જાણો શિયાળામાં રોજ માલિશ કરવાથી શરીરને થતા આ અઢળક ફાયચદાઓ વિશે…

શિયાળામાં તેલ માલિશથી થતા ફાયદા

image source

શિયાળામાં ઠંડી વધવાથી વાયુમંડળ દબાણ ઓછું થાય છે જેને કારણે સાંધાઓમાં સોજા આવે છે એટલું જ નહીં ઠંડીને કારણે સાંધા અકળાઇ જવાની સમસ્યા પણ વધે છે ઠંડી માં લોહી પણ ધીરે ધીરે ઠંડીને કારણે ધીમુ ફરે છે અને જામવા માંડે છે એટલે પણ શરીર વધુ નબળાઈ મહેસૂસ કરે છે.

ઠંડીના કારણે કોણી ઘૂંટણ પાંસળીઓ કરોડરજ્જુ આંગળીઓના સાંધામાં કળતર પણ થાય છે.

image source

ખાસ કરીને બેઠાડું જીવન ધરાવતા લોકો ને શિયાળાની ઋતુ વિશેષ તકલીફદાયક રહે છે. ઠંડીમાં કોષ અને માસપેશીઓ એટલે કે સ્નાયુઓ સંકોચાવા લાગે છે.

સાંધા અકડાઈ જાય છે. શરીરની ફ્લેક્સિબિલિટી ઓછી થાય છે.

મોટી વયની વ્યક્તિઓમાં કાર્ટિલેજ ઓછું થવાને કારણે પણ હાડકામાં દુખાવો શરૂ થાય છે. ઠંડીની સીઝનમાં ટાઈટ કપડા પહેરવાથી પણ મસલ્સમાં દુખાવો થાય છે.

 

image source

ઠંડીને કારણે લોહીની નળીઓ પણ સંકોચાય છે જેને પરિણામે ઓક્સિજન પ્રવાહ પણ ઓછો થવાથી શરીરના સ્નાયુઓ અને નળીઓમાં તાણ પેદા થાય છે.

તેને કારણે પણ ઠંડી વધતા જ શરીરમાં દુખાવો શરૂ થાય છે જાણે શરીર અંદરથી તૂટી ને તાવ આવતો હોય તેવું લાગવા માંડે છે.

ઠંડીથી શરીરને બચાવવા માટે ગરમ કપડા નો ઉપયોગ કરવો. ખાસ કરીને કાન ગળા નો આગળનો ભાગ માથું પગ ઢાંકીને રાખવું.

image source

પગ મા મોજા પહેરવા. કાન ટોપી પહેરવી. સ્કાર્ફ અને મફલર નો ઉપયોગ કરવો.

સવારે અને સાંજના સમયે ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી મોટાભાગે બહાર નીકળવાનું ટાળવું. શરીરમાં ગરમાવો ઉત્પન્ન કરવા બે-ત્રણ લેયર માં કપડાં પહેરવા.

શિયાળામાં હળદર અને તુલસીનો ઉકાળો કરીને પીવાથી પણ ઠંડીમાં રાહત મળે છે. હળદર અને તુલસી નાખેલું દૂધ ઉકાળીને પીવાથી શરીરના સોજા અને દુખાવામાં રાહત મળે છે.

image source

આદુ અને લસણ શરીરમાં ગરમાવો પેદા કરે છે ઉપરાંત ખજૂર મા રહેલું વિટામીન-એ બી તથા પોટેશિયમ મેગ્નેશિયમ ગુજરાત ખનીજ તત્વો પણ શરીરના તાપમાનને ગરમ રાખે છે.

શિયાળામાં ફાઈબર તથા કેલ્શિયમ યુક્ત આહાર વધારે રહેવાથી પણ સાંધાના દુખાવામાં રાહત મળે છે.

શિયાળામાં ખોરાકમાં મરી ,હળદર, અખરોટ, પિસ્તા ,કાજુ ,કિસમિસ ,બદામ નો ઉપયોગ કરવો.

image source

એમાંથી વધુ પ્રમાણમાં ઊર્જા મળે છે .રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે એટલું જ નહીં તે શરીરના તાપમાનને મેન્ટેઇન કરી વજન પણ નિયંત્રિત રાખે છે.

શિયાળામાં તાજુ અને ગરમ ખોરાક ખાવો. પાણી પણ બની શકે તો નવશેકું પીવાનું રાખવું.

ફ્રિઝમાં રાખેલો ખોરાક ઉપયોગમાં લેવાના બેથી ત્રણ કલાક પહેલા બહાર કાઢી લેવો જેથી તે રૂમ ટેમ્પરેચર પર આવે.

image source

ફ્રિજમાં રાખેલા ફળ પણ બહાર કાઢીને એક કલાક બાદ ખાવાના ઉપયોગમાં લેવા. શિયાળાના ખાટી છાશ અને દહીંનો ઉપયોગ ટાળવો. ખાટા પદાર્થો સાંધાની સમસ્યામાં વધારો કરે છે.

પરંતુ ઋતુ અનુસાર સંતરા મોસંબી નું જેવા ફળ ઉપરાંત કોબીજ ટમેટા લીલી ભાજી સરસવની ભાજી પાલક મૂળા ડુંગળી નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો. તેમાંથી મળતા વિટામીન અને કેલ્શિયમ શિયાળામાં શરીરને ગરમાવો પૂરો પાડે છે.

image source

શિયાળામાં નિયમિત પણે કસરત કરવાથી વજન નિયંત્રણમાં રહે છે, શરીર સક્રિય રહે છે, સાંધાની ફ્લેક્સિબિલિટી જળવાઈ રહે છે, શરીરમાં ગરમાવો ઉત્પન્ન થાય છે અને મેટાબોલીઝમ પણ વધે છે. નિયમિતપણે કસરત કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય માત્રામાં થાય છે.

શિયાળામાં સરસિયાના તેલનું, તલના તેલનું કે જેતુનના તેલથી માલીશ કરવાથી પણ સાંધાઓના કળતરમાં રાહત રહે છે.

image source

માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. સ્નાયુઓ ની સ્થિતિ સ્થાપકતા જળવાઈ રહે છે.

માલિશ કરવાથી વજન પણ ઊતરે છે. વધારાની ચરબી ઓગળે છે. વાયુ અને કફના રોગોમાં પણ માલિશ કરવાથી રાહત મળે છે.

માલિશ કર્યા બાદ ગરમ પાણીથી સ્નાન કરવું. શિયાળામાં તડકામાં બેસવાથી વિટામિન-ડીની ઊણપ દૂર થાય છે.

image source

તડકામાં બેસવાથી કફ છૂટો પડે છે. ઉધરસ અને શ્વાસના રોગમાં રાહત રહે છે. શિયાળામાં ઠંડીને કારણે ત્વચા સૂકી બને છે માલિશ કરવાથી ત્વચાને મોઇશ્ચર મળી રહે છે.

ત્વચાની ભીતર રહેલી તૈલીયગ્રંથી ઓ સક્રિય રહે છે અને ત્વચા પણ સ્વસ્થ રહે છે.

image source

આપણે ત્યાં આશીર્વાદમાં શતમ જીવ શરદ કહેવામાં આવે છે એનું મહત્વ જ એ છે કે શિયાળો શારીરિક સ્વાસ્થ્ય વધારવાની ઋતુ છે.

શિયાળા દરમિયાન જો યોગ્ય આહાર લેવામાં આવે તો સમગ્ર વર્ષ ઊર્જાવાન અને નિરોગી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ