કોરોનાને દૂર કરવા સરકાર સજ્જ, વાંચો ગુજરાતમાં કોરોનાની રસીની કેવી રીતે થઇ રહી છે તૈયારીઓ

દેશમાં કોરોના ચેપના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે એક કરોડને પાર થઈ ગઈ છે. જો કે દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમી પડ્યું છે પરંતુ હજી સુધી સંક્રમણ ફેલાતું અટક્યું નથી. દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના નવા નોંધાયેલા કેસની સંખ્યા 30 હજારથી ઓછી છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન કોરોના વાયરસનો સરેરાશ દૈનિક પોઝિટિવ કેસનો રેટ સતત ઘટી રહ્યો છે. જો કે હજુ પણ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ 3 લાખથી વધુ છે.

image source

તેવામાં દેશભરમાં કોરોનાના રસીકરણની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. આરોગ્ય મંત્રાલયએ જાન્યુઆરી માસથી રસીકરણનો પ્રારંભ કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. તેમનું અનુમાન છે કે આગામી કેટલાક સપ્તાહમાં કોરોનાની રસીના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી મળી શકે છે. કારણ કે હાલ બે કંપનીઓએ આ માટે અરજી કરી દીધી છે. આ સિવાય દેશની 6 રસીના ટ્રાયલ પણ એડવાન્સ સ્ટેજમાં છે. તેથી સરકારે રસીકરણ માટે તૈયારીઓ કરી લીધી છે જેથી મંજૂરી મળતાની સાથે જ રસીકરણ શરુ કરી શકાય.

image source

રસીકરણ માટે 13,000 કરોડ

રસીકરણની તૈયારી અંગે જાણવા મળતી વિગતોનુસાર પ્રારંભિક તબક્કામાં 30 કરોડ લોકોના રસીકરણ માટે ફંડ પણ ફાળવ્યું છે. આ ફંડ 13,000 કરોડનું છે. સૂત્રોના જણાવ્યાનુસાર પ્રથમ તબક્કામાં રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. જો કે દેશના કેટલાક રાજ્યોમાં અગાઉથી જ ઘોષણા કરવામાં આવી છે કે ત્યાં કોરોનાની રસી ફ્રીમાં આપવામાં આવશે. આ પ્રથમ તબક્કા માટે 60 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવનાર છે. જેની પણ તૈયારીઓ શરુ થઈ ચુકી છે.

image source

કેવી છે ગુજરાતની તૈયારી ?

ગુજરાતમાં રસીકરણની તૈયારી અંગે નાયબ મુખ્યમંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે બાયોટેક કંપનીની રસીના 500 ડોઝ મોકલવામાં આવ્યા હતા. આ વેકસીનના ડોઝ અત્યાર સુધીમાં જરૂરી માપદંડમાં આવતાં 400થી વધુ લોકોએ લીધા છે જેમાંથી કોઈપણ વ્યક્તિને કોઈ આડઅસર થઈ નથી.

image source

આ સિવાય રાજ્યના તમામ જિલ્લામાં પણ 10થી 13 ડિસેમ્બર સુધી ખાસ સર્વે કરાવવામાં આવ્યો હતો. જેના ડેટા કલેક્ટ કરી અને સરકારને મોકલવામાં આવ્યો છે. આ ડેટાના આધારે હવે 23 ડિસેમ્બર સુધી આરોગ્ય વિભાગ સર્વે કરશે અને ડેટાને સરકારને સોંપશે. આ સિવાય 33 જિલ્લા અને 248 તાલુકા તેમજ કોર્પોરેશન કક્ષાએ ખાસ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. રસીકરણ માટે પ્રથમ તબક્કાને લઈને હેલ્થવર્કર્સ, કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કોમોર્બિડ લોકોના નામની યાદી તૈયાર કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ