આ ટાઇપના પેરેન્ટ્સને કહેવાય છે હેલિકોપ્ટર પેરેન્ટ્સ

શું તમે પણ હેલિકોપ્ટર પેરેન્ટ્સ છો?

image source

હેલિકોપ્ટર પેરેન્ટ્સ શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ 1969 માં ડૉ. હેમ ગીનાટ્સની પુસ્તક ‘બિટવીન પેરેન્ટ્સ અને ટીનેજર્સ’માં થયો હતો અને તે એટલો લોકપ્રિય થઈ ગયો હતો કે 2011 માં તેને શબ્દકોશમાં સામેલ કરવામાં આવ્યો હતો.

હેલિકોપ્ટર પેરેન્ટ્સ શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ 1969 માં ડો. હેમ ગીનાટ્સની પુસ્તક ‘બિટીવીન પેરેન્ટ્સ અને ટીનેજર્સ’ માં થયો હતો અને તે એટલો લોકપ્રિય થયો હતો કે 2011 માં તેને શબ્દકોશમાં સામેલ કરવો પડ્યો. તમે અને આપણામાંના કોઈપણ આવા માતાપિતા અથવા વાલી હોઈ શકે છે.

હેલિકોપ્ટર પેરેંટિંગ શું છે?

image source

હેલિકોપ્ટર પેરેન્ટિંગ એટલે એવા માતાપિતા જે પોતાના બાળકો પર હેલિકોપ્ટરની જેમ ફરતા રહેતા હોય છે. તેમને વધુ નિયંત્રણમાં રાખે, તેમની તરફ વધુ ધ્યાન આપતા હોય, તેમને વધુ સુરક્ષિત રાખતા હોય, મોટાભાગે તેમની સાથે જ રહેતા હોય, બદલાતા સમયમાં બાળકોને દરેક રીતે યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે તેમ છતાં, હેલિકોપ્ટર પેરેન્ટ્સ બાળકના દરેક કાર્યમાં તેમની સાથે જ રહે છે, જેમ કે શાળાની પરીક્ષાઓમાં નાની ટેસ્ટ્સ માં, મિત્રો પસંદ કરવામાં, ફરવા જવામાં અને રમવામાં વગેરે..

* હેલિકોપ્ટર પેરેંટિંગનાં કારણો:-

image source

દરેક માતાપિતા પોતાના બાળક પ્રત્યે રક્ષણાત્મક હોય છે, પરંતુ તેમાંના ઘણાં માતાપિતા ઘણાં કારણોસર હેલિકોપ્ટર માતાપિતા બની જાય છે.

* નિષ્ફળતાનો ડર:-

ઉગ્ર સ્પર્ધાના આ યુગમાં, ઘણા માતાપિતા પોતાનું બાળક આ સ્પર્ધામાં પાછળ ન રહી જાય એવું વિચારીને સતત તેમની પાછળ રહે છે. તેમને એવું લાગે છે કે તેમના વધુ ધ્યાન આપવાથી તેમનું બાળક સફળ થઈ જશે.

* વ્યાકુળતા અથવા ચિંતા:-

image source

વિશ્વ અર્થવ્યવસ્થાની સ્થિતિ આવી જોઈને, ઘણા માતાપિતા એવી ચિંતા કરે છે કે પોતાના બાળકનું ભવિષ્ય કેવું હશે. એટલે જ તેઓ સતત બાળક સાથે જ રહે છે. જેથી બાળક નિષ્ફળ જાય તો તે હતાશ ન થાય.

* વધુ વળતર:-

જે માતાપિતાને બાળપણમાં અવગણવામાં આવ્યા હતા તેઓ તેમના બાળકને વધુ પ્રેમ વધુ સંભાળ અને વધુ સમય આપીને વળતર ચૂકવવા માંગતા હોય છે.

* અન્ય માતાપિતાને જોઈને:-

image source

અન્ય માતાપિતાને પોતાના બાળકોના કામમાં વ્યસ્ત જોઈને ઘણી વાર એ માતાપિતાને એવું લાગે છે કે તેઓ પણ તેમના બાળકના કામમાં હસ્તક્ષેપ કરે.

* હેલિકોપ્ટર પેરેંટિંગના ફાયદા:-

image source

હેલિકોપ્ટર માતાપિતા હંમેશા પોતાના બાળકો સાથે જોડાયેલ રહેતા હોય છે, તેથી તેઓ જાણે છે કે તેમના બાળકો ક્યાં છે, તેઓ શું કરી રહ્યા છે, તેમના મિત્રો કોણ છે, આમ તે સુરક્ષાની દ્રષ્ટિએ પણ સારું છે. બાળકોની સંભાળ લેવી, બાળકોનું ધ્યાન રાખવું, તેમનું નિરીક્ષણ કરવું, તેમની સાથે કામ કરાવવા પણ સારું છે. આમ કરવાથી બાળકમાં પ્રેમ કરવાની, સ્વીકારવાની, વહેંચવાની ભાવના વિકસાવે છે, જે તેનું વ્યક્તિત્વ ઘડવામાં સહાયક બને છે. તેનાથી બાળકમાં પ્રગતિ કરવાની સંભાવના વધે છે.

image source

હેલિકોપ્ટર માતાપિતા પોતાના બાળકો પ્રત્યે ખૂબ જ માલિકીભાવ ધરાવતા હોય છે. તેઓ તેમને કોઈ કામ કરવા જ દેતા નથી, તેઓ તેમના કામ તે કરે એ પહેલાં કરી આપે છે.

* કેટલીક બાબતોની તપાસ કરી તમે જાતે જ જાણો:-

1. શું તમે દરરોજ સવારે સ્કૂલ કે કોલેજમાં જવા માટે બાળકને જગાડો છો?

2. જ્યારે બાળક સ્કૂલ કે કોલેજ જાય છે ત્યારે તમે એની પાછળ જાવ છો, દૂરથી જુઓ છો? શું તમે તેના શિક્ષકો સાથે સતત સંપર્કમાં રહો છો?

image source

3. તમે પરીક્ષમાં આપેલ ગુણ માટે શિક્ષક સાથે દલીલ કરો છો?

4. શું તમે બાળક મોટું થઈ ગયું હોય તો પણ પોતાના હાથે ખવડાવો છો?

5. શું તેના નાના નાના કામ પણ તમે જાતે જ કરો છો?

6. જ્યારે તમે કોઈ રમતમાં અથવા કોલોનીમાંની લડાઈ કરતી વખતે હારી જાઓ છો, ત્યારે બાળકને બદલે તમે પોતે જ લડવા જાવ છો?

7. જો બાળક નિષ્ફળ જાય તો શું તમને હંમેશા નિર્ણાયકો જ દોષી લાગે છે?

image source

8. બાળક કોલેજમાંથી પાસ થયા બાદ તેમનો બાયો ડેટા લઈને તમે જાતે જ નોકરી શોધવા જાવ છો?

9. શું તમે બાળક બીમાર પડતાંની સાથે જ ખૂબ પરેશાન થઈ જાવ છો?

10. શું તમે તમારા બાળકોને દુઃખી જોઈ શકતા નથી? શું તમે ક્યારેય બાળકોને તડકા, ધૂળ અથવા ભીડમાં બહાર જવા દેતા નથી, તેમને માટીમાં કે મેદાનમાં રમવા જવા દેતા નથી?

11. અન્ય લોકોની ખરાબ નજર હંમેશા તમારા બાળક પર જ હોય છે એવું તમને લાગ્યા કરે છે?

12. શું તમે સતત બાળકની પાછળ પડ્યા રહો છો? તેને વિવિધ પ્રકારના અભ્યાસક્રમો કે અન્ય એક્ટિવિટી કોર્સ કરાવતા રહો છો?

image source

જો ઉપરોક્ત તમામ પ્રશ્નોના જવાબ ‘હા’ છે, તો પછી તમે હેલિકોપ્ટર પેરેંટ છો અથવા તે બનવા જઈ રહ્યા છો. થોભી જાઓ, રાહ જુઓ, વિચારો, અતિ બધી વસ્તુઓ ખરાબ હોય છે.

* હેલિકોપ્ટર પેરેંટિંગના દુષ્પરિણામો:-

– એવા માતાપિતા જે પોતાના બાળકોના બૂટની દોરી બાંધી આપે છે, જમ્યા પછી પ્લેટ ઉપાડી લે છે, લંચબોક્સ પેક કરી આપે છે, તેમના બાળકો શારીરિક અને માનસિક બંન્ને રીતે આત્મનિર્ભર બનવામાં અસમર્થ બની જાય છે.

image source

– બાળક કેટલીકવાર પડકાર અને નિષ્ફળતાનો સામનો કરવામાં અસમર્થ બની જાય છે. તેમનું આત્મગૌરવ ઘટવા લાગે છે.

– આવા બાળકો પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાનું શીખી શકતા નથી કારણ કે તેમના માતા-પિતા તેમની દરેક ખરાબ પરિસ્થિતિઓમાંથી બચાવવા માટે દરેક સમયે હાજર જ હોય છે.

– આવા બાળકો માટે માતાપિતાની અપેક્ષાઓ પૂરી કરવું જરૂરી બની જાય છે અને જો તેઓ સફળ નથી થતા તો, તેઓ ડિપ્રેશનમાં આવી જાય છે.

– આવા બાળકો ક્યારેય સફળ થવાનું શ્રેય પોતે લઈ શકતા નથી કારણ કે તેમને માતાપિતાને કારણે એ સફળતા મળી હોય છે.

image source

– યાદ રાખો, તમે તેના સર્વ શ્રેષ્ઠ મિત્ર કે હિતેચ્છુ બની શકો છો, પરંતુ તેને હરપળ સુરક્ષિત રાખવાનો તમારો વિચાર હંમેશા તેના વ્યક્તિત્વના વિકાસને અવરોધશે. તે જીવનના સંઘર્ષનો આપમેળે સામનો કરી શકશે નહીં.

* અતિશય ઓવરપ્રોટેક્ટિવ ન બનો:-

યાદ રાખો કે તમે કેવી રીતે મોટા થયા છો, શું તમારા માતાપિતાએ તમને હાર અને જીતને એક સમાન રીતે સમજવાનું શીખવ્યું ન હતું? જ્યારે તમે પડ્યા હોવ ત્યારે શું તેમણે નોહતા કહેતા કે ‘કોઈ વાંધો નહીં, કીડી મરી?’ જ્યારે તમે કોઈ મિત્રો સાથે લડાઈ કરીને આવ્યા હોય ત્યારે તમને ‘પોતાને જ સમાધાન’ કરવાનું સમજાવતા નોહતા?

image source

તમારી જાતને રોકી રાખો, તમારી વર્તણૂકનું પરીક્ષણ કરો. જો તમે ઓવરપ્રોટેક્ટીવ બની રહ્યા છો તો રોકો અને પોતાની જાતને બદલો.

આત્યંતિક જવાનું છોડી દો. બાળકને પોતાની સમસ્યાઓ, પરિસ્થિતિઓને જાતે જ નિયંત્રિત કરવા દો અથવા હલ કરવા દો.

બાળકને સમજાવો કે સૂચિત કરો પણ હુકમ કરી ન જણાવો. બાળકને દરેક વસ્તુની સકારાત્મક અને નકારાત્મક અસરો વિશે સમજાવો, પરંતુ નિર્ણય જાતે જ લેવા દો.

બાળકની સફળતા માટેના તમામ શ્રેય તમે જાતે ન લેશો. બાળકને ખ્યાલ આવવા દો કે, તેણે સારું કર્યું છે કે ખરાબ.

image source

બધા સમયે કે દરેક બાબતમાં બાળકનો બચાવ ન કરો. તેને પોતાની ભૂલનો અહેસાસ થવા દો.

નિઃશંકપણે બાળક તમારી આંખોનો તારો છે, પરંતુ વધુ પડતા રક્ષણથી ઓવરપ્રોટેક્શનથી, તેને નુકસાન જ થશે, ફાયદો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ