થના છે કે હીરલની આત્માને શાંતિ મળે અને ચિરાગ પણ આ ઉંડા શોકમાંથી સ્વસ્થ રીતે બહાર આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ