CBSE Board Exam 2021ને લઈને મોટા સમાચાર, જાણી લો A TO Z માહિતી એક ક્લિકે

CBSE Board Exam 2021ની ધોરણ 12ની પરીક્ષાઓ રદ્દ થશે નહીં પણ 1 જૂનના રોજ નવી તારીખોને જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત સરકારે કરી છે. સીબીએસઇએ દસમા અને 12માં ધોરણના વર્ગના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને પરીક્ષા કેન્દ્રને લઈને મોટી મંજૂરી આપી છે હવેથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તેમનું એક્ઝામ સેન્ટર બદલી શકે છે. બોર્ડે તેની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર માહિતી પ્રકાશિત કરી છે. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરાશે નહીં. દિલ્હી સિવાય તમામ રાજ્યોએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવાનું સૂચન કર્યું છે. રવિવારે મળેલી બેઠકમાં કેન્દ્ર સરકારે કહ્યું કે તે પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ અને બાળકોની મુશ્કેલીઓને જલ્દી ખતમ કરશે. 1 જૂન કે તેની પહેલા જ નવી તારીખોની જાહેરાત કરી દેવામાં આવશે.

જુલાઈમાં થઈ શકે છે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન

image source

પીએમ મોદીના આદેશ પર રવિવારે મળેવી બેઠકમાં કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને શિક્ષા મંત્રી સહિત રાજ્યોના શિક્ષા સચિવ અને સીબીએસઈ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્રીય શિક્ષા મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ મુદ્દાઓ પર કરવામાં આવી હતી ચર્ચા

image source

લગભગ 3 કલાક સુધી ચાલેલી આ બેઠકમા પરીક્ષાના વિકલ્પોને લઈને અનેક મત જોવા મળ્યા, ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને લઈને રાજ્યોની સાથે કરાયેલી બેઠકમાં લાંબી ચર્ચા થઈ જેમાં પરીક્ષાનો સમય ત્રણ કલાકને બદલે દોઢ કલાકકનો કરવાની વાત કરાઈ છે. આ સિવાય કેટલાક મુખ્ય વિષયોની પરીક્ષા લેવાનું સૂચન પણ કરાયું છે. વિદ્યાર્થીઓને પૂછીને પરીક્ષા લેનારા વિષયોની પસંદગી કરવામાં આવે અને અન્ય વિષયોમાં તેમના સ્કોરના આધારે માર્ક આપવામાં આવે. આ સમયે સીબીએસઈએ રાજ્યોની સામે પણ પરીક્ષાના 2 વિકલ્પ રાખ્યા છે.

કેન્દ્રીય શિક્ષામંત્રી 25મેના રોજ ફરી કરશે બેઠક

image source

શિક્ષામંત્રીએ કહ્યું કે દરેક રાજ્યો સાથે આ માટે 25 મેના રોજ ફરી બેઠક કરાશે. માનવામાં આવી રહ્યું છે રાજ્યોના સૂચન આવ્યા બાદ એક રિપોર્ટ પીએમ સામે રખાશે. તેના આધારે સુવિધાઓને પણ જોવામાં આવશે અને પછી દરેક રાજ્યોને વિકલ્પ પસંદ કરવાની છૂટ અપાશે. આ સાથે જ નિર્ણય આવશે તે વિદ્યાર્થીઓ, પેરન્ટ્સ અને શિક્ષકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાશે પરંતુ એક વાત તો નક્કી છે કે પરીક્ષા તો થશે જ.

બોર્ડે કોરોનાના કારણે કર્યો નિર્ણય

image source

હકીકતમાં, કોરોના સંક્રમણના કારણે, ઘણા વિદ્યાર્થીઓ તેમના પરિવારોથી બીજા શહેરોમાં સ્થળાંતર થયા છે. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીને પહેલેથી ફાળવેલ કેન્દ્રોમાં પરીક્ષા આપવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને બોર્ડે પરીક્ષા કેન્દ્ર બદલવાની મંજૂરી આપી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!