હવામાનની ચેતવણી: જાણી લો ‘યાસ’ વાવાઝોડાને કારણે અમદાવાદથી ઉપડતી કઇ સ્પેશિયલ ટ્રેનો કરવામાં આવી રદ

ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્વિમ બંગાળની ખાડી બની રહેલા દબાણના ક્ષેત્રના ચક્રવાતી વાવાઝોડા ‘યાસ’ માં બદલાવવની સંભાવના છે અને તે 26 મેના રોજ પશ્વિમ બંગાળ તથા ઓડિશાના તટ પર પહોંચવાનું અનુમાન છે. આ અઠવાડિયાની શરૂઆતમાં દેશના પશ્વિમી તટ પર આવેલા ભીષણ ચક્રવાત ‘તૌક્તે’ બાદ ભારતીય નૌસેનાએ મોટાપાયેલ રાહત અને બચાવકાર્ય ચલાવ્યું હતું.

image source

ચક્રવાતના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે તબાહી મચાવી હતી. ભારતીય હવામાન વિભાગએ કહ્યું કે બંગાળની ખાડીના પૂર્વી મધ્ય ક્ષેત્રમાં દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે જેના લીધે એક ભીષણ વાવાઝોડાની આશંકા છે. ત્યારે હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત યાસ ના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

  • 1. તારીખ 23 અને 24 મે, 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 02844 અમદાવાદ-પુરી સ્પેશિયલ રદ રહેશે.

    image source
  • 2. તારીખ 25 અને 27 મે, 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02843 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.
  • 3. તારીખ 26 મે, 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 08405 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.
  • 4. તારીખ 24 મે, 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02037 પુરી-અજમેર સ્પેશિયલ રદ રહેશે.
  • 5. તારીખ 25 મે, 2021 ના રોજ અજમેર થી ચાલતી ટ્રેન નંબર 02038 અજમેર-પુરી સ્પેશિયલ રદ રહેશે.
image source

રેલ પ્રશાસન દ્વારા ઉત્તર પ્રદેશ ના પુખરાયાં સ્ટેશન પર ટ્રેન નંબર 09165/09166 અમદાવાદ-દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું તત્કાળ ધોરણે સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે તથા ટ્રેન નંબર 09167/09168 અમદાવાદ-વારાણસી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન પણ 01 જૂન 2021 થી પુખરાયાં સ્ટેશન પર રોકાશે.

image source

હવામાન વિભાગની ચેતવણીના કારણે ઓરિસ્સામાં ચક્રવાત યાસ ને લીધે સુરક્ષાના કારણોસર અમદાવાદ હાવડા અને ઓખા હાવડા સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે. 25થી 29 મે 2021 અમદાવાદથી ચાલતી અમદાવાદ હાવડા સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે.

image source

તેમજ 24 અને 25 મેના રોજ હાવડાથી ઉપડતી હાવડા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે. રેલવેના સુત્રોના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાના કારણે કોઈ અનિચ્છનિય ઘટના ના બને તેમજ મુસાફરોને સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. હકીકતમાં હવામાન વિભાગે 22 મેથી બંગાળની ખાડીમાં નીચા દબાણની આગાહી કરી છે અને 24 મે સુધીમાં તે ચક્રવાતમાં ફેરવાશે. હવામાન વિભાગ (IMD) ના અનુસાર, આ ચક્રવાત ‘યાસ’ 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. વાવાઝોડા યાસના ભયને ધ્યાનમાં રાખીને દક્ષિણ પશ્ચિમ રેલ્વે હાઇ એલર્ટ પર છે. રેલ્વે (WESTERN RAILWAY) એ 24 થી 26 મે દરમિયાન એક ડઝન ટ્રેનોને રદ કરી દીધી છે. જેમાં બંગાળ અને ઓડિશાની ટ્રેનો શામેલ છે.

આ ઉપરાંત હાવડાથી ઉપડતી હાવડા-ઓખા સ્પેશિયલ ટ્રેન 25 મેના રોજ રદ કરવામાં આવી હોવાનું રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!