હવે માત્ર આટલા જ શહેરોમાં રાત્રિ કરફ્યૂ અને એ પણ 10થી 6, લગ્નમાં પણ મોટી છુટછાટ, જાણી લો નવા નિયમો

હાલમાં ગુજરાતમાં કોરોના હળવો પડ્યો છે. રોજના 100 કેસ આજુબાજુ જ આવી રહ્યાં છે. ત્યારે સરકારે પણ હવે 27 જૂનથી નવા નિયમો લાગુ કર્યા છે અને ઘણી છુટછાટ આપવામાં આવી છે. કોરોના નિયમો અંગે રાજ્ય સરકારે અનલોકને લઈને હાલમાં એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના અમદાવાદ સહિતના 18 શહેરોમાં રાત્રી કર્ફ્યૂના નિયમ યથાવત્ રહેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે જ્યારે આ 18 શહેરમાં રાત્રી કર્ફ્યૂ રાત્રે 10થી 6 સુધી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 18 શહેરમાં વ્યવસાયિકોને વેક્સિન ફરજિયાત કરી દેવામાં આવી છે. અને 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે એવો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. નવા નિયંત્રણો અને ગાઈડલાઈનનો 27મી જૂનથી અમલ કરાશે.

image source

જો આ 18 શહેરો વિશે વાત કરીએ તો રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. પરંતુ સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. જો બીજા નિયમ વિશે વાત કરીએ તો સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. તેમજ લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે.

image source

જો વધારાની વાત કરીએ તો આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. તેમજ મહત્વની વાત એ છે કે લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ છે. સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે. વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી અપાઇ છે. GSRTCની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ છે. પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે.

image source

જો મુદ્દા પ્રમાણે વાત કરીએ તો…

  • હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે
  • •આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
  • •લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે

    image source
  • •અંતિમક્રિયા અને દફનવિધિમાં ૪૦ લોકોને છૂટ અપાઇ
  • •સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના ૫૦ ટકા અને મહત્તમ ૨૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે
  • •વાંચનાલયોની ક્ષમતાના ૬૦ ટકાને મંજૂરી અપાઇ
  • •GSRTCની બસોમાં ૭૫ ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ

    image source
  • •પાર્ક-ગાર્ડન રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
  • •રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong