આ 3 પ્લેસ પર ફરી લો માત્ર 2500 રૂપિયામાં જ, ફરવાની આવશે ડબલ મજા

આ ત્રણ સુંદર જગ્યાઓ દિલ્હીની ખૂબ જ નજીક આવેલી છે, એક શાનદાર મુસાફરી ફક્ત 2500 રૂપિયામાં જ થઈ જશે.

image source

ફેબ્રુઆરી મહિનો હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. ઠંડીનું મૌસમ હવે પૂરું થવા આવી રહ્યું છે અને તેથી જ આ સમય મુસાફરી કરવા માટે એકદમ યોગ્ય છે. મુસાફરી કરવામાં કોને રસ ન હોય? પરંતુ એવું બને છે કે તમારું બજેટ તમારા આ શોકની આગળ આવતું હોય.

પરંતુ હવે તમે બજેટની ચિંતા છોડી દો, કારણ કે અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ જ્યાં તમે બે લોકો ફક્ત પાંચ હજાર રૂપિયામાં સરળતાથી ફરવા જઈ શકો છો. મતલબ કે એક વ્યક્તિનો ખર્ચ ફક્ત 2500 રૂપિયા થશે.

કસૌલી (હિમાચલ પ્રદેશ):-

image source

કસૌલી એ ભારતના હિમાચલ પ્રદેશ પ્રાંતનું એક શહેર છે. કસૌલી હિમાચલ પ્રદેશનું એક નાનું હિલ સ્ટેશન છે જે સમુદ્ર સપાટીથી 1795 ની ઊંચાઇ પર સ્થિત છે. તે સિમલાની દક્ષિણમાં 77 કિ.મી.ના અંતરે સ્થિત છે અને શિમલાની ટેકરીઓ પાસે જતા સમયે ટૉય ટ્રેનમાં જોવા મળે છે.

દિલ્હીથી કસૌલી જવા માટે કાલકા સુધીની ટ્રેન લો અને ત્યાંથી આગળ જવા માટે ઘણી ટેક્સીઓ મળી રહેશે. જે તમને માત્ર 1500 થી 1600 રૂપિયામાં કસૌલી પહોંચાડી દેશે. આ સાથે, તમને અહીં હોટલો પણ બજેટ માં એટલે કે ફક્ત એક હજાર રૂપિયામાં જ મળી રહેશે. તેથી જ્યારે આટલા ઓછા ખર્ચમાં આટલી સુંદર જગ્યા જોવાની તક મળે, તો પછી કોને જવાનું મન ન થાય.

બિનસાર (ઉત્તરાખંડ):-

image source

બિન્સાર ઉત્તરાંચલના અલ્મોરાથી લગભગ 37 કિમી દૂર છે. તે સમુદ્ર સપાટીથી આશરે 2412 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. લગભગ 11 મી થી 14 મી સદી સુધી તે ચાંદ રાજાઓની રાજધાની હતી. હવે તેને વન્યપ્રાણી અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. બિન્સર ઝાંડી ધર નામની ટેકરી પર છે. અહીંની ટેકરીઓ ઝાંડી ધર તરીકે ઓળખાય છે. બિન્સર એ ગઢવાલી બોલીનો શબ્દ છે – એટલે નવી સવાર.

image source

દિલ્હીની આ શ્રેષ્ઠ વિકેન્ડ ગેઇનવે, ફક્ત 300 કિમી દૂર છે અને 9 કલાક લાંબી મુસાફરી છે. અહીં જવા માટે કાઠગોદામ સુધીની ટ્રેન લો અને ત્યાંથી આગળ જવા માટે તમને એક સ્થાનિક બસ મળી રહેશે. આ જગ્યા તેના પ્રાણી ઉદ્યાન માટે જાણીતી બનેલી છે અને તમે અહીં ઘણા જંગલી પ્રાણીઓ જોઈ શકો છો.

લેન્સડાઉન (ઉત્તરાખંડ):-

image source

લેન્સડાઉન ઉત્તરાખંડ રાજ્યના પૌરી ગઢવાલ જિલ્લામાંનો એક છાવણી શહેર છે. લેન્સડાઉન ઉત્તરાખંડના ગઢવાલમાં સ્થિત એક સુંદર ટેકરી છે. તેની ઉંચાઇ દરિયા સપાટીથી 1706 મીટરની ઊંચાઈએ છે. અહીંનો પ્રાકૃતિક રંગ મંત્રમુગ્ધ છે. અહીંનું વાતાવરણ વર્ષભર સુખદ રહે છે. દરેક જગ્યાએ ફેલાયેલી લીલોતરી તમને એક અલગ જ વિશ્વની અનુભૂતિ કરાવે છે.

image source

દિલ્હીથી 250 કિમી દૂર આવેલી આ જગ્યા માટે તમે બસ દ્વારા કોટદ્વાર જઈ શકો છો અને ત્યાંથી આ જગ્યા ફક્ત 50 કિ.મી. જેટલી જ દૂર છે. અહીંના સુંદર દૃશ્યો જોવા માટે ન તો વધુ અંતર છે અને ન વધારે ખર્ચ થાય છે.

આ સ્થળોની મુલાકાત તમારા માટે આર્થિક રીતે અનુકૂળ રહેશે. જ્યારે તમે સામાન્ય દિવસોના થાક પછી અહીં ફરવા આવશો ત્યારે તમને તાજગી અનુભવાશે. તો તમે હવે શું રાહ જોઈ રહ્યા છો? એક યોજના બનાવો અને મુસાફરી કરી આવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ