હિન્દુ ધર્મ પ્રમાણે આ એક કામ સાંજે ન કરવું જોઈએ. તેનાથી નિર્ધનતા આવે છે.

હિન્દુ શાસ્ત્ર અને ધર્મગ્રંથોનું આજના સમયમાં પણ તેટલું જ મહત્વનું છે જેટલું પહેલાના સમયમાં હતું. જો કે આજની પેઢી તેને પોતાના જીવનમાં અમલ નથી કરી રહી, એ શાસ્ત્રોમાં આપેલ સિદ્ધાંતોને જો અનુસરે તો દરેક કાર્યમાં તેમને જરૂર સફળતા મળે અને સાથે સાથે જીવનમાં પ્રગતિ પણ ખૂબ જ થાય. પરંતુ એનો અર્થ એ છે જ નહી કે આપણો હિન્દુ વૈદિક ધર્મ ક્યાંક ખોવાઈ ગયો છે. આજે પણ તેનું મહત્વ એટલું જ છે.એમાં લખાયેલ દરેક વાતોનો આજે પણ ઘણી જગ્યાએ અમલ થતો જોવા મળે છે.હિન્દુ ધર્મમાં કોઈપણ કામ કરવા માટે તેના માટેના યોગ્ય સમયને ખુબ મહત્ત્વ આપવામાં આવ્યું છે.હિન્દુ ધર્મમાં કોઈપણ કામ કરવા માટેના યોગ્ય સમયને ખુબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. માટે કોઈપણ શુભ કામ કરતા પહેલાં હંમેશા મૂહર્ત જોવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.છી તે લગ્ન હોય કોઈ પુજા હોય કે બીજું કોઈ શુભ કામ હોય. દરેક કામને યોગ્ય સમયે કરવામાં આવે તો તેના સારા પરિણામ મળે છે. સમય સાથે જોડાયેલી કેટલીક પ્રાચિન માન્યતાઓ છે કે સૂર્યાસ્ત સમયે કોઈએ પણ આડુ પડવું ન જોઈએ કે સુવુ જોઈએ નહીં.

ધાર્મિક કારણકેહવામાં આ છે કે આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે. આ સમયે જો ભગવાનની પુજા કે આરતી વિગેરે કરવામાં આવે તો શ્રેષ્ઠ છે. શાસ્ત્રો જણાવે છે કે જો તમે બીમાર ન હોવ અથવા બીજું કોઈ આવશ્યક કારણ ન હોય તો સૂર્યાસ્ત સમયે તમારે સુવું ન જોઈએ અને આડું પણ ન પડવું જોઈએ. આ સમયે સુવાથી વ્યક્તિ બિમાર અને સુસ્ત બની જાય છે.

વૈજ્ઞાનિક કારણજે લોકો આ સમયે સુવે છે, તેમને અનિન્દ્રાનો રોગ થવાની સંભાવના વધી જાય છે. સાંજના સમયે સુવાથી રાત્રે ઉંઘ નથી આવતી. તેવામાં વ્યક્તિને રાત્રિની સ્વસ્થ ઉંઘ નથી મળી શકતી. અને તેના શરીરને પુરતો આરામ પણ નથી મળતો. જેના કારણે તે નબળાઈ અનુભવે છે, તેનું પાચનતંત્ર અસ્વસ્થ થઈ જાય છે, માથામાં દુઃખાવો, ચક્કર આવવા વિગેરે બિમારીઓ થઈ શકે છે. માટે સૂર્યાસ્તના સમયે આડા પડવું કે સુવું જોઈએ નહીં.