થોડા વર્ષ પહેલા બન્યો હતો એક બનાવ જેના લીધે દર વર્ષે એ રહેતી હતી એ દિવસે દુઃખી…સુંદર વાર્તા…

રિવાને જાણ થઈ કે આજે તો ગૌરીપૂજન , છોકરીઓના ગૌરીવ્રતનો દિવસ !!! ઓહ ! વીતેલા વર્ષો પણ જાણે કાલનો તાજો બનાવ !! રિવાની ખાસ સહેલી, મૈત્રીની મમ્મી નું અવસાન આ દિવસે થયું હતું … તે દિવસથી જ્યારે પણ, ગૌરીવ્રત પૂજવા છોકરીઓ નીકળે, સજીધજીને પણ મૈત્રી ??? રડી રડીને બેહાલ થઈ જાય અને એક જ વાત કરે કે હું ભૂલી નથી શકતી અને ભૂલીશ પણ નહીં…


ઓહ !! માં રે !! મારી માં … આજના દિવસે બધાએ એને શણગારી હતી … લાલ ઘરચોળું !! કેવી સુંદર… મારી માં, મારી વ્હાલી મમ્મી ??? ક્રૂર કાળ મારી માં ને છીનવી ગયો !!

મૈત્રીને દિલાસો આપનારના શબ્દો ખૂટી જતાં પણ, દીકરીના આંસુ ન ખૂટતા… !! રિવાને પણ, આ બધું યાદ આવતાં, એની આંખો છલકી રહી !! બે વર્ષથી તો મૈત્રી સાસરે છે !! શું કરતી હશે ?? એક વાર તો આખી રિંગ પૂરી થઈ પણ, રિસીવ ન કર્યો … બિચારી ?? માં ની યાદમાં રડી રડી ને… બેહાલ…??? અનાયાસે ફરી રિવાથી મૈત્રીનો નમ્બર ડાયલ થયો..


” ઓહ, આ ફરીથી રિવાનો કોલ આવ્યો ? હવે તો ઉપાડવો જ પડશે એમ બબડતાં મૈત્રીએ.. કોલ રિસીવ કર્યો.. “hello dear.. ” હા, સાચી વાત છે ! મને યાદ છે ને !! પણ, જોને આજે ઓચિંતા મારી નણંદનું અને કાકાજીનું બે ય ફેમિલી આવ્યા છે અને સૌ કોઈ આજે જ મને કંઈ ને કઈ બતાવે છે ને સલાહ માંગે છે … ને હું તો બાપા નવરી જ નથી થતી.. હા, રિવા… આજે મમ્મી ની પૂણ્યતિથિ છે મને યાદ જ છે .. પણ જો ને આ..


હા, રિવા સાચી વાત , તારી !! હું આ ઘરમાં પરણીને આવી પછી આ બીજી પુણ્યતિથિ આવી, પણ , રિવા ગયા વર્ષે તો મારા સાસુએ અચાનક જ કિટ્ટી પાર્ટીની મહિલાઓ માટે સાસુ વહુનું એક દિવસ માટે Get to gether Out of town ગોઠવી દીધું હતું અને અમે એટલી મોજ માણી હતી કે એ એક અઠવાડિયા સુધી તો યાદ જ કરતાં રહ્યા ને એ મોજ માણતા રહ્યા…!! બાકી, હા આ દિવસે તો હું.. , તમે બધા મને કોઈ રીતે છાની ન રાખી શકતા.. અરે.. હા.. હા આવું છું !! રિવા, આ મારી નણંદ ની ઢીંગલી મને ક્યારની ખેંચે છે !! હું જાવ છું.. પછી વાત કરશું..


Ok.. ok.. bye..bye.!!” નાનકડી ઢીંગલી જેવી છોકરી બોલતી સંભળાય છે, ” જુઓ, જુઓ મામી, આ મારું ડ્રોઈંગ કેવું છે ?? એમાં કયો કલર કરું ??” એણે દોરેલું સસલાનું મોં , કૂતરા જેવું લાગતા મૈત્રી હસી પડી !! મૈત્રીને પોતાની દોહીત્રી પાછળ ખીલખીલ કરતી હસતી જતી જોઈ..


મૈત્રીના સાસુ , પોતાની આ યોજના આ વર્ષેય સફળ રહી એ માટે સંતોષપૂર્ણ મલકી રહ્યા.. અને એનો દીકરો, હા, મૈત્રીનો પતિ મિરાજ, પોતાની પત્ની નું હાસ્ય અને માં નો મલકાટ જોઈ બધું સમજી ગયો તેણે વનિતાબેનના ખભે માથું ઝુકાવ્યું… અને ગણગણ્યો.. love you mom !! મારી જિંદગી ને ખુશહાલ બનાવી !!


મિરાજ નું માથું સુંધતા વનિતાબેન, ધીમેથી બોલ્યા..” તું જ તો મારી જિંદગી છો !! અને મારી જિંદગી યે તો જ ખુશહાલ બને ને.. જ્યારે એની lifeline happy હોય !!! Love you too મારા બચ્ચા !!” આ જ તો સબન્ધ ના સરવાળા છે… આવા ઇન ડાયરેક્ટ સરવાળા જ ખુશીનો ગુણાકાર કરે છે અને જીવનમાં આનંદ અનેક ગણો વધી જાય !!

લેખક : દક્ષા રમેશ ” લાગણી”

ખરેખર બહુ જૂજ જોવા મળે છે આવા પરિવાર જ્યાં એકબીજાનું દુઃખ સમજી શકે.