દિલ્હીથી વાયરલ થયો ખતરનાક વીડિયો, એક ડ્રાઈવરે કાર ઉભી ન રાખી અને અડધો કિલોમીટર સુધી પોલીસને ઢસડ્યો

ઘણા વીડિયો અને ઘણી ઘટના જોઈને આપણે હક્કા બક્કા રહી જતાં હોઈએ છીએ. હાલમાં કંઈક એવો જ વીડિયો સામે આવ્યો છે કે જેમાં ખુબ ડરામણાં સીન જોવા મળી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે ચર્ચામાં રહ્યો છે અને હજુ પણ વાયરલ થઈ રહ્યો છે. સોમવારે રાત્રે દિલ્હીના કેન્ટ વિસ્તારમાં એક હાર્ટબ્રેકિંગ ઘટના સામે આવી છે. લગભગ અડધો કિલોમીટરના અંતર સુધી હાઇ સ્પીડ કારે દિલ્હીના ટ્રાફિક પોલીસ કર્મચારીને ખેંચી લીઘો હતી. દિલ્હી પોલીસે આરોપી ડ્રાઈવર સામે સંબંધિત કલમોમાં કાર્યવાહી કરી છે. ઘટના બાદ ટૂંક સમયમાં આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હી કેન્ટ પરથી પસાર થતી કારના ચાલકને દિલ્હી ટ્રાફિક પોલીસ કર્મચારીએ ઉભુ રહેવાનો સંકેત આપ્યો. પોલીસને જોઇને ડ્રાઈવરે પહેલા કારને ધીમી કરી અને ત્યારબાદ સ્પીડ વધારીને સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો. તે જ સમયે કારને સામેથી જોઇને, દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ તેના બોનેટ ઉપર કૂદી ગયો. આ પછી, કોન્સ્ટેબલ બોનેટ પર લટકી ગયો અને રોકાવાનું કહેતો રહ્યો, પરંતુ ડ્રાઇવરે કાર રોકી નહીં.

500 મીટર કાર ચલાવ્યા બાદ ડ્રાઇવરે બ્રેક મારીને પોલીસ કોન્સ્ટેબલને પછાડી દીધો હતો. પોલીસે તાત્કાલિક ડ્રાઇવરનો પીછો શરૂ કરી દીધો હતો અને એક કિ.મી.નો પીછો કરતાં તે પકડાઈ ગયો હતો. પીડિત કોન્સ્ટેબલ મહિપાલના નિવેદન પર આરોપી શુભમ અને તેના મિત્ર રાહુલ સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.

પરંતુ હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આરોપીને કડક સજા કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. તેમજ લોકો પોલીસના વખાણ કરી રહ્યા છે. બધા લોકો પોલીસને દિલથી સલામી આપી રહ્યા છે અને વીડિયો વાયરલ કરી રહ્યા છે.

આપણે બધા જાણીએ છીએ એ રીતે આ પહેલાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં મધરાતે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડાવા ગયેલી પોલીસની ટીમ પર બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં ડીવાયએસપી દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યાં હતા તથા 6 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશમાં કાનપુરના બિઠૂરમાં બદમાશોએ મધરાતે રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ડીએસપી, 3 પોલીસ સબ ઈન્સ્પેક્ટર, 4 કોન્સ્ટેબલ શહીદ થયા હતા. આ ફાયરિંગમાં 7 પોલીસકર્મી ઘાયલ પણ થયા હતા. ઘાયલ પોલીસકર્મીની રિજેન્સી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. પોલીસ વિકાસ દુબે નામના હિસ્ટ્રી શીટરને પકડવા માટે વિકરુ ગામ ગઈ હતી. હુમલાખોરોએ ધાબા પરથી પોલીસ પર ફાયરિંગ કર્યું હતુ અને આવી ઘટના ઘટી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ