શું તમે પણ કોરોના કાળમાં નોકરી ગુમાવી છે? તો આટલું કરી નાંખો અને ચિંતા ન કરો, સરકાર આપશે 50 ટકા પગાર

કેન્દ્ર સરકારે કોરોનાને ફેલાતો રોકવા દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ છે. વેપાર ધંધા અને ઉદ્યોગો બંધ છે. ટ્રાન્સપોર્ટેશનની કામગીરી ઠપ છે. ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા સિવાય કરોડો લોકો ઘરમાં પુરાઈ ગયા છે. જ્યાં શક્ય છે ત્યાં ઘરેથી લોકો કામ કરે છે. જ્યાં શક્ય નથી ત્યાં કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. દેશનાં મહત્ત્વનાં પાંચ સેક્ટર હોટેલ અને ટૂરિઝમ, એવિએશન, રેસ્ટોરાં, ઓટો અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનાં સૌથી વધુ બૂરા હાલ થયા છે. જ્યાં નોકરીઓ છીનવાઈ જવાનું સૌથી વધુ જોખમ સર્જાયું છે. કોરોનાને કારણે આખા દેશમાં ૧૩ કરોડથી વધુ લોકોની નોકરીઓ છીનવાઈ જવાનું જોખમ સર્જાયું છે. ત્યારે આ બધાની વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે સરકાર અટલ વીમા કલ્યાણ યોજાના માટે કેમ્પેઈન શરૂ કરવા જઇ રહી છે.

image source

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધી આને લઇને પ્રતિક્રિયા એટલી ખાસ રહી નથી, પરંતુ આને ગતિ આપવા માટે નવી યોજના બનાવી છે. આ માટે સરકાર જાહેરાત આપશે જેથી આનો લાભ વધારેથી વધારે લોકો સુધી પહોંચી શકે. કોરોના સંકટમાં નોકરી ગુમાવનારા કર્મચારી રાજ્ય વીમા નિગમથી જોડાયેલા સબ્સ્ક્રાઇબર્સને રાહત મળશે. તેઓ ABKY હેઠળ પોતાના વેતનના 50 ટકા સુધી બેરોજગારી રાહત મેળવવા માટે દાવો કરી શકે છે. તેમને ફરી નોકરી મળી ગઈ હોય તો પણ તેઓ આનો ફાયદો લઇ શકે છે.

image source

ESIC આ માટે પોતાના 44,000 કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ કરશે. એક રિપોર્ટ અનુસાર, ESIC સભ્યો ડિસેમ્બર સુધી તેનો લાભ લઈ શકે છે. ગયા મહિને, ESICએ અટલ વીમા કલ્યાણ યોજનાનો 1 જુલાઇ 2020 થી 30 જૂન 2021 એટલે કે 1 વર્ષ વધારવાનો નિર્ણય કર્યો. નવા સોશિયલ સિક્યુરિટી કોડ એક્ટ હેઠળ સરકારે એ પણ નિર્ણય લીધો છે કે તે ESICની સેવાઓનો અવકાશ દેશના તમામ 740 જિલ્લાઓમાં વધારશે.

image source

શ્રમ મંત્રાલયના અધિકારીઓએ આ વિશે વાત કરતાં કહ્યું કે આ માટે આયુષ્માન ભારત યોજના હેઠળ નોંધાયેલ હોસ્પિટલો અને થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો તમારે ESICની અટલ વીમા કલ્યાણ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તમે કર્મચારી વીમા નિગમની વેબસાઈટ પર જઇને અટલ વીમા કલ્યાણ યોજનાનું ફૉર્મ ડાઉનલોડ કરીને આવેદન કરી શકો છો. આ હેઠળ અચાનક નોકરી છૂટ્યા બાદ 2 વર્ષ સુધી એક નિશ્ચિત આર્થિક મદદ આપવામાં આવે છે. જો તમે સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરો છો અને તમારી કંપની તમારું PF અથવા ESI દર મહિને તમારા વેતનમાંથી કાપે છે તો તમે આનો લાભ લઈ શકો છો.

image source

જો કોઈ ખરાબ વ્યવહાર, વ્યક્તિગત કારણ અથવા પછી કોઈ કાયદાકીય કાર્યવાહીના કારણે બેરોજગારીની સ્થિતિ પેદા થાય છે તો આ સ્કીમનો લાભ નહીં મળે. ESICના ડેટા બેઝમાં ઇંશ્યોર્ડ વ્યક્તિનું આધાર અને બેંક ખાતુ લિંક હોવું જોઇએ. ત્યારે જ તેને ફાયદો મળશે. નોકરી છૂટ્યાના 30 દિવસ બાદ જ આ સ્કીમ માટે આવેદન કરી શકશો. પહેલા આ સમયસીમા 90 દિવસની હતી. તમારા આવેદનને મંજૂરી મળ્યા બાદ તમારા બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારે આ ખબર સામે આવતાં લોકોમાં એક હર્ષ અને ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો અને ચારેબાજુ આ સ્કીમ વિશે ચર્ચા થવા લાગી છે. કારણ કે લોકડાઉનમાં જેની જેની નોકરી ગઈ એ લોકોને ઘર ચલાવવાના પણ ફાંફાં પડી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ