જો આ રીતે કરશો સાબુદાણાનો ઉપયોગ, તો કાળા અંડરઆર્મ્સથી લઇને આ અનેક સમસ્યાઓ ચપટીમાં થઇ જશે દૂર

ખીલથી લઈ બ્લેક અંડરઆર્મ્સની સમસ્યા દૂર કરશે સાબૂદાણા, જાણો કેવી રીતે

image source

દરેક મહિલાની ત્વચાની સમસ્યાઓ અલગ અલગ હોય છે. કારણ કે તેમની ત્વચાનો પ્રકાર અલગ હોય છે. કેટલીક છોકરીઓ અથવા સ્ત્રીઓ તેમની શ્યામ ત્વચાથી ચિંતા અનુભવે છે તો કેટલીક યુવતીઓને તૈલીય ત્વચાની ચિંતા સતાવે છે.

જો કે શિયાળાની ઋતુ શરૂ થાય એટલે સૌ કોઈને ડ્રાય સ્કીનની તકલીફ થવા લાગે છે. શિયાળામાં ઠંડીની સૌથી વધારે અસર ત્વચા પર થાય છે અને તેના કારણે ચહેરાની ત્વચા સુકાતી જોવા મળે છે.

image source

શિયાળામાં ડ્રાય સ્કીન ઉપરાંત ત્વચા વધારે શ્યામ પણ દેખાય છે. તેનું કારણ તેલયુક્ત લોશન અને ક્રીમનો ઉપયોગ હોય છે.

શિયાળામાં સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કરવાથી પણ ત્વચા શ્યામ દેખાય છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા શું કરવું તેની ચિંતા સૌથી મોટી હોય છે.

image source

પરંતુ આજે તમને ત્વચાની આ સમસ્યાઓથી બચવા માટે સાબુદાણાના કેટલાક ઘરગથ્થુ ઉપચાર વિશે અહીં જાણવા મળશે. આ ઉપચારથી તમે શ્યામ ત્વચા ઉપરાંત ખીલની તકલીફથી પણ બચી જશો.

સાબુદાણાથી સ્વાસ્થ્યને થતા લાભ

સાબુદાણાનો ઉપયોગ સામાન્ય રીતે ફરાળી વાનગીઓમાં થાય છે. પરંતુ એક શોધ અનુસાર સાબુદાણા તમને ફ્રેશ રાખવામાં મદદરૂપ બની શકે છે, તેનું સેવન કરવાથી શરીરની અંદરની ગરમી ઓછી થાય છે.

image source

સાબુદાણા સ્નાયૂઓને મજબૂત કરે છે અને પાચનક્રિયા પણ સુધારે છે.

સ્વાસ્થ્ય માટે ગુણકારી એવા સાબુદાણા કાર્બોહાઈડ્રેટનો ઉત્તમ સ્ત્રોત છે, સાથે જ તેમાં કેલ્શિયમ, આયરન, વિટામીન કે ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરને સ્વસ્થ્ય અને નિરોગી રાખે છે.

image source

સાબુદાણા વ્યક્તિના સ્વાસ્થ્યને સુધારે છે તેની સાથે તે ત્વચાને પણ સુંદર બનાવે છે. તો ચાલો હવે જાણીએ સાબુદાણાથી ત્વચાના થતા લાભ વિશે.

સાબુદાણાના સૌંદર્યવર્ધક ઉપયોગ

1. બ્લેક અંડરઆર્મ્સ

image source

જો તમારે કાળા અંડરઆર્મ્સથી છુટકારો મેળવવો હોય તો તેના માટે સાબુદાણાને પીસી લો અને તેના પાવડરમાં થોડું દહીં અને હળદર મેળવીને પેસ્ટ બનાવો.

હવે આ પેસ્ટને બ્લેક થયેલા અંડરઆર્મ્સ પર ઓછામાં ઓછી 30 મિનિટ સુધી લગાવો.

અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ પેસ્ટનો ઉપયોગ કરો. થોડા દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે.

2. ખીલ

image source

ત્વચાને નડતા ખીલથી છૂટકારો મેળવવા માટે, સાબુદાણાને પીસી તેમાં થોડું પાણી ઉમેરીને પેક તૈયાર કરો.

આ પેકને અઠવાડિયામાં 2 વાર ચહેરા પર લગાવો. તેનો ઉપયોગ કરવાથી ચહેરાના ખીલ તો દૂર થશે જ પરંતુ ત્વચાની કાળાશ પણ દૂર થઈ જશે.

3. તૈલીય ત્વચા

image source

તૈલીય ત્વચા હોય તેમણે સાબુદાણાને પીસી અને તેમાં લીંબુનો રસ ઉમેરી ફેસપેક બનાવવું. આ પેકને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવો.

અઠવાડિયામાં 2 વાર આ પેકનો ઉપયોગ કરવાથી તૈલીય ત્વચાથી મુક્તિ મળશે.

4. ડ્રાય ત્વચા

image source

જો તમને ડ્રાય ત્વચાથી પરેશાની હોય તો પછી સાબુદાણાને પીસી લો અને તેમાં ક્રીમ ઉમેરી તેનો ફેસપેક બનાવો.

આ ફેસપેકનો ઉપયોગ સપ્તાહમાં 2 વાર ત્વચા પર કરવો. તેનાથી ડ્રાય સ્કીનની સમસ્યા દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ