હવામાન વિભાગે વરસાદને લઇને કરી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કેવુ રહેશે વાતાવરણ

આગામી 5 દિવસોમાં ગુજરામાં ઘેરાશે વાદળ – સર્જાશે વરસાદી માહોલ – હવામાન વિભાગે કરી આગાહી

ગઈ કાલે નિસર્ગ વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ કહો કે પછી પ્રિમોનસુન ઇફેક્ટ કહો સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી ગયો અને અમદાવાદ સાથે સાથે ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપડા પડી ગયા છે. અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વરસાદી માહોલ આવનારા પાંચ દિવસ સુધી રહી શકે છે અને તેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

image source

હવામાન વિભાગ દ્વારા મળેલા અહેવાલ પ્રમાણે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદના ઝાપડા પડી શકે છે. ક્યાંક છુટ્ટા છવાયા વરસાદ તો ક્યાંક ભારે ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

image source

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત એટલે કે સાબરકાંઢા, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, વલસાડ,માં પણ વરસાદ વરસી શકે છે. તો બીજી બાજુ મધ્ય ગુજરાતમાં એટલે કે અમદાવાદમાં પણ વરસાદની શક્યતાઓ છે તો પંચમહાલ, સૌરાષ્ટ્ર પ્રાંતના ગીર-સોમનાથ, બોટાદ, રાજકોટ અને પશ્ચિમે કચ્છમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામા આવી છે. આમ મોટા ભાગના ગુજરાતમાં આ પાંચ દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે.

image source

જોકે આ વરસાદને તમે ચોમાસાનું આગમન ન કહી શકો પણ પણ તે પ્રિમોનસુન એક્ટિવિટ છે. હવામાન વિભાગની આગાહી જે થોડા સમય પહેલા કરવામા આવી હતી તે પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસુ બેસશે તેવું જણાવવામાં આવ્યું હતું.

image source

ખેડૂતો તેમજ સામાન્ય લોકોમાં એક ચિંતા જણાઈ રહી હતી કે નિસર્ગ વાવાઝોડાના કારણે કદાચ તેની અસર ચોમાસા પર પડશે પણ તે ચિંતાને હવામાન વિભાગે નકારી કાઢી છે અને જણાવ્યું છે કે ચોમાસુ સામાન્ય રહેશે અને નિસર્ગ વાવાઝોડાની નિયમિત ચોમાસા પર કોઈ જ અસર જોવા મળશે નહીં.

પ્રિમોનસૂન એક્ટિવિટિના ભાગ રૂપે રાજ્યમાં કેટલીક જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યો છે.

image source

ગયા અઠવાડિયે નિસર્ગ વાવાઝોડું ગુજરાતના સમુદ્રથી થોડે દૂરથી પસાર થયું હોવાથી દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો માહોલ સર્જાયો હતો. તે સમયે રાજકોટ જિલ્લામાં ખેડૂતો વાવણી કરી શકે તેટલો વરસાદ વરસી ગયો હતો. તો વળી ગોંડલ તાલુકાના કેટલાક ગામડાઓમાં વરસાદ થતાં ખેડૂતોને હરખ થયો હતો.

image source

અને ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી પણ શરૂ કરી દીધી હતી. આ ખેડૂતો પોતાના ખેતરમાં મગફળી, કઠોળ, કપાસ તેમજ અન્ય પાકનું વાવેતર કરી રહ્યા છે. બીજી બાજુ સમય પહેલાં વાવણી થતાં ખેડૂતોને પણ લાભની આશા છે. જો કે વાવણીમાં દાડીયા મજૂરોની પણ અછત છે માટે તેમને થોડી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

image source

તો વળી સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના ગઢડા ગામે પણ ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે. નિસર્ગ વાવાઝોડાની અસર રૂપે રાજ્યના કેટલાક જિલ્લામાં સારો એવો વરસાદ પડી ગયો છે. બોટાદ જિલ્લાની વાત કરીએ તો ત્યાં 2.45 ઇંચ વરસાદ પડી ગયો છે. ત્યાર બાદ અહીંના ખેડૂતોએ વાવણી કરવાની શરૂ કરી દીધી છે.

image source

કપાસ માટે વાવણી લાયક વરસાદ પડી ગયો હોવાથી ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાં ખેડૂતો મહદ્અંશે કપાસનું વાવેતર કરે છે. અને યોગ્ય સમયે કપાસની વાવણી થતાં ખેડૂતો ભારે પ્રફુલીત જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ