વજન ઘટાડવા માટે શું અપનાવ્યુ કરીના કપૂરે…? એકવાર જાણી લો તમે પણ આ રહસ્ય…

કરીના કપૂર ખાન ફિટનેસ સિક્રેટ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ એવું છે, જેની ફિટનેસ કે ડાયટનો રાજ આપણે બધા ચોરવા ઇચ્છીએ છીએ, તો એ કોઈ બીજું નહિ કરીના કપૂર ખાન છે, તેમનું વર્કઆઉટ અને ફિટનેસ હંમેશા ચર્ચામાં રહે છે. ૩૯ વર્ષની આ હિરોઈન ખૂબ જ સ્વસ્થ્ય અને દેશી ડાયટ માટે ઓળખાય છે.

image source

તેમની વર્કઆઉટ સ્ટાઇલ આનાથી પણ ખુબ દેશી છે. કરિનાનો મનગમતો વર્કઆઉટ સ્ટાઇલ છે યોગ, તમને એ જાણીને ખુબ જ આશ્ચર્ય થશે પરંતુ કરીના છેલ્લા દસ વર્ષો થી યોગા કરતી આવી છે. દરેક છોકરી કરીના કપૂર ખાન જેવી ફિગર રાખવા માંગે છે પરંતુ, કરીના આ પરફેક્ટ ફિગર મેળવવા માટે સખત મહેનત કરે છે. તે ફિટ રહેવા માટે સખત પરસેવો પાડે છે ફક્ત એટલુ જ નહીં પરંતુ, તેના આહારની પણ ખૂબ જ વિશેષ કાળજી લે છે.

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન ફિટનેસ ને લઈને એકદમ ગંભીર છે પછી તે ઝીરો ફિગર હોય કે ગર્ભાવસ્થા પછી પોતાને આકારમાં રાખવા કરીના એ દરેક વખતે ચાહકો માટે ટ્રેન્ડ સેટ કરે છે. આખરે કરીના કપૂર પોતાને કેવી રીતે ફિટ રાખે છે તે આજે આ વાર્તામાં આ જ રહસ્યનું અનાવરણ થશે.

કરીના કપૂર વર્કઆઉટ પ્લાન કરીના કપૂર ફિટનેસ ની બાબતમાં કોઈ ને પણ જોરદાર સ્પર્ધા આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને યોગ અને મેડિટેશન પણ ગમે છે. બેબો અઠવાડિયામાં છ દિવસ વર્કઆઉટ કરે છે. કરીના આમ તો ઘણા પ્રકારના યોગ કરે છે, પરંતુ સૂર્ય નમસ્કાર તેનો મનગમતો છે.

image source

યોગના આ આસનના વખાણ કરતા તેમણે તેના ફાયદા વિષે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, હું ખરેખર તો અંષ્ટાંગા કરું છે. મેં યોગની ઘણા પ્રકાર ની પદ્ધતિને ચેક કરી પરંતુ, એક સામાન્ય સૂર્ય નમસ્કાર તમને ઘણા પ્રકારના ફાયદા કરી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ કરીના કપૂર પોતાના ડાયટમાં મખાનાને જરૂર થી સામેલ કરે છે.

image source

તે દિવસની શરૂઆત બદામ અને કેળાથી કરે છે. બેબો બપોરના ભોજનમાં દહીં-ચોખા અને કેટલીક વાર સલાડ, કઠોળ, શાકભાજી, રોટલી લે છે. ડિનરમાં કરીનાનું ઘરે બનાવેલ પ્લેન ફૂડ જેમાં પુલાવ-રાયતા, રોટલી અને દહીં નો સમાવેશ થાય છે. તે ઉપરાંત બેબો ચા અને કોફી થી પોતાને દૂર રાખે છે. તેણી ચોક્કસ પણે તેના આહારમાં મોસમી ફળો અને નાળિયેર પાણી શામેલ કરે છે. કરિના સૂતા પહેલા દૂધમાં સાથે હળદર અને જાયફળ પીવાનું ક્યારેય ચૂકતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong