WhatsApp મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વાંચી લો આ માહિતી, નહિં તો…

આપણામાથી ઘણા બધા લોકોને દરરોજ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પર ફોરવર્ડ મેસેજ આવતા રહે છે. જો તે કોઈ સમાચારના રૂપમાં હોય, તો ઘણી વખત, લિંક્સ, ફોટા, એપ્લિકેશન્સ, વેબસાઇટની જોબ ઓપનિંગ અથવા એવી કોઈપણ વસ્તુ જે મહત્વપૂર્ણ હોય. જ્યાં આમાંના મેસેજ સાચા હોવા કરતા ભ્રામક વધારે હોય છે. આવા મેસેજ કેટલા સાચા છે તે જાણવું આપણા માટે ખુબ જરૂરી છે.

image source

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ વેબસાઇટમા એફ.એ.કયુ. આપ્યો છે, જ્યાંથી તમને નકલી સમાચારો અને તેમને ઓળખવા માટેની ટીપ્સ મળે છે. તે જ રીતે ત્યાં અન્ય પ્લેટફોર્મ છે જે વપરાશકર્તાઓને તેમની સુધી પહોંચતી માહિતી વિશે પણ તમને ચેતવે છે, જેથી આપણે તેમની સત્યતાને જાણ્યા વિના બીજાને શેર ન કરીએ.

image source

સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ ફેલાવનાર લોકોનું ટોળું વધારે હોય છે. અથવા તો ઘણા લોકોને તો એવી આદત હોય છે કે મેસેજ આવ્યો નથી કે તે જ સેકેન્ડે બીજા લોકોને ફોરવર્ડ કરી જ દે છે. તે લોકો એ પણ વિચારતા નથી કે આ મેસેજ સાચો છે કે નહિ. ભારતની સરકાર પીઆઈબી ફેક્ટ ચેક ટુલ આપે છે, જે યુઝર્સની મદદ કરે છે.

image source

તમારી પાસે ગમે ત્યાંથી ફોરવર્ડ થઇને આવેલા મેસેજ કેટલા સાચા છે, તેની ખરાઇ કરે છે. આ સર્વિસ દ્વારા તમે મેસેજ ફોટો, કે સમાચારની સત્યતા જાણી શકો છો. તે માટે તમારી પાસે આટલુ હોવું જોઇએ. ઇમેઇલ એડ્રસ જેનો તમે ઉપયોગ કરી રહ્યાં છો તે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, રેફરન્સ મટિરીયલ સમાચાર માટે જેમ કે વોટ્સેપ સ્ક્રીનશોટ, વોઇસ રેકોર્ડિંગ વગેરે.

કેવી રીતે રજીસ્ટર કરવું?

image source

સૌ પ્રથમ પીઆઈબી ફેક્ટ ચેક પોર્ટલ પર જાઓ. https://factcheck.pib.gov.in/ અહીં તમારે તમારી ભાષા પસંદ કરવાની રહેશે, પછી તમારા ઇ-મેઇલ આઈડી પર શેરિંગ સાથે આપેલ કેપ્ચા કોડ દાખલ કરીને તેને સબમિટ કરવાનો રહેશે. આ પછી, તમારા ઇમેઇલ પર જે ઓટીપી આવે છે, તે તેમાં દાખલ કરીને તેને સબમિટ કરવું પડશે.

image source

ત્યાર પછી તમારી સામે એક બોક્સ ખુલશે જેમાં તમે તમારું નામ, ઇ-મેઇલ, આઈડી, સમાચાર કેટેગરી અને તમે જે સમાચારને તપાસવા માંગો છો, તે મેળવવા માંગો છો. તે વિશે વિવરણ કરવું પડશે. આ સમાચાર અહીં કોપી કરવા અને સંદર્ભ સામગ્રી પર અપલોડ કરવા પડશે. તેમાં ફોટા, વિડિઓઝ, ઓડીયો ક્લિપ્સ શામેલ છે, તમે તેમાં અપલોડ પણ કરી શકો છો.

image source

એકવાર આ માહિતી અપલોડ થયા પછી તેને વેરિફિકેશન માટે સબમિટ કરવાની રહેશે. જે પછી પીઆઈબી ફેક્ટ ચેક કરશે અને જે પરિણામ આવશે, જેમ કે જો તે સમાચાર સાચી હશે તો સાચા અને ખોટા હશે તો ખોટાનો ઈમેલ તમને મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!