પિતાના અથાણા બનાવવાના શોખને તેમની દીકરીએ ફેરવ્યો બિઝનેસમાં, અને ત્રણ વર્ષમાં ઉભો કરી દીધો કરોડોનો બિઝનેસ

પિતાના અથાણા બનાવવાના શોખને તેમની દીકરીએ ફેરવ્યો બિઝનેસમાં – ત્રણ વર્ષમાં ઉભો કરી દીધો કરોડોનો બિઝનેસ

ઘણા લોકોમાં વિવિધ હૂનર સમાયેલા હોય છે પણ બધાને તે હૂનરમાંથી બિઝનેસ ઉભો કરતા આવડે તે જરૂરી નથી. કેટલાક લોકો પોતાના હૂનરથી નામ તો કમાવી લે છે પણ રૂપિયા કમાવામાં પાછા રહી જાય છે. પણ આવા લોકોને જો બિઝનેસનું ભેજુ ધરાવતી વ્યક્તિનો સહારો મળી જાય તો તેમનું હૂનર તેમને ક્યાંય પહોંચાડી દે છે.

image source

આવી જ એક દિકરી છે નિહારિકા ભાર્ગવ. તેણિ દિલ્લીમાં રહે છે તેનો ઉછેર પણ દિલ્લીમાં જ થયો હતો. તેના માતાપિતાએ તેણીએ અભ્યાસ અર્થે લંડન મોકલી હતી. જ્યાં તેણી માર્કેટિંગ સ્ટ્રેટેજી એડ ઇનોવેશનમાં માસ્ટર્સની ડીગ્રી મેળવી. અને ત્યાર બાદ તેણી એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી પણ કરવા લાગી. તેણી એક હોંશિયાર છોકરી છે માટે તેની સેલરી પણ ઉંચી જ હોય તે સ્વાભાવિક છે. પણ તેણી નોકરી નહોતી કરવા માગતી છેવટે એક વર્ષ નોકરી કર્યા બાદ તેણીએ નોકરી છોડી દીધી. અને પોતાના પિતાનો જે અથાણા બનાવવાનો શોખ હતો તેને ધ્યાનમાં લઈને તેણીએ એક સ્ટાર્ટ અપ ઉભું કરી દીધું.

image source

આજે તેણી પોતાના ફાર્મ પર જ ઉગાડેલા શાકભાજીમાંથી અથાણા બનાવીને તેનું વેચાણ કરે છે. તેણીએ તેના માટે 50 એકરમાં એક મોટું ફાર્મ બનાવ્યું છે જ્યાં તેણી અથાણામાં વપરાતી બધી જ વસ્તુઓને ઓર્ગેનિક રીતે ઉગાડીને શુદ્ધ ઓર્ગેનિક અથાણાનું ઉત્પાદન કરે છે. તેણી આજે વર્ષે 30 ટન અથાણાનું પ્રોડક્શન કરે છે. અને આ જ ધંધામાંથી તેણીએ ગયા વર્ષે લગભગ એક કરોડ રૂપિયાનું ટર્નઓવર પણ કર્યું.

image source

નિહારિકા 27 વર્ષની જ છે તેણીએ પોતાની ગ્રેજ્યુએશન દિલ્લી યુનિવર્સિટિમાંથી કર્યુ હતું. ત્યાર બાદ તેણી 2015માં આગળ અભ્યાસ અર્થે લંડન ગઈ જ્યાં તેણી માર્કેટિંગ સ્ટ્રેટેજી એન્ડ ઇનોવેશન માર્ટસ્ટનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેણી ફરી ભારત આવી અને અહીં તેણીએ ગુડગાંવ ખાતે એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી સેલેરીવાળી જોબ કરી. પણ નિહારિકા નોકરી નહીં પણ હંમેશથી પોતાનો કોઈ બિઝનેસ કરવા માગતી હતી, પણ તેણી અથાણાનો બિઝનેસ કરશે તેવું તો તેણીએ ક્યારેય વિચાર્યું નહોતું. પણ તેના પિતાને અથાણા બનાવવાનો ભારે શોખ હતો, તેઓ હંમેશા પોતાના મિત્રો તેમજ સંબંધીઓને ભેટમાં અથાણા આપતા રહેતા. તેમના અથાણા લોકોને ખૂબ ભાવતા.

image source

તેણીએ પિતાને આવી રીતે લોકોને અથાણાઓની ભેટ આપતા જોઈને એક વાર કહ્યું હતું કે તેમણે અથાણાનો ધંધો શરૂ કરી દેવો જોઈએ ! ત્યારે પિતાએ જણાવ્યું કે તેમણે જે કરવાનું હતું તે તેમણે કરી લીધું હવે જે કરવાનું છે તેણીએ કરવાનું છે. તેણીને પણ આ વિચાર સારો લાગ્યો. પણ તેણીને શંકા હતી કે અથાણાનો બિઝનેસ ચાલશે કે નહીં, કારણ કે ભારતમાં તો અથાણા લગભગ બધા જ ઘરોમાં બનાવવામાં આવે છે.

image source

ત્યાર બાદ તેણીએ અથાણાના માર્કેટ પર ઉંડાણથી રિસર્ચ કર્યું. તેણે તે બાબતે વ્યક્તિગત રીતે પણ ઘણા લોકો સાથે વાત કરી અને તેણીને જાણવા મળ્યું કે શુદ્ધ અને ઘરમાં જ બનેલા અથાણાની ડીમાન્ડ તો માર્કેટમાં છે જ. આપણા બધામાં ઘણા બધા લોકો એવા હોય છે જેમને માર્કેટમાં મળતા અથાણા જરા પણ પસંદ નથી હોતા, પણ ઘરે ન બનતા હોવાથી તેમણે પરાણે બહારના ન ભાવતા અથાણા ખરીદવા પડે છે. અને પછી તેણીએ પોતાના પિતાના શોખને બિઝનેસમાં બદલવાનું સાહસ ખેડી જ લીધું.

image source

તેણી પોતાના પિતા પાસેથી અથાણા બનાવવાની કળા શીખવા લાગી. અથાણા બનાવ્યા બાદ તેણી દિલ્લી તેમજ એનસીઆરના વિસ્તારોમાં જ્યાં ક્યાંય પણ એક્ઝિબિશન યોજવામાં આવતા ત્યાં તેણી પોતાનો પણ અથાણાનો સ્ટોલ લગાવતી. ધીમે ધીમે તેણીના ઘરના શુદ્ધ બનેલા અથાણાને લોકોનો સારો આવકાર મળવા લાગ્યો. હવે તેણીને આત્મવિશ્વાસ આવી ગયો હતો અને હવે તેણીએ માર્કેટમાં પણ પોતાના અથાણા વેચવાનું શરૂ કરી દીધું.

image source

તેના પિતાએ મધ્યપ્રદેશના ખજુરાહો નજીક એક સરસ જમીન ફાર્મિંગ માટે લઈ રાખી હતી જ્યાં ત્યારે તો કશું જ વાવવામાં નહોતું આવતું. પણ નિહારિકાને આ જમીન ખૂબ ગમી ગઈ હતી. માટે તેણીએ વિચારી લીધું કે હવે તેણી આ જમીન પર અથાણામાં વપરાતી બધી જ વસ્તુઓને પોતાના જ ખેતરમાં ઉગાડશે અન તે પણ ઓર્ગેનિક રીતે. આમ કરવાથી તેના અથાણા ઓર શુદ્ધ બનશે, તેણીનો બિઝનેસ વધશે અને લોકોને ગેરેન્ટેડ શુદ્ધ અથાણા મળી રહેશે.

image source

નિહારિકાએ પોતાના આ ફાર્મમાં ધીમે ધીમે કેરી, હળદર, મરચા, લીંબુ, આંબળા, આદુ વિગેરે વાવવાનું શરૂ કરી દીધું. તેઓ હવે તેનો જ ઉપયોગ પોતાના અથાણા બનાવવા માટે કરવા લાગ્યા. અહીં તેમણે કેટલાક લોકોને કામ પર પણ રાખ્યા. જેમાં કેટલીક મહિલાઓ પણ કામ કરતી હતી, આ મહિલાઓ તેણીને અથાણા બનાવવામાં મદદ કરતી હતી. અહીં અથાણા બનાવીને તેઓ દિલ્લી લાવતા હતા અહીંના માર્કેટમાં તેઓ તેને વેચતા હતા. ધીમે ધીમે સારા અથાણા હોવાથી તેની માંગ પણ વધવા લાગી. અને દિલ્લી ઉપરાંત બીજા શહેરોમાં પણ તેમના અથાણા માટે ઓર્ડર આવવા લાગ્યા.

image source

તેણી પોતાના 50 એકરના ફાર્મ પર ઓર્ગેનિંગ ફાર્મિંગ કરે છે, જ્યાં તેણી અથાણામાં ઉપયોગમાં આવતા, શાકભાજી, ફળો વિગેરે બધું જ ઓર્ગેનિકલી ઉગાડે છે. તેમના આ ફાર્મમાં 13 જેટલા કામ કરે છે. જેમાંથી 10 તો મહિલાઓ છે. આ ઉપરાંત બીજો 5-7 જણનો સ્ટાફ છે તે ગુડગાંવામાં માર્કેટિંગ તેમજ પેકેજિંગનું કામ કરે છે.

image source

તેઓ પોતાના અથાણામાં બજારની કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરતા. અને અથાણા વધારે લાંબો સમય ટકી રહે તે મટે તેઓ તેમાં કોઈ પણ પ્રકારનું સિન્થેટિક પ્રિઝર્વેટિવ પણ નથી ઉમેરતા. તેઓ અથાણામાં સામાન્ય મિઠાની જગ્યાએ સીંધાલૂણ એટલે કે જે ફરાળી મીઠુ આવે છે તેનો ઉપયોગ કરે છે જેથી કરીને લોકોનું સ્વાસ્થ્ય પણ સંચવાઈ રહે છે.

image source

છેવટે સફળતા મળ્યા બાદ 2017માં તેમણે દિલ્લિના ગુડગાંવ ખાતે પોતાની કંપની ધ લિટલ ફાર્મની સ્થાપના કરી. અને તેમણે ઓનલાઈન પ્રોડક્ટ્સ વેચવાનું શરૂ કર્યું. નિહારિકા પોતાની અથાણાની સ્કિલ વિષે જણાવે છે કે તેણીએ અથાણા બનાવવા માટે કોઈ જ ખાસ ટ્રેનિંગ નથી લીધી. તેણીના પિતાએ જે શીખવ્યું તે પ્રમાણે જ તેણી અથાણા બનાવે છે અને તે ખૂબ જ સારા અvs હેલ્ધી બને છે અને તેઓ પોતાના અથાણાને ઓર વધારે સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવવા માટે નવતરપ્રયોગ તેમજ સંશોધન કરતા જ રહે છે.

image source

આજે આ પિતા-પુત્રીની જોડી બજારમાં 50 કરતાં પણ વધારે વેરાઇટીવાળા અથાણા વેચે છે. આપણા ભારતીયોને સૌથી વધારે કેરીનું અથાણું ભાવતું હોય છે અને તેમના અથાણામાં પણ કેરીના અથાણાની માંગ સૌથી વધારે રહે છે. તેઓ અહીં પણ અથાણામાં ખાંડની જગ્યાએ ગોળનો જ ઉપયોગ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ