વેજ મોમોજ – બાળકો દરરોજ કાંઈક નવીન ખાવા માટે માંગતા હોય છે તો આજે તેમને બનાવી આપો આ નવીન વાનગી..

કેમ છો ફ્રેંડ્સ…

અત્યારે તો વેકેશન ચાલી રહું છે..સ્કૂલ તો હજી ક્યારે ખુલશે કહી ખ્યાલ નથી.. રજાઓ હોય એટલે બાળકો ની ખોરાક ની માંગ વધી જાય છે. તેમને દરરોજ કંઈક નવું ખાવાની ઈચ્છા થાય છે, અને આ ટાઇમ એવો છે કે આપણે બહાર નું પણ કોઈ વસ્તુ ખાવી ના જોઈએ… તો આજે અમે તમને જણાવીશું કે, ઘરે બાળકો માટે ”વેજ પનીર મોમોઝ”

મોમો એ નોન ઈન્ડિયન વાનગી છે. સિમ્પલ ભાષા માં કહીએ તો મોમો એટલે હિમાલયનાં બાફેલાં ભજિયાં. મૂળ તિબેટનાં એવાં આ મોમોસ નેપાલ અને ભુતાનમાં પણ સ્ટ્રીટ-ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે. મેંદાના લોટમાંથી બનતી આ વાનગી ગરમાગરમ ખવાતી હોવાથી વેઇટ-કૉન્શિયસ લોકોમાં એ ભજિયાંનું સ્થાન લઈ રહી છે.

તો ચાલો ફ્રેંડસ જાણી લઈએ વેજ મોમોજ માટેની સામગ્રી :-

“વેજ મોમોજ”

 • 1 કપ – મેંદો
 • 1 ચમચી – તેલ
 • મીઠું – -સ્વાદ પ્રમાણે
 • 4 – લસણની કળી(સમારેલી)
 • 1 ચમચી – ઝીણું સમારેલું આદું
 • 1 કપ – ઝીણું સમારેલું ગાજર, કોબીજ, કેપ્સિકમ,
 • 1 – ડુંગળી
 • 2ચમચી – સોયા સોસ
 • 1 ચમચી – ચિલી સોસ
 • અર્ધી ચમચી- મરી પાવડર
 • અર્ધી ચમચી -જીરું
 • અર્ધી ચમચી – ક્રશ કરેલા લીલા મરચા

રીતઃ –

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, મીઠું અને તેલ લઈને જરૂર મુજબ પાણી લઈ નરમ લોટ બાંધીને તેને સાઈડ પર મૂકો.

એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આંદુ અને લસણ નાખી 1 એક મિનિટ સુધી સાંતળો.

પછી તેમાં ડુંગળી નાખી તેને સાંતળો. ડુંગળી સંતળાઈ ગયા પછી તેમાં બાકીના સમારેલા શાકભાજી અને મીઠું નાખી સરખી રીતે મિક્સ કરી લો.

5 મિનિટ સુધી હલાવો પછી તેમાં સોયા સોસ, મરી પાવડર નાખી 1 મિનિટ સુધી હલાવીને ગેસ બંધ કરી દો.

હવે લોટના નાના લુઆપાડી તેની પૂરી વણી લો. પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ વચ્ચેમુકી તેને શેપ આપી વાળી લો.

અને વધારાનો લોટનો ભાગ કાપી લો. આવી રીતે બાકીના મોમોઝ બનાવી દો.

હવે મોમોઝને ઢોકડીયામાં મૂકી બાફી લેવાના છે .

તળીને પણ તમારા હિસાબે બનાવી શકો છો

તૈયાર થયેલા મોમોઝને રેડ ચટણી સાથે સર્વ કરો.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.