પરવર બટાકા નું ટેસ્ટી ને મસાલેદાર શાક

જય કૃષ્ણ મિત્રો .

ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અમુક શાક ભાજી મળતા હોય અમુક ના પણ મળે, પણ પરવર તો ઉનાળા માં જ મળે છે આનું શાક ખાવાની મઝા તો ઉનાળા માં જ મઝા આવે, આ આ શાક વિટામિન , સારા મળે છે , આપણે શરીર માટે ઘણુ ફાયદાકારક છે, જે બાળકો શાક નથી ખાતા પણ આવી રીતે મસાલેદાર બનાવીને ખવડાવી એ તો જરૂરથી ખાય છે , આ શાક હોય જોડે રસ રોટલી, શાક મસ્ત ને ટેસ્ટી હોય તો ખાવા ની મઝા જ કંઇક અલગ હોય છે.

સામગ્રી

  • ૨૫૦ ગ્રામ પરવર
  • ૨૫૦ ગ્રામ બટાકા
  • એક ચમચી લાલ મરચું
  • એક ચમચી હળદર
  • એક ચમચી ધાણજીરૂ
  • એક ચમચી જીરૂ
  • સ્વાદ અનુસાર મીઠું
  • એક ચમચી તલ
  • ૧૦થી૧૫ નંગ શેકેલા સિગ દાણા
  • ચણા નો સેકેલો લોટ ૩ ચમચી
  • હીંગ અર્ધી ચમચી
  • એક ચમચી ખાંડ
  • એક ચમચી લીંબુ નો રસ

રીત:

સ્ટેપ:સૌ પ્રથમ પરવર ને બટાકા પાણી થી ૩ વાર ધોઈ દેવા.

સ્ટેપ: તેની છાલ કાઢી ને ઉભા ચીરી ક્ટ કરવા.

સ્ટેપ: પછી, એક બાઉલ માં ચણાનો લોટ નાખો, તેમાં હળદર લાલ મરચું , મીઠું,ધાણાજીરુ , શેકેલી શીંગ નો ભૂકો, તલ ,લીંબુનો રસ ,ખાંડ નાખો, તેલ ૩ ચમચી નાખી મિક્સ કરો.

સ્ટેપ: ગેસ ચાલુ કરીને તેને ગરમ કરવા મૂકો તેમાં તેલ જરૂર મુજબ નાખો તેમાં પરવર કટ કરેલા તેને તળી દો બટાકાને પણ તળીને ઝારાથી તેલ કાઢીને કાઢી દો.

સ્ટેપ: પછી ફરી પેન મૂકો તેમાં તેલ જરૂર મુજબ નાખી ને ગરમ કરો તેમાં જીરું નાખો, પછી હીંગ નાખો, હળદર, નાખો, પછી શાક બટાકા પરવર નાખો, ૫ મિનિટ સાંતળો.

સ્ટેપ: પછી બનાવેલો બેસન મસાલો નાખો, બધું મિક્સ કરો ૫થી૭ મિનિટ સાંતળો, પછી ગેસ બંધ કરી બાઉલ મા કાઢો.

આ શાક તમે રોટલી, પરાઠા, રોટલા સાથ સારું લાગે છે.

મિત્રો મારી રેસીપી કેવી લાગી જરૂર થી કહેશો જો રેસીપી ગમે તો લાઈક ને કોમેન્ટ કરશો ને આગળ શેર કરશો.

રસોઈની રાણી : ફોરમ ભોજક

મિત્રો આ વાનગી કેવી લાગી જરૂર થી જણાવશો. રેસિપી ગમે તો like, share, comment, કરશો.