૦૫.૦૪.૧૯ – આજનું રાશિફળ, વાંચો કેવો રહેશે તમારો આજનો દિવસ…

મેષ : વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં. તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે- ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો, જે તમને અસ્વસ્થ કરી મુકશે.

લકી સંખ્યા: 3

વૃષભ : દરેકેદરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. તમારા માતા-પિતા સાથે તમારી ખુશી વહેંચો. તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ઙૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે. એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

લકી સંખ્યા: 2

મિથુન : તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારૂં જીવન મુશ્કેલ બનાવી દેશે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી.

લકી સંખ્યા: 9

કર્ક : મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રૉમેન્ટિક બનાવો. દિવાસ્વપ્નો જોવાથી તમારી પડતી થશે-તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

લકી સંખ્યા: 4

સિંહ : માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો-અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય. મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે.

લકી સંખ્યા: 2

કન્યા : તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

લકી સંખ્યા: 9

તુલા : બ્લ્ડ પ્રૅશરના દરદીઓ લોહીનું દબાણ ઘટાડવા રૅડ વાઈનની મદદ લઈ શકે છે અને કૉલૅસ્ટ્રૉલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. આજે તમે તમારા પ્રિયપાત્ર સામ તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો. કામના સ્થળે તમારી સફળતના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા, તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે.

લકી સંખ્યા: 3

વૃશ્ચિક : તમારા બળપણની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે. આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો. પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા ખોઈ બેસવામાંથી જ તમારી બેચેની અને તાણ ઉદભવ્યા છે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. તમારા એકધારા સમયપત્રકમાંથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. નવા વિચારો ઉત્પાદક હશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. લગ્ન બાદ, પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો.

લકી સંખ્યા: 5

ધનુ : તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. ઘરના દેખાવને સુધરવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો. પ્રેમ જીવન આશા લાવશે. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજે તમને અનુભૂતિ થશે કે, લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે.

લકી સંખ્યા: 2

મકર : જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. નાના ભાઈ કે બહેન તમારી મદદ માગી શકે છે. તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. સહકાર આપવાનો તમારો અભિગમ તથા વિશ્લેષણાત્મક કૌશલ્યની નોંધ લેવાશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે.

લકી સંખ્યા: 2

કુંભ : કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. સમજદારીપૂર્વક રોકાણ કરો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મુકશે. આ પરમ સુખને માણો. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે.

લકી સંખ્યા: 8

મીન : શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા આંખ-કાન ખુલ્લા રાખો-કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે.

લકી સંખ્યા: 6

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

એપ્રિલ 5, 2019 – જૂન 02, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 10 માં છે .

આ સમયગાળામાં તમારો દૃષ્ટિકોણ સરેરાશ રહેશે. લાભ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા વ્યવસાયને વિકસાવવાની દિશામાં કાર્ય કરજો. આ સમયગાળામાં અંગત મુદ્દાઓ અને સ્વાસ્થ્યને લગતી નાની-મોટી સમસ્યાઓ રહેશે જે તમારા કામમાં અંતરાય ઊભા કરશે. પડકારો રહેશે તથા નવી પસંદગી અંગે નિર્ણય વિચારીને લેજો. નવી યોજનાને સદંતર ટાળવી. તમારા સ્વીકાર ન કરવાના સ્વભાવને કારણે તથા કાર્યસ્થળે સ્પર્ધાને કારણે આ સમયગાળામાં તમે વિધ્નો અનુભવશો. જમીન કે મશીનરીની ખરીદી થોડા સમય માટે ટાળવી.

જૂન 02, 2019 – જુલાઈ 23, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમય તમારી માટે બહુ સંતોષજનક નથી. અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયાસોમાં નિષ્ફળતા તમારી હતાશા વધારી મુકશે. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. તમે બિનજરૂરી ખર્ચ કરશો. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમને હેરાન કરશે. ખાસ કરીને વૃદ્ધોને મોતિયો તથા કફને લગતી સમસ્યાઓ નડશે.

જુલાઈ 23, 2019 – ઑગસ્ટ 14, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 10 માં છે .

તમે તમારા ઉપરીઓ સાથે અરસપરસના સારા સંબંધ જાળવી શકશો, જે તમારી માટે લાંબા ગાળે સારા પુરવાર થશે. આ સમયગાળામાં પદનું નુકસાન જોઈ શકાય છે. તમારૂં મગજ નાવીન્યસભર અને રચનાત્મક પ્રવૃત્તિઓથી છલોછલ હશે, પણ પરિસ્થિતિના સારાં નરસાં પાસાં વિશે જાણ્યા વિના તેમને અમલમાં મુકવાના પ્રયાસો ન કરતા. તમારા ગૃહ જીવન તરફ તમારે વધારે વધારે ધ્યાન આપવું પડશે. મુસાફરીની શક્યતા છે અને આ બાબત તમારી માટે ફળદાયી પુરવાર થશે. તમારા પરિવારના સભ્યની તબિયતને નુકસાન થવાની શક્યતા છે, આથી તેમનું તથા તમારૂં બરાબર ધ્યાન રાખજો.

ઑગસ્ટ 14, 2019 – ઑક્ટોબર 13, 2019

શુક્ર તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.

ઑક્ટોબર 13, 2019 – નવેમ્બર 01, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

નવેમ્બર 01, 2019 – ડિસેમ્બર 01, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .

અનેક તકો તમારી સામે આવશે પણ તે બધી જ વ્યર્થ જશે, તમે તેનો ફાયદો ઉપાડી નહીં શકો. તમારા અથવા તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, આથી તેમની તથા તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. આ સમય તમારી માટે મિશ્ર ફળદાયી છે. લોકો સાથે અથવા તમારા સહકર્મચારીઓ સાથે તકરાર થઈ શકે છે. શરદી તથા તાવ જેવી બીમારીઓનો ભોગ બનશો. કોઈ દેખીતા કારણ વિના તણાવ રહેશે.
ડિસેમ્બર 01, 2019 – ડિસેમ્બર 22, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 3 માં છે .

શારીરિક તથા માનસિક રીતે આ સમયગાળા દરમિયાન તમે ખૂબ જ હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ ખૂબ જ સારો તબક્કો છે, ખાસ કરીને તમારા ભાઈઓ પણ વિકાસ સાધશે. તમારી કારકિર્દીમાં પ્રયત્નોની પરાકાષ્ઠા કરજો, કેમ કે આ સમયગાળામાં સફળતાની ખાતરી છે. ભૌતિક બાબતોમાં પણ લાભની શક્યતા છે. તમારા શત્રુઓ તેમની યોજનામાં સફળ નહીં થાય. આ સમયગાળા દરમિયાન તમારી મનોકામના પૂર્ણ થશે. તમે વિજેતા તરીકે સામે આવશો.

ડિસેમ્બર 22, 2019 – ફેબ્રુઆરી 15, 2020

રાહુ તમારા ભાવ સંખ્યા 4 માં છે .

આ સમયગાળાની શરૂઆતમાં કારકિર્દીમાં અસ્થિરતા તથા દિશાવિહિનતા પ્રવર્તશે. આ સમય દરમિયાન તમારે નવા પ્રોજેક્ટ્સ તથા કારકિર્દીમાં કોઈ મોટા ફ્રેરફાર ટાળવા જઈએ. તમારા મિત્રો તથા સંબંધીઓને તમે પહોંચી વળી શકો એવો આ સમય નથી. બિનજરૂરી પરિસ્થિતિઓ ઊભી થશે, જે તમારા જીવનમાં તકરાર, મુશ્કેલીઓ ઊભી કરશે. ઝડપી નાણાં મેળવવા મટે અયોગ્ય માર્ગ અપનાવતા નહીં. કાર્ય તથા નોકરીને લગતી પરિસ્થિતિ સંતોષકારક નહીં હોય. અકસ્માતનો ખતરો છે. આ સમયગાળામાં કેટલીક પ્રતિકુળ પરિસ્થિતિઓ આવશે, તેમનો સામન કરવા માટે તમારો આત્મવિશ્વાસ મજબૂત કરવાનો પ્રયાસ કરો. તમને ખાંસીની સમસ્યા થઈ શકે છે, દમને અથવા સંધિવાના દર્દની ફરિયાદ રહેશે.

ફેબ્રુઆરી 15, 2020 – એપ્રિલ 04, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 10 માં છે .

આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે જે યાદગાર બાબતની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કરશો. તમે તમારી જવાબદારીઓ પૂરી કરી શકશો તથા માતા-પિતા, ભાઈ-બહેનો તથા સંબંધીઓ સાથે એ જ નિકટતા જાળવી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે. તમે મૂલ્યવાન ધાતુ, રત્ન અથવા ઘરેણાં ખરીદી શકશો.
સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.